લખાણ પર જાઓ

મોહન ગોસ્વામી

વિકિપીડિયામાંથી
લાન્સ નાયક
મોહન નાથ ગોસ્વામી
એસી
જન્મનૈનીતાલ, ઉત્તરાખંડ, ભારત
મૃત્યુ૩ સપ્ટેમ્બર ૨૦૧૫(2015-09-03)
કુપવાડા, જમ્મુ અને કાશ્મીર, ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
હોદ્દો લાન્સ નાયક, કમાન્ડો
સેવા ક્રમાંક૧૩૬૨૫૫૬૬W
દળ
પુરસ્કારો
પત્નિભાવના ગોસ્વામી

લાન્સ નાયક મોહન નાથ ગોસ્વામી એ ભારતીય ભૂમિસેનાના ખાસ દળોમાં કમાન્ડો હતા અને તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતાં શહાદત હાંસલ કરી હતી. ગોસ્વામી ૯મી પલટણ, પેરાશુટ રેજિમેન્ટમાં તૈનાત હતા. તેઓએ આખરી ૧૧ દિવસોમાં ત્રણ આતંકવાદી વિરોધિ કાર્યવાહીમાં સક્રિય ભાગ લીધો હતો જેમાં દસ આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા અને એકને જીવિત પકડવામાં આવ્યો હતો. ૩ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ખાતે ચાર આતંકવાદીઓ સાથે લડતાં લગાવાયેલી ઘાતની કાર્યવાહી દરમિયાન શહીદ થયા હતા. તેમની આ કાર્યવાહીઓ માટે તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર (પુરસ્કાર) એનાયત કરાયો હતો.[][][][]

તેઓ ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લોના બિંદુખટ્ટાના ઈન્દિરા નગર ગામના રહેવાશી હતા. તેમના લજ્ઞ ભાવના ગોસ્વામી સાથે થયા હતા અને તેમને એક પુત્રી ભુમિકા ગોસ્વામી હતી.[] તેમના પિતા પણ ભારતીય ભૂમિસેનામાં સેવા આપી ચૂક્યા છે.

સૈન્ય કારકિર્દી

[ફેરફાર કરો]

૨૦૦૨માં ભારતીય સેનાના ખાસ દળોમાં જોડાવા માટે લાન્સ નાયક મોહન નાથ ગોસ્વામી સ્વયંસેવક તરીકે આગળ આવ્યા. તેમના આખરી ૧૧ દિવસોમાં ત્રણ કાર્યવાહીમાં તેઓ સક્રિય રુપે હતા જેમાં પ્રથમ કાર્યવાહી ખુરમુર, હંદવાડા ખાતે ૨૩ ઓગષ્ટના રોજ કરાઈ જેમાં લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકવાદીઓને મારવામાં આવ્યા. રાફીઆબાદ ખાતેની બીજી કાર્યવાહીમાં તેઓ સ્વયંસેવક તરીકે જોડાયા અને બે દિવસ ચાલેલી કાર્યવાહીના અંતે ત્રણ લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓને મારવામાં આવ્યા અને એક આતંકવાદી સજ્જાદ એહમદ ઉર્ફે અબુ ઉબેદુલ્લાહ ને જીવિત કબ્જે કરાયો. તેમની આખરી કાર્યવાહી ૩ સપ્ટેમ્બરના રોજ હતી જેમાં તેઓ ઘાત લગાવીને હુમલો કરતી ટુકડીનો ભાગ હતા. તેઓ ગોળીબાદ દરમિયાન ઘાયલ થયા હોવા છતાં બે આતંકવાદીઓને મારી નાખ્યા અને અન્ય બે ને ઘાયલ કર્યા. બાદમાં ઇજાઓને કારણે તેઓ શહીદ થયા.

બાદમાં

[ફેરફાર કરો]

બાદમાં તેમના પાર્થિવ દેહને ભારતીય વાયુસેનાના જહાજ દ્વારા જન્મસ્થળ સુધી પહોંચાડાયો અને તેમનું પૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમસંસ્કાર કરાયો.

પ્રશસ્તિ

[ફેરફાર કરો]

મોહન ગોસ્વામી પ્રશસ્તિ પત્ર નીચે મુજબનું લખાણ ધરાવે છે -

૨/૩ સપ્ટેમ્બર ૨૦૧૫ની રાત્રિએ લાન્સ નાયક મોહન નાથ ગોસ્વામી જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હાપુદ્રાના જંગલમાં ઘાત લગાવીને હુમલો કરનારી ટુકડીનો ભાગ હતા. આશરે ૨૦:૧૫ કલાકે ચાર આતંકવાદીઓ સાથે સામનો થયો જેમાં ટુકડીના બે સભ્યો ઘાયલ થયા અને તેઓ ફસાઈ ગયા. લાન્સ નાયક ગોસ્વામી તેમના સાથી સાથે આગળ ધસી ગયા અને પોતાના જીવને જોખમમાં મૂકી અને ઘાયલ સૈનિકોને બચાવવાના કાર્યમાં લાગી ગયા. તેમણે સૌપ્રથમ એક આતંકવાદીને મારવમાં સહાય કરી. ઘાયલ સાથીઓને ગંભીર ખતરો જણાતાં તેઓ અન્ય આતંકવાદીઓ તરફ ધસી ગયા અને પોતેના તરફ ગોળીબાર આકર્ષિત કર્યો જેમાં તેમના સાથળના ભાગે ગોળી વાગી. તેની પરવા કર્યા વિના આગળ વધ્યા અને એક આતંકવાદીને મારી નાખ્યો અને અન્ય એકને ઘાયલ કર્યો. તે સમયે તેમના પેટના ભાગે પણ ગોળી વાગી. તેમ છતાં તેમણે આખરી આતંકવાદી પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. આ કાર્યવાહીમાં થયેલ ઈજાઓને કારણે તેઓ શહીદ થયા. લાન્સ નાયક મોહને માત્ર બે આતંકવાદીઓને માર્યા જ નહિ પરંતુ અન્ય બે આતંકવાદીને મારવામાં સહાય કરી અને તેમણે ત્રણ ઘાયલ સાથી સૈનિકોના જીવ બચાવ્યા. આમ, લાન્સ નાયક મોહન નાથ ગોસ્વામીએ અપ્રતીમ વીરતાનું પ્રદર્શન કર્યું અને ઘાયલ સાથીઓને બચાવતાં ભારતીય સૈન્યની પરંપરાને દર્શાવતું સર્વોચ્ચ બલિદાન આપ્યું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Mohan Nath Goswami posthumously conferred Ashok Chakra".
  2. Brave Army commando who killed 10 terrorists dies
  3. Martyred soldier Mohan Nath Goswami laid to rest with military honours
  4. "Gallantry awards announced, Lance Naik Mohan Nath Goswami posthumously conferred Ashok Chakra". Zee News. મેળવેલ 2016-01-25.
  5. http://www.firstpost.com/india/lance-naik-goswami-killed-10-terrorists-in-11-days-died-fighting-in-kashmir-valley-2422676.html
  6. http://zeenews.india.com/news/india/gallantry-awards-announced-lance-naik-mohan-nath-goswami-posthumously-conferred-ashok-chakra_1849016.html

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]