સોનિયા ગાંધી
સોનિયા ગાંધી લોક સભાના સભ્ય | |
---|---|
પૂર્વ અધ્યક્ષા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
પદ પર ૧૪ માર્ચ ૧૯૯૮ – ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ | |
પુરોગામી | સીતારામ કેસરી |
અનુગામી | રાહુલ ગાંધી |
રાષ્ટ્રીય સલાહકાર સમિતિના ચેરપર્સન | |
પદ પર ૨૯ માર્ચ ૨૦૧૦ – ૨૫ મે ૨૦૧૪ | |
પદ પર ૪ જૂન ૨૦૦૪ – ૨૩ માર્ચ ૨૦૦૬ | |
યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સના ચેરપર્સન | |
પદ પર | |
Assumed office ૧૬ મે ૨૦૦૪ | |
વિપક્ષના પ્રમુખ | |
પદ પર ૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૨૦૦૪ | |
પુરોગામી | શરદ પવાર |
અનુગામી | લાલકૃષ્ણ અડવાણી |
લોક સભાના સભ્ય રાય બરેલી મતવિસ્તાર | |
પદ પર | |
Assumed office ૧૭ મે ૨૦૦૪ | |
પુરોગામી | સતીષ શર્મા |
લોક સભાના સભ્ય અમેઠી મતવિસ્તાર | |
પદ પર ૧૦ ઓક્ટોબર ૧૯૯૯ – ૧૭ મે ૨૦૦૪ | |
પુરોગામી | સંજય સિંઘ |
અનુગામી | રાહુલ ગાંધી |
અંગત વિગતો | |
જન્મ | એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો[૧] 9 December 1946 લુસિના, વેનેટો, ઈટલી |
નાગરિકતા | ઈટલી (૧૯૪૬–૧૯૮૩) ભારત (૧૯૮૩–હાલમાં)[૨] |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રાજીવ ગાંધી (લ. 1968; મૃત્યુ 1991) |
સંતાનો | |
નિવાસસ્થાન | ૧૦ જનપથ, નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | બેલ એજ્યુકેશન ટ્રસ્ટ |
કુલ સંપત્તિ | ₹ ૯.૨૮ કરોડ[૩] |
સોનિયા ગાંધી (ઉચ્ચાર (મદદ·માહિતી); જન્મ નામ એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો[૧]; ૯ ડિસેમ્બર ૧૯૪૬) ઈટાલીયન મૂળના ભારતીય રાજકારણી છે. નહેરુ-ગાંધી કુટુંબના સભ્ય એવા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ) પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. ૧૯૯૮માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા પછી તેઓ ૧૯ વર્ષો સુધી પક્ષના પ્રમુખ રહ્યા, જે દરમિયાન કોંગ્રેસ પક્ષે મધ્યમ-ડાબેરી નિતીઓ તરફ વલણ અપનાવ્યું હતું.[lower-alpha ૧]
તેમનો જન્મ વિસેન્ઝા, ઈટલી નજીકના નાના ગામમાં થયો હતો અને રોમન કેથલીક ખ્રિસ્તી કુટુંબમાં ઉછેર થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ ગયા અને ૧૯૬૮માં રાજીવ ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. પછીથી તેમણે ભારતીય નાગરિકતા સ્વિકારી અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઘરમાં રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન અને તેમના પતિના વડાપ્રધાન પદ દરમિયાન તેઓ મોટાભાગે જાહેરજીવનથી દૂર રહ્યા હતા.
તેમના પતિની હત્યા પછી કોંગ્રેસના નેતાઓએ તેમને સરકારમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૯૭માં છેવટે તેઓ રાજકારણમાં જોડાયા અને પક્ષના પ્રમુખ તરીકે નામાંકિત થઇને ચૂંટાયા હતા.[lower-alpha ૨] તેમના નેતૃત્વ નીચે કોંગ્રેસ પક્ષે ૨૦૦૪માં અન્ય મધ્ય-ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર રચી હતી. યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (UPA)ની રચના અને વિસ્તાર માટે તેમને યશ અપાય છે અને ૨૦૦૯માં પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં આવી. તેમણે ફરીથી કોઇ પદ સ્વિકાર્યું નહી પરંતુ પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહ્યા અને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં રહ્યા.[lower-alpha ૩]
UPA સરકારના બીજા શાસનના પાછલા ભાગમાં તેમણે સક્રિય રાજકારણમાં રસ લેવાનો ઓછો કર્યો. અત્યાર સુધી પાંચ વિદેશમાં જન્મેલા નેતાઓ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, તેમ છતાં ૧૯૪૭ પછી વિદેશમાં જન્મેલા અને પ્રમુખ રહેલા પ્રથમ નેતા હતા.[૧૫] તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, મનરેગા જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી તેમજ બોફોર્સ કૌભાંડ અને નેશનલ હેરાલ્ડ કેસ જેવી બાબતોમાં સંડોવાયા હતા. તેમના વિદેશી કુળમાં જન્મનો મુદ્દો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બન્યો છે.[lower-alpha ૪] તેઓ સરકારમાં કોઇ જાહેર પદ પર ન રહ્યા હોવા છતાં દેશના શક્તિશાળી નેતાઓમાંના એક તેમજ વિશ્વના પણ શક્તિશાળી નેતાઓમાંના એક ગણાય છે.[lower-alpha ૫]
નોંધ
[ફેરફાર કરો]- ↑ Sources describing Gandhi's advocacy for a center-left position and the party's reaffirmation to the Ideology.[૪][૫][૬][૭]
- ↑ Sources describing Gandhi's initial reluctance and eventual election. [૮][૯][૧૦]
- ↑ Sources describing Gandhi's leadership of the UPA and declining the premiership.[૧૧][૧૨][૧૩][૧૪]
- ↑ Sources discussing the welfare schemes and controversies.[૧૬][૧૭][૧૮][૧૯]
- ↑ Sources discussing the listing. [૨૦][૨૧][૨૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ FPJ Web Desk (April 23, 2020). "Is Sonia Gandhi's real name Antonia Maino? 3 facts and 2 fake stories about interim Congress president". freepressjournal.in. The Free Press Journal. મેળવેલ 23 April 2020.
Her real name: Sonia Gandhi was born Edvige Antonia Albina Maino in 1946.
- ↑ "Did you know Sonia Gandhi acquired Indian citizenship in 1983?". MidDay. December 9, 2019. મેળવેલ April 24, 2020.
- ↑ "Sonia Gandhi files papers, shows six-fold hike in assets". The Times of India.
- ↑ "Sonia Gandhi retires as Congress president, to remain active in politics". The Indian Express. ૧૫ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Chowdhary, Neerja (૧૬ ડિસેમ્બર ૨૦૧૭). "As Sonia Gandhi makes way". The Indian Express. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Naqshbandi, Aurangzeb (૧૬ ડિસેમ્બર ૨૦૧૭). "Sonia Gandhi's 19 years as Congress president: From husband Rajiv's death to son Rahul's elevation". Hindustan Times. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Chandra, Rina (૧૪ એપ્રિલ ૨૦૦૯). "Sonia Gandhi keeps Congress hopes alive in India polls". Reuters. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Weinraub, Bernard (૨૪ મે ૧૯૯૧). "Assassination In India; Sonia Gandhi Declines Invitation To Assume Husband's Party Post". The New York Times. મેળવેલ ૨૫ મે ૨૦૧૪.
- ↑ "Sonia Gandhi re-elected Congress President". Outlook. ૨૫ માર્ચ ૨૦૦૫. મેળવેલ ૨૧ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "Sonia Gandhi Biography". Elections in India. મેળવેલ ૨૪ મે ૨૦૧૪.
- ↑ "Fourth time in a row, Sonia Gandhi is Congress chief". The Times of India. ૪ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૫ મે ૨૦૧૪.
- ↑ Robinson, Simon. "India's Most Influential". Time. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "Sonia: and yet so far". The Economist. ૨૦ મે ૨૦૦૪. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "Profile: Sonia Gandhi". BBC. ૧૬ મે ૨૦૧૪. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "On being foreign and being nationalist". Chennai, India: Frontline Magazine. ૨૨ મે – ૪ જૂન ૧૯૯૯. મૂળ માંથી 2014-05-22 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૦.
- ↑ Roy, Aruna (૧૫ ડિસેમ્બર ૨૦૧૭). "Movements and governments". The Indian Express. મેળવેલ ૧૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "End of the longest regency". Outlook. ૪ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ Religioscope: India: politics of renunciation, traditional and modern – Analysis સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૬ ના રોજ વેબેક મશિન; retrieved 9 December 2011.
- ↑ Ramaseshan, Radhika (૩૦ ઓગસ્ટ ૨૦૦૨). "BJP sees Gujarat ammo in Sonia origins". The Telegraph. Calcutta, India. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૦.
- ↑ Manoj, CL (૧૩ ઓક્ટોબર ૨૦૧૭). "The Sonia Gandhi years and what Rahul Gandhi can learn". The Times of India. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ Riedel, Bruce (૨૪ જૂન ૨૦૧૨). "Sonia Gandhi Health Mystery Sets India Leadership Adrift". The Daily Beast. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૭.
- ↑ Richard Sandbrook; Ali Burak Güven (૧ જૂન ૨૦૧૪). Civilizing Globalization, Revised and Expanded Edition: A Survival Guide. SUNY Press. પૃષ્ઠ ૭૭–. ISBN 978-1-4384-5209-8.