લખાણ પર જાઓ

અખા ભગત

વિકિપીડિયામાંથી
(અખો થી અહીં વાળેલું)
અખા ભગત
જન્મ૧૫૯૧ Edit this on Wikidata
મૃત્યુ૧૬૫૬ Edit this on Wikidata
વ્યવસાયકવિ Edit this on Wikidata

અખા રહિયાદાસ સોની[] (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.[] આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.[] જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

જાણીતી રચનાઓ

[ફેરફાર કરો]
  • પંચીકરણ
  • અખેગીતા
  • ચિત્ત વિચાર સંવાદ
  • ગુરૂ શિષ્ય સંવાદ
  • અનુભવ બિંદુ
  • બ્રહ્મલીલા
  • કૈવલ્યગીતા
  • સંતપ્રિયા
  • અખાના છપ્પા
  • અખાના પદ
  • અખાજીના સોરઠા

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • ત્રિવેદી, ભુપેન્દ્ર બાલકૃષ્ણ (૨૦૧૦). અખો. ભારતીય સાહિત્યના નિર્માતા (2nd આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. ISBN 978-81-260-2713-2.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kavi Akho Soni". KaviLok. Kavilok Gujarati Poetry Journal. મેળવેલ ૧૦ ઓગસ્ટ ૨૦૧૭.
  2. Roshen Dalal (૧૮ એપ્રિલ ૨૦૧૪). Hinduism: An Alphabetical Guide. UK: Penguin Books Limited. પૃષ્ઠ ૧૫૧. ISBN 978-81-8475-277-9. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૭.
  3. બહેરામજી મલબારી (૧૮૮૨). Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life. Asian Educational Services. પૃષ્ઠ ૭૪. ISBN 978-81-206-0651-7.
  • અખાની વાણી (૨ આવૃત્તિ). સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, ભિક્ષુ અખંડાનંદજી. ૧૯૨૪.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]