લખાણ પર જાઓ

જ્ઞાનેશ્વર

વિકિપીડિયામાંથી
જ્ઞાનેશ્વર
જન્મ૧૨૭૫ Edit this on Wikidata
મૃત્યુ૧૨૯૬ Edit this on Wikidata

તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં વારકરિ સંપ્રદાયે અનેરી ક્રાંતિ કરી હતી. આ યુગના શિખરે સંત જ્ઞાનદેવ મહારાજ બિરાજેલા છે. અહેમદનગર પાસે અલેગાંવમાં પિતા વિઠ્ઠલપંત અને માતા રુકિમણીને ત્યાં ઇ.સ. ૧૨૭૫ (વિ.સં.૧૩૩૨)માં જ્ઞાનદેવનો જન્મ અને સંવત ૧૩૫૩માં આળંદીમાં સમાધિ. પૂર્વજ કુલકણ (પટવારી) અને નાથપંથી. બાળપણથી જ તીવ્ર વૈરાગ્યવાળા વિઠ્ઠલપંત લગ્ન પછી ગૃહત્યાગ કરી કાશી ખાતે સ્વામી રામાનંદ પાસે સંન્યાસી બન્યા. ગુરુની દક્ષિણની યાત્રા દરમિયાન આળંદીમાં પડાવ નાખતા શિષ્ય ગૃહસ્થી હતો અને બ્રહ્મચારી છે એમ ખોટું બોલીને દીક્ષા લીધી છે, એમ જાણતા જ ગુરુઆદેશે વિઠ્ઠલપંત ભગવા ત્યજી ગૃહસ્થી થયા. બાર વર્ષ પછી ચાર સંતાન થયાં તે નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપનદેવ અને મુકતાબાઇ.

મુખ્ય ગ્રંથો

[ફેરફાર કરો]

જ્ઞાનેશ્વરી, અમૃતાનુભવ, ચાંગદેવ પાસષ્ટિ, હરિગીત અને અભંગ મુખ્ય રચનાઓ જ્ઞાનદેવે આપી.

જ્ઞાનેશ્વરી પૈઠણથી વખતા ગોદાવરી અને પ્રવર નદીના સંગમ કિનારે નેવાસા(મ્હાલસા) ગામે શંકર મંદિરે નિવૃત્તિનાથ જે જ્ઞાનેશ્વરના મોટા ભાઈ અને ગુરુ પણ હતા ગીતાને મરાઠીમાં ઉતારવાની આજ્ઞા કરી. મૃણાલિની દેસાઈ ‘જ્ઞાનદેવ’માં લખે છે ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળાં મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઇના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!’ મરાઠીમાં ગીતા રચીને જ્ઞાનદેવે ચાવી ઝૂંટવી લીધી. ‘મારી મરાઠી પ્રાકૃત અને ઉપેક્ષિત છે પરંતુ હું રસ અને અલંકારોથી તેને અલંકૃત કરીશ.’ એ શંકર મંદિરમાં થોડાક ભકતો સામે પ્રત્યેક ગીતાના શ્લોકે ઓવી લટતી જાય અને જેમ વ્યાસના શ્લોક ગણપતિએ લખ્યા, વિનોબાનાં ગીતા પ્રવચનો સાને ગુરુજીએ ટપકાવ્યાં એમ જ્ઞાનેશ્વરનાં પ્રવચનો - ઓવીઓ સરિચદાનંદ બાબાએ નોંધી. મૂળ ભગવતગીતામાં સાતસો શ્લોક પરંતુ જ્ઞાનેશ્વરે નવ હજાર ઓવીઓ લખી!

અમૃતાનુભવ ગુરુના બીજા આદેશે નેવાસામાં જ અમૃતાનુભવ લખ્યો. જ્ઞાનદેવ તેને મૌનનું પણ મૌન કહે છે. ગંભીર તત્ત્વજ્ઞાન છે. જ્ઞાનદેવ ઉપર શંકરના અદ્વૈતનો પ્રભાવ છતાં કૃષ્ણભકિતથી તરબોળ હતા. દશ પ્રકરણમાં ૮૦૬ ઓવીઓ છે.

હરિગીત અને અભંગ આળંદીથી પંઢરપુર સંતો સાથે ૨૭ દિવસ પદયાત્રા કરી તેમાં ૨૭ અભંગ લખ્યા. પંઢરપુરમાં ભકત નામદેવનો ભેટો થાય છે જે જીવનના અંત સુધી સાથ આપે છે.

જ્ઞાનદેવ મ્હણે હરિ માઝા સમર્થ ન કરે અર્થ ઉપનિષદા (હરિપાઠ) વાછડા પ્રત્યે મમતાને લીધી ગાય પરિવારને પણ દૂધ આપે છે એમ અર્જુન નિમિત્તે જગતને ગીતા મળી છે. શ્રીકૃષ્ણને દેવકીએ ઉદરમાં નવ માસ રાખ્યો, યશોદાએ ઉછેર્યો અને તે પાંડવોના કામમાં આવ્યો! હઠયોગી ચાંગદેવને મૂંઝવણ હતી. બાળયોગીને આશીર્વાદ લખું કે જ્ઞાનવૃદ્ધને તીર્થસ્વરૂપ લખું અને કોરો કાગળ મોકલ્યો. મુકતા એ કાગળ જૉઇ બોલી ‘એ જ્ઞાના, આ તો કોરો જ રહ્યો! જ્ઞાનેશ્વરે ચાંગદેવને ઠžરથદ્મસળ નો ગહન-ગંભીર પત્ર લખ્યો અને ગર્વ ઉતાર્યો.

આ મહાન જ્ઞાની સંત કર્મ પૂર્ણ કરી પૂણેથી તેર માઇલ દૂર આળંદી (દેવાચી આખંદી કહેવાય છે.)માં સં.૧૩૫૩ (૨૫ ઓકટોબર, ૧૨૯૬) ગુરુવારના દિવસે કારતક વદ તેરસે જીવતી સમાધિ લીધી હતી. ઉંમર હતી ૨૧ વર્ષ ૩ માસ અને ૫ દિવસ! નામદેવ ત્યાં હાજર હતા. વિયોગમાં ૨૫૦ અભંગ નામદેવજીએ લખ્યા ‘નામા મ્હણે લોપાલા દિનકર બાપ જ્ઞાનેશ્વર, આખંદીમાં જ્ઞાનદેવની સમાધિ ઉપર દર વર્ષે કારતક વદ છઠથી કારતક વદ અમાસ સુધી મોટી યાત્રાઓ થાય છે. કારતક વદ અગિયારસે નગરમાં પાલખી નીકળે છે. માથે ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મૂકી નાચતા ગાતા સહુ સમાધિએ જાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]