લખાણ પર જાઓ

પંજાબ

વિકિપીડિયામાંથી
દક્ષિણ એશિયામાં પંજાબનો નક્શો

પંજાબ (Punjabi: ਪੰਜਾਬ‌‌, શાહમુખી લિપિ: پنجاب) દક્ષિણ એશિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું એક ભૂગોલિક ક્ષેત્ર છે. શબ્દ "પંજાબ" ફારસી ભાષાના બે શબ્દો "પંજ" અને "આબ" પરથી આવ્યો છે, જેનો મતલબ "પાંચ" અને "પાણી" છે અથવા "પાંંચ નદીઓની જમીન"; આ પાંંચ નદીઓમાં જહેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, વ્યાસ નદી અને સતલુજ નદી છે.[]

આ ક્ષેત્ર પર શકો, હૂણો, પઠાણો અને મુઘલોનું શાસન રહ્યું હતું.[] ભારતના ભાગલા સમયે બ્રિટિશ અધિકૃત પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલો પંજાબ પ્રાંત અને ભારતના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં વહેંચવામાં આવ્યા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Singh, Pritam (૨૦૦૮). Federalism, Nationalism and Development: India and the Punjab Economy. London; New York: Routledge. પૃષ્ઠ ૩. ISBN 0-415-45666-5.
  2. Jatiinder Aulakh. Archaeological History of Majha: Research Book about Archaeology and Mythology with Rare Photograph. Createspace Independent Pub, 2014