લખાણ પર જાઓ

શારદા સિંહા (ગાયિકા)

વિકિપીડિયામાંથી
શારદા સિંહા
પુરસ્કારો

શારદા સિંહા બિહારના લોકપ્રિય શાસ્ત્રીય ગાયિકા છે. એમનો જન્મ ૯ ઓક્ટોબર, ૧૯૫૩ના દિવસે થયો હતો. તેણીએ મૈથિલી, વજ્જિકા, ભોજપુરી ભાષાનાં ગીતો સિવાય હિંદી ચલચિત્રો માટે પણ ગીત ગાયેલાં છે.

મૈંને પ્યાર કિયા તથા હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય નીવડેલી ફિલ્મોમાં એમના દ્વારા ગવાયેલાં ગીતો ખુબ જ પ્રચલિત થયાં હતાં. તેમના દુલ્હિન, પીરિતિયા, મેંહદી જેવાં કેસેટ આલ્બમ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાયેલાં છે. બિહાર તેમ જ આસપાસના રાજ્યોમાં પણ દુર્ગા-પૂજા, વિવાહ-સમારોહ કે અન્ય સંગીત સમારોહમાં શારદા સિંહા દ્વારા ગવાયેલાં ગીતો લોકપ્રિય છે.

સન્માન

[ફેરફાર કરો]

તેણીને સંગીતમાં યોગદાન માટે બિહાર-કોકિલા અને પદ્મશ્રી અને પદ્મભૂષણ ‍(૨૦૧૮) સન્માનો વડે વિભૂષિત કરવામાં આવ્યા હતા.