લખાણ પર જાઓ

માથેરાન પર્વત રેલ્વે

વિકિપીડિયામાંથી
માથેરાન રેલ્વે

માથેરાન પર્વત રેલ્વે ૨ ફીટ (૬૧૦ મીમી) નેરો ગેજ ધરાવતી માથેરાન, મહારાષ્ટ્રમાં આવેલી રેલ્વે છે. આ રેલ્વે મધ્ય રેલ્વેના સંચાલન હેઠળ આવે છે. આ રેલ્વે કુલ ૨૧ કિમી (૧૩.૦૫ માઇલ) અંતર પશ્ચિમ ઘાટમાં નેરલથી માથેરાન સુધી મોટાભાગે જંગલ વિસ્તારમાં થઇને કાપે છે. યુનેસ્કો આ રેલ્વેને વિશ્વ ધરોહરની સ્થિતિ આપવાનું વિચારી રહી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

માથેરાન પર્વત રેલ્વેના સ્થાપકો વિશેનું લખાણ

નેરલ-માથેરાન રેલ્વે માર્ગ ૧૯૦૧ થી ૧૯૦૭ની વચ્ચે અબ્દુલ હુસૈન આદમજી પીરભોય દ્વારા તેમના પિતા સર આદમજી પીરભોયની નાણાંકીય સહાયતાથી  ૧૬ લાખ (US$ ૨૪,૦૦૦) ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.[૨] સર આદમજી પીરભોય માથેરાનની અવારનવાર મુલાકાત લેતા હતા અને ત્યાં જવા માટેનું સરળ બનાવવા માટે રેલ્વે બાંધવા માંગતા હતા. હુસૈનની માથેરાન રેલ્વે યોજના ૧૯૦૦માં ઘડાઇ અને ૧૯૦૪માં બાંધકામ શરૂ થયું. આ રેલ્વેના મુખ્ય એન્જિનિયર બારસી રેલ્વેથી પ્રખ્યાત એડર્વડ કેલથ્રોપ હતા. ૧૯૦૭માં આ માર્ગ ખૂલ્લો મૂકવામાં આવ્યો. પહેલાં, રેલ્વેના પાટા ૧૪.૯ કિગ્રા/મી થી મુકવામાં આવ્યા હતા, પરંતુ હવે ૨૦.૮ કિગ્રા/મી પર છે. ચુસ્ત વળાંકો સાથેનો વળાંક ગુણોત્તર ૧:૨૦ (૫%) છે અને ઝડપ 12 km/h (7.5 mph) સુધીની મર્યાદિત છે.

આ માર્ગ ૨૦૦૫ના પૂરને કારણે નુકશાન પામ્યો હતો અને એપ્રિલ ૨૦૦૭ પહેલાં ખૂલ્લો મુકાવાની અપેક્ષા નહોતી.[૩] અપેક્ષાઓથી વિપરીત, સમારકામ કરેલ રેલ્વે માર્ગ ૫ માર્ચ ૨૦૦૭ના રોજ ખૂલ્લો મુકાયો હતો.[૪] ૧૫ એપ્રિલ ૨૦૦૭ ના રોજ આ રેલ્વે માર્ગના ૧૦૦ વર્ષ પૂરા થયા હતા.

ટ્રેન સેવા ચોમાસા દરમિયાન જુલાઇ થી ઓક્ટોબર મહિનાઓમાં[૫] ભૂસ્ખલનના ભયને કારણે બંધ રહે છે. ૨૦૧૨ની ચોમાસા ઋતુ દરમિયાન, મધ્ય રેલ્વેએ એર બ્રેકની ચકાસણી કરી હતી અને રેલ્વે સલામતી કમિશનની પરવાનગી મેળવીને સૌપ્રથમ વખત ચોમાસામાં ટ્રેન સેવા ચલાવી હતી.[૬] મધ્ય રેલ્વે ચોમાસા દરમિયાન બંધ થતી સેવાને ઘટાડીને ૧૫ જુલાઇથી ૧ ઓક્ટોબર સુધી કરવા માંગે છે.[૭]

નવેમ્બર ૨૦૧૨માં મધ્ય રેલ્વે એ સલૂન નામનો ખાસ ડબ્બો મૂક્યો હતો. આ સલૂનમાં સોફા અને બહારનુ દ્શ્ય દેખાડતા ટીવી છે. અગાઉ આ સલૂન માત્ર રેલ્વેના અધિકારીઓ માટે જ પ્રાપ્ત હતા.[૮][૯]

માર્ગ વર્ણન[ફેરફાર કરો]

નેરલ-માથેરાન રેલ્વે
નેરલ
જુમ્માપટ્ટી[૧૦]
વોટર પાઇપ[૧૧]
અમન લોજ રેલ્વે સ્ટેશન[૧૨]
માથેરાન
માથેરાન રેલ્વે સ્ટેશન

નેરલ લગભગ મુંબઈ અને પુણેની મધ્યમાં છે. 2 ft (૬૧૦ mm) નેરો ગેજ માર્ગ હરદલ ટેકરી સુધી બ્રોડ ગેજને સમાંતર ચાલે છે અને પછી માથેરાન તરફ પૂર્વમાં વળી જાય છે. રસ્તો અને રેલ માર્ગ જુમ્માપટ્ટી સ્ટેશન નજીક મળે છે. ભેખરા ખુંડ સુધી અલગ પડ્યા પછી માઉન્ટ બેરી પાસે તીવ્ર ચઢાણ જોવા મળે છે. અહીં ઘોડાની નાળ આકારનો રસ્તો ટ્રેનને પાછી જતી રોકવા માટે બંધાયો છે. ત્યાંથી એકાદ માઇલ જેટલા ઉત્તર તરફ ગયા પછી વન કીસ બોગદું આવે છે. વધુ બે સર્પાકાર માર્ગ પછી પેનોરમા પોઇન્ટ, સિમ્પસન ટેંક અને માર્ગ માથેરાનમાં પ્રવેશ કરે છે.

૨૧ કિમીની મુસાફરી પૂર્ણ થવામાં ૨ કલાક અને ૨૦ મિનિટ લાગે છે. રેલ્વે તંત્ર આ સમયગાળો ઘટાડીને ૧ કલાક ૩૦ મિનિટ કરવાની યોજના વિચારી રહી છે. નેરલમાં બ્રોડગેજનું સ્ટેશન પણ છે, જે મુંબઈ-પુને વચ્ચેના વ્યસ્ત માર્ગમાં આવે છે.

એન્જિન[ફેરફાર કરો]

હાલમાં વપરાતું ડિઝન એન્જિન

એડવર્ડ કેલથ્રોપે 0-6-0T નું ક્લેઇન-લિંડર એન્જિન સાથે નિર્માણ કર્યુું જેના કારણે પૈડાની ક્ષમતા સરળ બની અને તે ઓરેન્સ્ટિન & કોપ્પેલ દ્વારા પૂરા પાડવામાં આવ્યા. આ એન્જિન ૧૯૦૭થી ૧૯૮૨ સુધી ડિઝલ એન્જિન આવ્યા ત્યાં સુધી કાર્યરત રહ્યા. ૧૯૮૩ સુધીમાં બધાં વરાળ એન્જિનો નિવૃત્ત કરી દેવામાં આવ્યા. દાર્જીલીંગ હિમાલયન રેલ્વેના એન્જિનો નેરલ-માથેરાન માર્ગ પર ૨૦૦૧માં વરાળ ક્ષમતાની ચકાસણી કરવા મોકલવામાં આવ્યા હતા.[૧]

વરાળ એન્જિનો[ફેરફાર કરો]

MHR ક્રમાંક ISR ક્રમાંક નિર્માણકર્તા નિર્માણ ક્રમાંક તારીખ હાલનું સ્થળ
૭૩૮ ઓરેન્સ્ટિન & કોપ્પેલ ૧૭૬૬ ૧૯૦૫ નેરલ
૭૩૯ ઓરેન્સ્ટિન & કોપ્પેલ ૨૩૪૨ ૧૯૦૭ દિલ્હી
૭૪૦ ઓરેન્સ્ટિન & કોપ્પેલ ૨૩૪૩ ૧૯૦૭ દક્ષિણ ટેન્ડેલ રેલ્વે
૭૪૧ ઓરેન્સ્ટિન & કોપ્પેલ ૧૭૬૭ ૧૯૦૫ માથેરાન

ડિઝલ એન્જિનો[ફેરફાર કરો]

ISR ક્રમાંક વર્ગ નિર્માણકર્તા નિર્માણ ક્રમાંક તારીખ હાલની સ્થિતિ નોંધ
૫૫૧ NDM1A સેવામાં ૭ માર્ચ ૨૦૧૫થી અમન લોજ શટલ
૫૦૦ NDM1 યુંગ (જર્મની) ૧૨૧૦૮ ૧૯૫૬ અજ્ઞાત કાલ્કા શિમલા રેલ્વેમાંથી
૫૦૧ NDM1 યુંગ ૧૨૧૦૯ ૧૯૫૬ સેવામાં પહેલાં ક્રમાંક ૭૫૦
૫૦૨ NDM1 યુંગ ૧૨૧૧૦ ૧૯૫૬ નિવૃત્ત પહેલાં ક્રમાંક ૭૫૧
૫૦૩ NDM1 યુંગ ૧૨૧૧૧ ૧૯૫૬ નિવૃત્ત પહેલાં ક્રમાંક ૭૫૨
૫૦૪ NDM1 યુંગ ૧૨૧૦૫ ૧૯૫૬ અજ્ઞાત કાલ્કા શિમલા રેલ્વેમાંથી
૫૦૫ NDM1 યુંગ ૧૨૧૦૭ ૧૯૫૬ નિવૃત્ત કાલ્કા શિમલા રેલ્વેમાંથી
૫૦૫ NDM1 યુંગ ૧૨૧૦૭ ૧૯૫૬ અજ્ઞાત કાલ્કા શિમલા રેલ્વેમાંથી
૬૦૦ NDM6 BHEL ? ૧૯૯૭ સેવામાં રેલવર્લ્ડ છબીઓમાં દ્રશ્યમાન
૬૦૩ NDM6 સેવામાં અમનલોજ શટલ પર ૭ માર્ચ ૨૦૧૫ના રોજ નોંધાયેલ

હાલમાં NDM1 અને NDM6 શ્રેણીના એન્જિનો વપરાશમાં છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "It's train, It's toy, It's beautiful commute". ૨ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
 2. કાર્તિક મિસ્ત્રી (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬), Inscription near bungalow of founders of Matheran Light Rail on the way to Monkey Point, Matheran., https://commons.wikimedia.org/wiki/File:Inscription_on_founders_of_Matheran_Light_Rail.jpg, retrieved ૮ માર્ચ ૨૦૧૬ 
 3. Why you still can’t take the toy train to Matheran
 4. "Uphill Journey Resumes". ૫ માર્ચ ૨૦૦૭. મૂળ માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
 5. "Central Railway seeks fresh nod to run Matheran toy train in rains - The Times of India". The Times Of India. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
 6. "Matheran train ran in rains after 100 years | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). મેળવેલ ૮ માર્ચ ૨૦૧૬.
 7. "Aman Lodge-Matheran Station toy trains start today - Indian Express". www.indianexpress.com. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૬.
 8. "CR makes uphill task enjoyable - Indian Express". www.indianexpress.com. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
 9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-07.
 10. Fernandes, Felix (૧ મે ૨૦૧૧). "Matheran toy train service disrupted". Mumbai Mirror. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
 11. Verma, Kalpana (૯ ફેબ્રુઆરી ૨૦૦૯). "Toy train rams into tractor on Matheran-Neral route". Indian Express. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.
 12. Mehta, Manthan K (૩૦ જૂન ૨૦૧૩). "Central Railway to run shuttle service between Aman Lodge and Matheran in monsoon". The Times of India. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]