હિમલર હેનરિક
હિમલર હેનરિક | |
---|---|
હિમલર હેનરિક, 1942 | |
જન્મની વિગત | 7 October 1900 મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય |
મૃત્યુ | 23 May 1945 લૂનબર્ગ, જર્મની | (ઉંમર 44)
રાજકીય પક્ષ | નૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP) |
જીવનસાથી | માર્ગારેટ હિમલર (લ. 1928) |
હસ્તાક્ષર | |
હિમલર હેનરિક (જ. ૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ના રોજ જર્મનીના મ્યૂનિક શહેરમાં થયો હતો. ૧૯૨૫માં તેઓ નાઝી પક્ષમાં જોડાયા અને ૧૯૨૯માં તેમની એસ. એસ. રક્ષક દળના વડા તરીકે નિયુક્તિ થઈ. આ દળ મુખ્યત્વે એડોલ્ફ હિટલરના અંગત રક્ષણ માટે કાર્યરત હતું, પરંતુ હિમલરે આ દળને નાઝી પક્ષના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો આકાર આપ્યો હતો.[૧]
તેઓ ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) સંચાલન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તેઓ આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમણે આત્મહત્યા દ્વારા પોતાના જીવનનો અંત આણ્યો.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ચોક્સી, મહેશ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૨૧.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |