નેરોગેજ રેલ્વે
નેરોગેજ રેલ્વે (જેને યુનાઇટેડ સ્ટેટ્સમાં નેરોગેજ રેલમાર્ગ પણ કહેવામાં આવે છે) એ ટ્રેક ગેજ સાથેની રેલ્વે છે, જેના બે પાટા વચ્ચેનું અંતર સામાન્ય રીતે ૧૪૩૫ મીમી (૪ ફૂટ ૮ ૧⁄૨ ઇંચ ) કરતા ઓછું હોય છે.
વિશ્વની મોટાભાગની નેરો-ગેજ રેલ્વે ૬૦૦ મીમી (૧ ફૂટ ૧૧ ૫/૮ ઈંચ) અને ૧૦૬૭ મીમી (૩ ફૂટ ૬ ઈંચ) પહોળાઈ વચ્ચેનું માપ ધરાવતી હોય છે.
ભારત દેશમાં રેલ્વેમાર્ગના સંદર્ભમાં ૧ મીટર કરતાં ઓછી પહોળાઈ ધરાવતા રેલ્વે માર્ગને નેરોગેજ રેલ્વેમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ૭૬૨ મીમી (૨ ફૂટ ૬ ઈંચ) તથા ૬૧૦ મીમી (૨ ફૂટ ) એમ બે માપ ધરાવતા નેરોગેજ રેલ્વે માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે પૈકી મોટા ભાગના માર્ગનું અન્ય વધુ પહોળાઈ ધરાવતા માર્ગ તરીકે રૂપાંતરણ કરવામા આવેલ છે તથા કેટલાક માર્ગ બંધ પણ કરવામાં આવેલ છે.[૧]
જાપાન, ઈંડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, તાઇવાન અને ઑસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યો સહિત વિશ્વના કેટલાક દેશોમાં, નેરો-ગેજ પ્રમાણભૂત રેલ્વે ગેજ છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "[IRFCA] Narrow Gauge Routes". www.irfca.org. મેળવેલ ૨૦૨૨-૦૪-૨૨.