ધોળી ગંગા નદી

વિકિપીડિયામાંથી
ગઢવાલ હિમાલયમાં વિષ્ણુપ્રયાગ ખાતે ધોળી ગંગા નદી અલકનંદા નદીને મળવા માટે વહી રહી છે.

ધોળી ગંગા નદી (અંગ્રેજી: Dhauliganga) ગંગા નદીના મુખ્ય છ પ્રવાહો પૈકીની એક નદી છે. આ નદી અલકનંદા નદી સાથે ઉત્તરાખંડ રાજ્યના વિષ્ણુપ્રયાગ ખાતે જોષીમઠના પર્વતોની તળેટીમાં મળી જાય છે.

પથ[ફેરફાર કરો]

ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાંથી દરિયાઈ સપાટી થી ૫,૦૭૦ મીટર (૧૬,૩૭૦ ફૂટ) જેટલી ઊંચાઈ પરથી નિકળતી આ નદી ૮૨ કિલોમીટર (૫૧ માઇલ) જેટલું અંતર કાપી વિષ્ણુપ્રયાગ ખાતે અલકનંદા નદીમાં વિલીન થઈ જાય છે. આ નદીમાં જોષીમઠ થી ૨૫ કિલોમીટર (૧૬ માઇલ)ના અંતરે આવેલ રૈની ખાતે ઋષિ ગંગા નદી મળે છે. આ નદીને કિનારે આવેલ તપોવન ગરમ પાણીના પ્રવાહ (સલ્ફરયુક્ત) માટે જાણીતું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] Himalayan rivers, lakes, and glaciers By Sharad Singh Negi