પેંડા
ધારવાડના પેંડા | |
અન્ય નામો | પૅડા, પેરા, પેઢા |
---|---|
વાનગી | મિષ્ટાન, પ્રસાદ |
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ભારત, પાકિસ્તાન |
મુખ્ય સામગ્રી | માવો |
|
પેંડા (ઉર્દુ: پیڑا, હિંદી: पेड़ा, મરાઠી: पेढा) એ એક ભારતીય મિષ્ટાન છે જે મોટાભાગે જાડા, અર્ધ નરમ સ્વરૂપે હોય છે. આના મુખ્ય ઘટક માવો, ખાંડ અને પારંપરિક સુગંધી પદાર્થો જેવાકે એલચી દાણા, પિસ્તા અને કેસર હોય છે. ગુજરાતમાં મળતા પેંડા નિયમિત ગોળ આકારના અને સફેદ કે પીળા/કેસરી રંગનાં હોય છે, પરંતુ ભારતના અન્ય ભાગમાં મળતા પેંડા રોટલીના લુઆ આકારનાં અને આછા બદામીથી ઘેરા બદામી રંગના હોય છે. આજ કાલ વ્યાવસાયિક ધોરણે બનતા પેંડામાં ફૂડ કલર ઉમેરીને તેને રંબગેરંગી કરીને વેચાય છે.
આ વાનગીની ઉત્પત્તિ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં થઈ હોવાનું મનાય છે અને મથુરામાં મળતા પેંડા તેની ગુણવત્તા અને સ્વાદ માટે પ્રસિદ્ધ છે. [૧] ઉત્તર પ્રદેશમાંથી પેંડા ભારતમાં અન્ય સ્થળે ફેલાયા. તેને લખનૌના રામ રતન સિંહ દ્વારા કર્ણાટકના ધારવાડ જિલ્લા સુધી પણ પહોંચાડાયા જેઓ ત્યાં ૧૮૫૦માં ગયા હતાં.[૨] લાડવાની જેમ પેંડા પણ પ્રસાદ તરીકે વેચાય છે.
વિવિધરૂપો
[ફેરફાર કરો]- મલાઈ પેંડા
- કચ્છી પેંડા
- કેસર પેંડા
- કાજુ મોદક પેંડા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Mathura Pedas". Maps of India. મેળવેલ 2008-10-16.
- ↑ "Pedas, anyone? Ganesh Ameengad traces the history and unmatched popularity the mouthwatering Dharwad pedas enjoy". Deccan Herald. 2008-05-13. મૂળ માંથી 2011-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-16.