શાપોરા કિલ્લો
શાપોરા કિલ્લો | |
---|---|
ગોવા ખાતે શાપોરા કિલ્લાના અવશેષો | |
સામાન્ય માહિતી | |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 15°36′N 73°46′E / 15.60°N 73.76°E |
પૂર્ણ | ઇ.સ. ૧૬૧૭ |
શાપોરા કિલ્લો (Chapora Fort), ભારત દેશના ગોવા રાજ્યના ઉત્તર ભાગમાં બાર્ડેઝ ખાતે શાપોરા નદીના કિનારા પર આવેલ છે. વર્ષ ૧૫૧૦માં પોર્ટુગીઝ ગોવા પહોંચ્યા તે પહેલાં, આ સ્થળ પર બીજો કિલ્લો હતો. બાર્ડેઝનો આ કિલ્લો પોર્ટુગીઝો દ્વારા હસ્તગત કરવામાં આવ્યો પછી પણ, કેટલીક વખત કિલ્લા પરનો કબજો બદલાયો હતો. ગોવામાં પોર્ટુગીઝ શાસનને ખતમ કરવા માટે, અકબર તેમના પિતાના દુશ્મનો એવા મરાઠાઓ સાથે વર્ષ ૧૬૮૩માં જોડાયા હતા અને આ સ્થળ ખાતે તેમણે મુખ્ય છાવણી બનાવી હતી. તે પછીથી આ સ્થળે જૂના જીતેલા પ્રદેશની ઉત્તરી ચોકી બની હતી. પછી પોર્ટુગીઝોએ મરાઠાઓ સાથે વળતો હુમલો કરી આ કિલ્લો પ્રાપ્ત કરી તેમ જ તેમના ઉત્તરી સંરક્ષણને મજબૂત બનાવી ત્યાંના પ્રદેશને સુરક્ષા પુરી પાડી હતી.
જૂની કિલ્લેબંધીને બદલીને, વર્તમાન કિલ્લો વર્ષ ૧૭૧૭માં બાંધવામાં આવ્યો હતો. શાપોરા નદીની સામે કાંઠે આવેલ પેરનેમના હિન્દુ શાસક, સાવંતવાડીના મહારાજા હતા, જે પોર્ટુગીઝોના જૂના દુશ્મન હતા, તેમણે આ કિલ્લો મરાઠાઓએ વર્ષ ૧૭૩૯માં જીત્યો પછી બે વર્ષ માટે પોતાના કબજામાં રાખ્યો હતો. આ તેની પ્રથમ પરીક્ષા હતી. સદીના અંતના સમયમાં પોર્ટુગીઝો દ્વારા નવી જીતના ભાગરૂપે, જ્યારે ગોવાની સરહદ ઉત્તર દિશામાં પેરનેમના સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે આ કિલ્લાએ તેના લશ્કરી મહત્વને ગુમાવ્યું હતું. આ એક રમણીય સ્થળ છે, કે જે ઉત્તર તરફ શાપોરા નદીના સામે કિનારે આવેલા પેરનેમના અદ્ભુત દૃશ્યો તેમ જ દક્ષિણ તરફ વાગાટોર બીચ અને પશ્ચિમમાં બહાર અરબી સમુદ્રને કારણે જોવા મળે છે.
આ કિલ્લો એક એવી વ્યૂહાત્મક સ્થિતિમાં છે, જ્યાંથી બધી દિશામાં અવલોકન કરી શકાય છે. આ કિલ્લાની બધી બાજુ પર નીચે જતા ઢોળાવ પણ આવેલ છે. કિલ્લાની રૂપરેખા ઊંચા ઢોળાવને અનુસરે છે. આ એક અનિયમિત બાહ્ય દિવાલ છે કે જેની કુદરતી ઊંચાઈ કિલ્લેબંધીને સુરક્ષા પૂરી પાડે છે. જેને ખાઈ ખોદી બનાવવામાં આવતી સુરક્ષા કરતાં વધુ મજબૂતાઈ આપે છે. પગથિયાંની ટોચ પર ઊભો મુખ્ય દરવાજો નાનો અને સામાન્ય છે, પરંતુ સંરક્ષણ જરૂરિયાતો પર આધાર રાખીને તેને સાંકડો અને ઊંડો રાખેલ છે. આ કિલ્લાની અનિયમિત દિવાલ પર અનિયમિત અંતરે સાથે મોટા બુરજ તોપમારા માટેનાં બાકોરાં સહિત રાખેલ છે. દરેક બુરજ પરના નળાકાર મિનાર કિલ્લાને વિશિષ્ઠ ઓળખ આપે છે.
આ કિલ્લાની અંદરના વિશાળ વિસ્તારમાં, એક ચર્ચ હતું. આ ચર્ચ તે સમયે સેન્ટ એન્થોનીને સમર્પિત હતું, જે વર્તમાન સમયમાં અદ્રશ્ય છે અને તે સિવાય અંદર માત્ર થોડા બેરેકો અને રહેણાંકોના સંકેતરૂપ અવશેષો અસ્તિત્વમાં છે. આ હાલમાં આ વિસ્તાર ખુલ્લી જગ્યા છે, જ્યાં માત્ર જીર્ણ પત્થરો જોવા મળે છે અને અહીં ઉગેલા કાજુના છોડની આસપાસ કેટલાક બકરાંના ટોળાંઓ ચરતાં જોવા મળે છે. કુદરતી ખીણમાં બનેલ શાપોર બીચને પથ્થરની દિવાલ વડે સુરક્ષા પૂરી પાડે છે, જે એક ઉત્તમ કુદરતી સમુદ્રકિનારાને જીવંત કરે છે.
લાલ-લેટરાઇટ પથ્થરો વડે બનેલ આ કિલ્લો માપુસાથી ૧૦ કિલોમીટર તેમ જ પણજીથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. અહીં જવા માટે માપુસા ખાતેથી અવારનવાર અંજુના તેમ જ વાગાટોર બીચ જવા માટે બસો દોડે છે, જે કિલ્લાની નજીકથી પસાર થાય છે અને અહીં થોભે છે. હાલમાં ખંડેરોમાં ફેરવાયેલ આ કિલ્લા ખાતે હજી પણ બે સુરંગના મુખો જોઈ શકાય છે, જે દુશ્મનો વડે ઘેરાયેલા કિલ્લાના લશ્કર માટે પૂરવઠો પૂરો પાડવાનો ભૂગર્ભ માર્ગ હતા. કિલ્લાની ટેકરીના દક્ષિણ ઢોળાવ પર મુસ્લિમ કબરો છે, જે પોર્ટુગીઝ વસાહતના સમય પૂર્વેની હોઈ શકે છે. આ ટેકરી ઉપર ચડવાની મુખ્ય પ્રેરણા નજીકના અંજુના અને વાગાટોર બીચનો ભવ્ય નજારો માણવાની છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Chapora Fort". Department of Tourism, Government of Goa, India. ૧૮ મે ૨૦૧૬. મૂળ માંથી 2014-02-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અગુડા કિલ્લો અને શાપોરા કિલ્લો, ગોવા[હંમેશ માટે મૃત કડી]
- ઝબકી જવા માટે ના તેમ જ ઊંચાઈ હાંસલ કરવા માટે હા - શાપોરા કિલ્લો, ગોવા
- શાપોરા કિલ્લો - તસવીરો, સમીક્ષા અને રેટિંગ - ઓલ એબાઉટ ગોવા ડોટ કોમ પર સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન
- શાપોરા કિલ્લાનું 360° પેનોરામિક દૃશ્ય સંગ્રહિત ૨૦૧૮-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન
- શાપોરા કિલ્લા પર એક લટાર