લખાણ પર જાઓ

સુનીતા વિલિયમ્સ

વિકિપીડિયામાંથી
સુનીતા વિલિયમ્સ
Sunita Lyn Williams Edit this on Wikidata
જન્મSunita Lyn Pandya Edit this on Wikidata
૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ Edit this on Wikidata
Euclid Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Needham High School
  • United States Naval Academy
  • Florida Institute of Technology
  • United States Naval Test Pilot School Edit this on Wikidata
વ્યવસાયFlight engineer, astronaut Edit this on Wikidata
પુરસ્કારો
  • NASA Distinguished Service Medal (૨૦૦૭)
  • NASA Space Flight Medal (૨૦૦૭)
  • પદ્મભૂષણ (૨૦૦૮)
  • Medal "For Merit in Space Exploration" (૨૦૧૧)
  • NASA Distinguished Service Medal (૨૦૧૩)
  • NASA Space Flight Medal (૨૦૧૩)
  • honorary doctorate (૨૦૧૩, ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી)
  • Golden Order of Merit (૨૦૧૩)
  • Women in Space Science Award (૨૦૧૫)
  • Legion of Merit
  • Navy & Marine Corps Achievement Medal
  • Navy & Marine Corps Commendation Medal
  • Navy & Marine Corps Commendation Medal
  • Humanitarian Service Medal
  • National Defense Service Medal Edit this on Wikidata
પદની વિગતISS Expedition Commander (Expedition 33, ૨૦૧૨–૨૦૧૨), ISS Expedition Commander (Expedition 71, ૨૦૨૪ – અજાણી કિંમત) Edit this on Wikidata
હોદ્દોcaptain Edit this on Wikidata
શાખાUnited States Navy (૧૯૮૩–૨૦૧૭) Edit this on Wikidata

સુનિતા વિલિયમ્સ (જન્મ- 19 સપ્ટેમ્બર 1965) યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા (NASA) ના અવકાશયાત્રી છે.[]તેમને અભિયાન 14ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં જોડાયા હતા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (195 દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.[]

અભ્યાસ

[ફેરફાર કરો]

વિલિયમ્સનો જન્મ યુક્લિડ, ઓહિયો ખાતે થયો હતો અને તેમણે મેસાચ્યુસેટ્સના નીડહામ ખાતે નીડહામ હાઇ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયા હતા. 1987માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી શારિરીક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સન પદવી મેળવી હતી અને 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.[]

લશ્કરી કારકિર્દી

[ફેરફાર કરો]

વિલિયમ્સને 1987માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ 1993માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.[]

નાસા(NASA)માં કારકિર્દી

[ફેરફાર કરો]
અભિયાન 14ના ફ્લાઇટ એન્જિનિયર અવકાશયાત્રી સુનિતા એલ. વિલિયમ્સે એક્સ્ટ્રાવેહીક્યૂલર પ્રવૃત્તિના અભિયાનના ત્રીજા આયોજિત સેશનમાં ભાગ લીધો.

જૂન 1998માં નાસા (NASA) દ્વારા પસંદગી પામેલા વિલિયમ્સે ઓગસ્ટ 1998માં તાલિમ લેવાની શરૂઆત કરી.[]અવકાશ ક્ષેત્રની વિદ્યાર્થી તરીકેની તેની તાલિમમાં વિષયની ઝીણવટભરી સમજ અને પ્રવાસ, સંખ્યાબંધ વૈજ્ઞાનિક અને તકનીકી સમજ, શટલ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની પદ્ધતિઓના વિસ્તૃત આલેખનો, શારિરીક અને માનસિક તાલિમ અને |ટી-38 ફ્લાઇટ તાલિમ માટેની તૈયારી તેમજ પાણી અને મુશ્કેલ સ્થિતીમાંથી પોતાની જાતને બચાવવાની તકનીકોનો સમાવેશ થાય છે.તેઓ સ્ત્રી તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરીને કેથરિન થોર્ન્ટનના ત્રણ વાર અવકાશ પ્રવાસથી આગળ વધી ગયા હતા.પાછળથી પેગી વ્હીટ્સન સૌથી વધુ અવકાશ યાત્રા કરી તેમને વટાવી ગયા હતા. તાલિમ અને મૂલ્યાંકના સમયગાળા બાદ વિલિયમ્સ આઇએસએસ પર કામ કરી રહેલા રશિયન સ્પેશ એજન્સી સાથે મોસ્કોમાં અને આઇએસએસ પર મોકલવામાં આવેલી પ્રથમ ટૂકડી સાથે કાર્ય કરતા હતા. પ્રથમ અભિયાન પરત ફર્યા બાદ વિલિયમ્સે આઇએસએસ રોબોટિક વિભાગની રોબોટિક શાખા અને તેને સંબંધિત સ્પેશિયલ પર્પઝ ડેક્ષ્ટરોઝ મેનિપ્યુલેટર સાથે કાર્ય કરતા હતા. તેઓ મે 2002માં નવ દિવસ માટે પાણીની અંદર એક્વેરિયસના નિવાસસ્થાનમાં નવ દિવસ સુધી રહેલા નીમો 2ની ટૂકડીના સભ્ય હતા.[]

વિલિયમ્સે નાસા (NASA)ની એસ્ટ્રોનોટ ઓફિસના એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે સેવાઓ આપી હતી.[]

વિલિયમ્સ અન્ય ઘણા અવકાશયાત્રીઓની જેમ પરવાના ધરાવતા એમેટર રેડિયો ઓપરેટર હતા અને 2001માં તેમણે ટેક્નીશિયન ક્લાસ લાઇસન્સ એક્ઝામ પાસ કરી હતી તથા 13 ઓગસ્ટ, |2001ના રોજ તેમને ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન દ્વારા કોલ સાઇન કેડી5પીએલબી (KD5PLB)આપવામાં આવ્યું હતું.[]તેમણે આઇએસએસ અભિયાન સમયે બે વખત એમટર રેડિયો સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.[]

અંતરિક્ષ પ્રવાસનો અનુભવ

[ફેરફાર કરો]

એસટીએસ (STS)- 116

[ફેરફાર કરો]

વિલિયમ્સે અભિયાન 14ની ટૂકડી સાથે જોડાવા માટે ડિસ્કવરી શટલને લઇ જઇ રહેલા એસટીએસ-116 સાથે 9 ડિસેમ્બર 2006ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના પ્રવાસની શરૂઆત કરી. એપ્રિલ 2007માં ટૂકડીના રશિયન સભ્યો અભિયાન 15માં ફેરવાયા.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઇએસએસ) ખાતે વિલિયમ્સ સાથે લઇ ગયા હોય તેવી વ્યક્તિગત વસ્તુઓમાં ભગવદ્ ગીતાની નકલ, ગણેશ ભગવાનની નાની મૂર્તિ અને કેટલા સમોસાનો સમાવેશ થાય છે.[]

અભિયાન 14 અને 15

[ફેરફાર કરો]

[[ચિત્ર:ISS-14 Williams Marathon.jpg|thumb|વિલિયમ્સ 16 એપ્રિલ, 2007ના રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન દોડનારા પ્રથમ વ્યક્તિ બન્યા. સ્પેશ શટલ ડિસ્કવરી સફળ અવતરણ બાદ વિલિયમ્સે લોક્સ ઓફ લવને તેમની વાળની પૂંછડી દાનમાં આપવાનું આયોજન કર્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સાથી અવકાશયાત્રી જોન હિગ્ગીનહબોથમે વાળ કાપ્યા હતા અને તેને એસટીએસ (STS)-116ન ટૂકડી સાથે પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા.[]

વિલિયમ્સે એસટીએસ (STS) -116 અભિયાનના આઠમા દિવસે પ્રથમ વાર એક્સ્ટ્રા-વેહીક્યુલર એક્ટિવીટ કરી.31 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી, 2007ન રોજ આઇએસએસ (ISS)થી માઇકલ લોપેઝ-એલેગ્રિયા સાથે ત્રણ સ્પેસ વોક પૂર્ણ કર્યા.આવા એક વોક દરમિયાન, સંભવિતપણે એટેચિંગ ડીવાઇસની નિષ્ફળતાને કારણે એક કેમેરાનું જોડાણ તુટ્યું હતું અને વિલિયમ્સ કોઈ પ્રતિભાવ પાઠવે તે પહેલાં તે અવકાશમાં બહાર નીકળી ગયો હતો.[]

[[ચિત્ર:Astronauts Joan Higginbotham (STS-116) and Sunita Williams (Expedition 14) on the International Space Station.jpg|thumb|left|250px|સુનિતા એલ. વિલિયમ્સ અને જોન ઇ. હિગ્ગીનબોથામ (ફોરગ્રાઉન્ડ) એસટીએસ-116 મિશન સ્પેશિયાલિસ્ટ) તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ની ડેસ્ટિની લેબોરેટરીના કેનાડાર્મ2ના કન્ટ્રોલ્સની કામગીરી બજાવે છે, ત્યારે કાર્યવાહી ચેકલિસ્ટના સંદર્ભમાં. ત્રીજા સ્પેસવોક વખતે વિલિયમ્સ સ્ટેશનની બહાર છ કલાક અને 40 મિનીટ રહ્યા અને નવ દિવસમાં ત્રણ સ્પેસ વોક પૂરા કર્યા.તેમણે ચાર સ્પેસ વોકમાં 29 કલાક અને 17 મિનીટ વીતાવ્યા અને એક સ્ત્રી દ્વારા સૌથી વધુ સ્પેસ વોકનો કેથરીન સી. થોર્નટનનો વિક્રમ વટાવ્યો.[][] 18 ડિસેમ્બર , 2007ના રોજ , અભિયાન 16ના ચોથા |સ્પેસવોક દરમિયાન પેગ્ગી વ્હિટસને 32 કલાક, 36 મિનીટના[][૧૦] કુલ ઇવીએ ટાઇમ સાથે વિલિયમ્સના વિક્રમને વટાવ્યો હતો.

માર્ચ 2007ના પ્રારંભમા તેણીએ વધારે મસાલેદાર ભોજનની તેની વિનંતીના પ્રતિભાવરુપે પ્રોગ્રેસ અવકાશયાનના રીસપ્લાય મિશનમાં વસાબની એક ટ્યૂબ મેળવી હતી.એક વાતાવરણ દબાણે પેક કરવામાં આવેલી ટ્યૂબ ખોલતાંની સાથે જેલ જેવી પેસ્ટ આઇએસએસના નીચા દબાણમાં બહાર નીકળી ગઈ હતી.આવા ગુરુત્વાકર્ષણ રહિત વાતાવરણમાં મસાલેદાર વાનગી સાચવી રાખવી કઠીન હતી.[૧૧]

16 એપ્રિલ 2007એ તેણી કક્ષામાં મેરેથોન લગાવનારી પ્રથમ મહિલા બની.[૧૨]વિલિયમ્સે ચાર કલાક અને ચોવીસ મિનીટ[૧૩][૧૪][૧૫]માં બોસ્ટન મેરેથોન 2007 પૂરી કરીઅન્ય અવકાશયાત્રી સભ્યોએ તેને દોડ દરમિયાન વધાવી લીધી હોવાનું અને સંતરા આપ્યાનું જણાવાયું હતું.વિલિયમ્સની બહેન, દિના પંડ્યા અને સાથી અવકાશયાત્રી કેરેન એલ. નાઇબર્ગ પૃથ્વી પરની મેરેથોનમાં દોડ્યા હતા અને વિલયમ્સે મિશન કન્ટ્રોલ પરથી તેમની પ્રગતિની જાણકારી મેળવી હતી.2008માં વિલિયમ્સે ફરી એક વાર પૃથ્વી પરની બોસ્ટન મેરેથોનમાં ભાગ લીધો હતો.એ જ વર્ષે, ગેઇમ શો ડ્યૂઅલ (યુએસ ગેમ શો)માં એ ઇવેન્ટ પરથી પ્રશ્ન તૈયાર કરવામાં આવ્યો હતો.જવાબો હતાઃ લંડન, ન્યૂ યોર્ક, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન, પેરિસ.સૌથી સાચો જવાબ હતો આઇએસએસ (ISS).

એસટીએસ-117ના મિશન સ્પેસ શટલ એટલાન્ટિસ પરથી વિલિયમ્સને પાછા પૃથ્વી પર લાવવાના 26 એપ્રિલ, 2007ના નિર્ણયને પગલે, ભૂતપૂર્વ સાથી અવકાશયાત્રી કમાન્ડર માઇકેલ લોપેઝ-એલિગેરીયાએ તાજેતરમાં તોડેલો યુએસ સિંગર સ્પેસફ્લાઇટનો વિક્રમ તેઓ તોડી શક્યા નહોતા. જોકે, એક મહિલા દ્વારા સોથી લાંબી સ્પેસ ફ્લાઇટનો વિક્રમ તેમણે અવશ્ય નોંધાવ્યો હતો.[][૧૬][૧૭]

એસટીએસ (STS)-117

[ફેરફાર કરો]

વિલિયમ્સે એસટીએસ (STS)-117ના મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી અને એસટીએસ-117 મિશનના અંતે 22 જૂન, 2007 એ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા.અવકાશયાન એટલાન્ટિસે પરોઢિયે 3.49 ઇડીટી (EDT)એ કેલિફોર્નિયામાં એડવર્ડ એર ફોર્સ બેઇઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અવકાશમાં 195 દિવસના વિક્રમ રોકાણ બાદ વિલિયમ્સ ઘરેપાછા ફર્યા હતા.

ખરાબ હવામાનને કારણે મિશન મેનેજરોન કેપ કેનેવરલમાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે 24 કલાકમાં ઉતરાણના ત્રણ પ્રયાસો રદ કરવા પડ્યા હતા અને એટલાન્ટિસને મોજાવે રણમાં એડવર્ડ્સ તરફ વાળવું પડ્યું હતું.યાનના ઉતરાણ બાદ નાસાના મિશન કન્ટ્રોલે કાફલાના વિલિયન્સ અને અન્ય છ સભ્યોને કહ્યું, “વેલકમ બેક, મહાન મિશન બદલ ધન્યવાદ”.[૧૮]

ઉતરાણ બાદ, અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની (એબીસી) ટેલિવિઝન નેટવર્કે 41-વર્ષીય સુનિતાની સપ્તાહની વ્યક્તિ તરીકે પસંદગી કરીનેટવર્કે નોંધ્યું હતું કે, ડીસેમ્બરમાં તેમણે તેમના લાંબા વાળ કપાવી દીધા હતા, જેથી તે માંદગીને કારણે પોતાના વાળ ગુમાવી દેનારા લોકોને દાનમાં આપી શકે.

ભારતની મુલાકાતે

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 2007માં, સુનિતા વિલિયમ્સે ભારત ની મુલાકાત લીધીતેમણે ગુજરાતમાં 1915માં મહાત્મા ગાંધી એ સ્થાપેલા સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી. તેમના પિતા ડો. દિપક પંડ્યા સાથે વતનથી નજીક સર્વ વિદ્યાલય (S.V) કડી (મહેસાણા)અને સ્વામી વિવેકનંદ ઍજ્યુકેસન ટ્રસ્ટ(મેઘના છાત્રલય)ની મુલાકાત દરમ્યન ઝલાવાડી સમાજની કન્યાઓને ઍક પ્રેરણા મુર્તિ બન્યા હતા. તેમને વિશ્વ ગુજરાત સોસાયટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા પુરસ્કાર એનાયત થયો. ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો. તેમણે તેમના ભત્રીજાની વર્ષગાંઠે તેમના કાકાના ઘરની પણ મુલાકાત લીધી હતી.4 ઓક્ટોબર, 2007એ વિલિયમ્સે અમેરિકન એમ્બેસી સ્કુલની મુલાકાત લીધી, અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન[૧૯] ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને મળ્યા હતા.

વ્યક્તિગત

[ફેરફાર કરો]

વિલિયમ્સ માઇકલ વિલિયમ્સને પરણ્યા છે.તેમના લગ્નને 16 વર્ષ થઈ ગયા. બંને તેમની કારકિર્દીની શરુઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા.તેમને કોઈ બાળકો નહોતા, પરતુ તેમણે ગોર્ડી નામના જેક રેસલ ટેરીયરને પાળ્યું હતું.તેમની ઇતર પ્રવૃત્તિઓમાં રનિંગ, સ્વિમિંગ, બાઇકિંગ, ટ્રાયથ્લોન્સ, વિન્ડસર્ફિંગ, સ્નોબોર્ડિંગ અને બો હન્ટિંગનો સમાવેશ થાય છે.તે બોસ્ટન રેડ સોક્સની ઉત્સાહી પ્રશંસક છે.તેમના માતા-પિતા બોની પંડ્યા અને ડો. દીપક પંડ્યા છે, જેઓ ફેલમાઉથ, મેસચ્યુસેટ્સ માં વસે છે.દિપક પંડ્યા વિખ્યાત ન્યૂરોએનાટોમિસ્ટ છે.વિલિયમ્સના પિતાના મૂળ છેક ગુજરાત ભારત સુધી જાય છે અને તેઓ ભારતમાં તેમના પિતાના કુટુંબની મુલાકાત લેવા આવતા હોય છે. તેમની માતા સ્લોવેનીઝ વંશના છે.[૨૦]

સંગઠનો

[ફેરફાર કરો]
  • સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલોટ્સ
  • સોસાયટી ઓફ ફ્લાઇટ ટેસ્ટ એન્જિનીયર્સ
  • અમેરિકન હેલિકોપ્ટર એસોસિએશન

પુરસ્કારો અને બહુમાનો

[ફેરફાર કરો]
  • નેવી કમેન્ડેશન મેડલ (બે વાર)
  • નેવી અને મરીન કોર્પ્સ એચીવમેન્ટ મેડલ
  • માનવતાવાદી સેવા મેડલ અને અન્ય વિવિધ સેવા પુરસ્કાર

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ NASA (2007). "Sunita L. Williams (Commander, USN)". NASA (National Aeronautics and Space Administration). મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Tariq Malik (2007). "Orbital Champ: ISS Astronaut Sets New U.S. Spacewalk Record". Space.com. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  3. એસ્ટ્રોનોટ બાયો: સુનિતા વિલિયમ્સ (5/2008)
  4. QRZ.com (2007). "Sunita L Williams". QRZ.com. મૂળ માંથી 2009-06-25 પર સંગ્રહિત. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  5. Radio Amateurs of Canada (2007). "Amateur Radio on the International Space Station (ARISS)". Radio Amateurs of Canada. મૂળ માંથી 2011-05-27 પર સંગ્રહિત. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  6. SiliconIndia (2006). "With Ganesh, the Gita and samosas, Sunita Williams heads for the stars". SiliconIndia. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  7. CollectSpace.com (2006-12-20). "Astronaut cuts her hair in space for charity". Collect space.com. મેળવેલ 2007-06-08.
  8. "Astronaut's Camera is Lost In Space". Adoama.com. 2006-12-22. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.
  9. CollectSpace (2007). "Astronauts make 100th station spacewalk". CollectSpace. મેળવેલ December 18 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  10. NASA (2007). "Spacewalkers Find No Solar Wing Smoking Gun". NASA. મૂળ માંથી 2007-12-17 પર સંગ્રહિત. મેળવેલ December 18 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  11. Schneider, Mike (2007-03-02). "wasabi spill". MSNBC. Space station suffers મૂળ Check |url= value (મદદ) માંથી 2007-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-02.
  12. Eldora Valentine (2007-04-06). "Race From Space Coincides with Race on Earth". NASA. મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.
  13. Zee News Limited (2007-04-17). "Sunita Williams Runs Marathon in Space". zeenews.com. મેળવેલ 2007-06-08.
  14. Jimmy Golen for The Associated Press (2007). "Astronaut to run Boston Marathon — in space". MSNBC. મૂળ માંથી 2010-01-02 પર સંગ્રહિત. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  15. NASA (2007). "NASA Astronaut to Run Boston Marathon in Space". NASA. મૂળ માંથી 2007-11-09 પર સંગ્રહિત. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  16. Amateur Radio News (2007-02-05). "Ham-astronauts setting records in space". Amateur Radio News. મેળવેલ 2007-06-08.
  17. Mike Schneider for The Associated Press (2007). "Astronaut stuck in space — for now". MSNBC. મૂળ માંથી 2008-11-18 પર સંગ્રહિત. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  18. William Harwood for CBS News (2007). "Atlantis glides to California landing". Spaceflight Now. મેળવેલ December 19 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  19. American Embassy School (2007-10-05). "Astronaut Sunita Williams Visits AES". American Embassy School. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-07.
  20. Jenny May (2006-12-06). "Woman takes leap to moon with part of Euclid". news-herald.com. મૂળ માંથી 2008-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]