પર્લ
Appearance
પર્લ (Perl) એક પ્રોગ્રામિંગ ભાષા છે, જે ઇ.સ. ૧૯૮૭ના વર્ષમાં અમેરિકી અંતરિક્ષ સંગઠન (નાસા)ના કર્મચારી લેરી વોલે તૈયાર કરી હતી. આ ભાષાની ટેકસ્ટ - પ્રક્રિયાની અદભૂત ક્ષમતાને લીધે એની લોકપ્રિયતા વધી ગઇ હતી અને હાલના સમયમાં આ ભાષા સામાન્ય પ્રોગ્રામિંગ ઉપરાંત ગુઇ (જી યૂ આઇ) તથા આંતરજાળ (ઇન્ટરનેટ) સંબંધિત અનુપ્રયોગ(એપ્લીકેશન) બનાવવા માટે વપરાશમાં લેવામાં આવે છે.
કેટલીકવાર પર્લ કોડ સંજ્ઞાઓ, અંકો તેમ જ અક્ષરો વાપરી લખાયેલ જોવા મળે છે, જેના કારણે આ પ્રોગ્રામ વાંચવો કઠીન થઇ જાય છે.
મોટા પ્રમાણમાં જાળપૃષ્ઠો પર્લ ભાષાનો ઉપયોગ કરી બનાવાય છે.
પર્લ ભાષાના શોધક લેરી વોલ વર્તમાન સમયમાં આ ભાષાની નવી આવૃતિઓ તૈયાર કરવાનું કાર્ય કરી રહ્યા છે.