લખાણ પર જાઓ

વારકરી સંપ્રદાય

વિકિપીડિયામાંથી

વારકરી સંપ્રદાય વૈષ્ણવ પંથનો એક મહત્વનો સંપ્રદાય છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ પ્રચલિત છે. પંઢરપુરના વિઠોબા અને રુક્મિણી તેમના ઉપાસ્ય દેવ છે. આ સંપ્રદાયમાં જ્ઞાનેશ્વર,નામદેવ, એકનાથ તથા તુકારામ જેવા મહાન સંતો થઈ ગયા છે, જેમણે પોતાની અભંગ નામથી ઓળખાતી રચનાઓ દ્વારા તેને લોકપ્રિય અને ગૌરવાન્વિત બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. તેના અનુયાયીઓની સંખ્યા ૧૫ થી ૧૬ લાખ જેટલી છે.

વારકરી સંપ્રદાય મુખ્યત્વે ભક્તિમાર્ગી છે. તેણે ભક્તિ પર આધારિત પોતાના તત્વજ્ઞાનની રચના કરી છે. ભક્તિ એ જ મોક્ષ તથા સ્વાત્મસુખનું સર્વશ્રેષ્ઠ સાધન છે એવી આ સંપ્રદાયની માન્યતા છે. માનવજીવનનું અંતિમ સાધ્ય મોક્ષ નહિ, પરંતુ ભક્તિ છે એવી વિચારસરણી જ્ઞાનેશ્વર મહારાજે પ્રતિપાદિત કરી છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]