લખાણ પર જાઓ

થોળ પક્ષી અભયારણ્ય

વિકિપીડિયામાંથી
થોળ પક્ષી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર
Map showing the location of થોળ પક્ષી અભયારણ્ય
Map showing the location of થોળ પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન
સ્થળથોળ
નજીકનું શહેરઅમદાવાદ
અક્ષાંશ-રેખાંશ23°13′16″N 72°37′58″E / 23.22111°N 72.63278°E / 23.22111; 72.63278
સ્થાપના૧૯૮૮
નિયામક સંસ્થાForest Department of Gujarat

થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલો સંરક્ષિત વિસ્તાર છે તેમજ રામસર સ્થળ છે, જેને વિશેષત: પક્ષીઓ માટેના અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે, જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે, જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

થોળ તળાવ

[ફેરફાર કરો]
થોળ તળાવ
થોળ ગામ અને થોળ પક્ષી અભયારણ્યનો નક્શો
સ્થાનથોળ ગામ, કલોલ, ગુજરાત
તળાવ પ્રકારકૃત્રિમ
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર15,500 hectares (38,000 acres)
બેસિન દેશોભારત
સપાટી વિસ્તાર699 hectares (1,730 acres)
પાણીનો જથ્થો84 million cubic metres (3.0×10^9 cu ft)

થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે.[] આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ તળાવનું બાંધકામ ૧૯૧૨માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે.[]

લાક્ષણિકતાઓ

[ફેરફાર કરો]

તળાવની સંગ્રહ ક્ષમતા ૮૪૦ લાખ ક્યુબિક મીટર ‍‍(૩ x ૧૦9 ક્યુબિક ફીટ) છે. તેનો પાણી વિસ્તાર ૬૯૯ હેક્ટર (૧,૭૩૦ એકર) છે.[] તળાવના કાંઠાનો વિસ્તાર ૫.૬૨ કિમી છે અને પાણી છીછરું છે.[]

જીવસૃષ્ટિ

[ફેરફાર કરો]

પક્ષીઓ

[ફેરફાર કરો]

થોળ તળાવ એ ચોમાસાંની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓનું સરસ નિવાસસ્થાન ગણાય છે. અહીં ૧૫૦ જાતિના પક્ષીઓ જેમાં ૬૦ ટકા (૯૦ જાતિઓ) પાણીનાં પક્ષીઓ છે જેઓ મોટાભાગે શિયાળામાં નિવાસ કરે છે. આમાં મુખ્યત્વે સુરખાબનો સમાવેશ થાય છે.[] એક સમયે અહીં ૫ થી ૬ હજાર જેટલાં સુરખાબો જોવા મળ્યા હતા.[] સારસ, જે સૌથી ઉંચુ ઉડતું પક્ષી છે, તેના માળાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે.[]

IUCN વર્ગીકરણ પ્રમાણે અહીં અસંખ્ય પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જેમાં ઓછી ચિંતાજનક સ્થિતિથી માંડીને વિલુપ્ત થઇ રહેલાં પક્ષીઓનો સમાવેશ થાય છે.[]

પ્રાણીઓ

[ફેરફાર કરો]

નીલગાય (રોઝડાં), ઝરખ, વરૂ, શિયાળ અને કાળિયાર આ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ છે.[]

વનસ્પતિ

[ફેરફાર કરો]
તળાવની આજુ-બાજુ રહેલ વૃક્ષો

તળાવના પરિઘમાં રહેલા વૃક્ષો સિવાય અહીંના વિસ્તારમાં તરતી વનસ્પતિઓ પણ આવેલી છે, જેમાં લીમડો અને અન્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓ દુષ્કાળનો સામનો કરી શકે એ પ્રકારની હોવાનું જણાયું છે.[][]

અભયારણ્યના ગામો

[ફેરફાર કરો]

'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નીચે છે.[]

ક્રમ ગામનું નામ તાલુકા અને જિલ્લાનું નામ
અધાણા તા. કલોલ, જિ. ગાંધીનગર
જેઠલજ તા. કલોલ, જિ. ગાંધીનગર
ભીમાસણ તા. કલોલ, જિ. ગાંધીનગર
કરોલી તા. કલોલ, જિ. ગાંધીનગર
હાજીપુર તા. કલોલ, જિ. ગાંધીનગર
થોળ તા. કડી, જિ. મહેસાણા
સેડફા તા. કડી, જિ. મહેસાણા

અને આ સાથે થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તારની સરહદ નીચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે[].

ક્રમ અક્ષાંશ રેખાંશ ક્રમ અક્ષાંશ રેખાંશ
72° 23' 41.632" (પૂર્વ) 23° 6'46.768 (ઉત્તર) 72° 24' 44.829 (પૂર્વ) 23°10'13.868 (ઉત્તર)
72° 25' 46.537 (પૂર્વ) 23° 7'23.694 (ઉત્તર) 72°24' 35.634 (પૂર્વ) 23° 9'37.192 (ઉત્તર)
72° 26' 7.968" (પૂર્વ) 23° 8'20.877 (ઉત્તર) 72° 23' 32.662 (પૂર્વ) 23° 9'11.908 (ઉત્તર)
72° 26' 9.038 (પૂર્વ) 23° 9'11.828 (ઉત્તર) ૧૦ 72°22'38.306 (પૂર્વ) 23°9'44.971 (ઉત્તર)
72°25' 39.787 (પૂર્વ) 23°9'51.211 (ઉત્તર) ૧૧ 72° 22' 39.573 (પૂર્વ) 23°8'30.786 (ઉત્તર)
72° 25' 14.122 (પૂર્વ) 23°10'32.227 (ઉત્તર) ૧૨ 72°22' 47.708 (પૂર્વ) 23°7'37.797 (ઉત્તર)
થોળ પક્ષી અભયારણ્યના આકર્ષણ

સ્થાનિક ભૂગોળ

[ફેરફાર કરો]

થોળ તળાવનો કુલ વિસ્તાર ૧૫,૫૦૦ હેક્ટર (૩૮,૦૦૦ એકર) છે.[] તળાવ મહેસાણા જિલ્લાના અંશત: સૂકાં વિસ્તારમાં આવેલું છે.[]

આ વિસ્તારનું વાતાવરણ ત્રણ ઋતુઓ ધરાવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસુ. તળાવના વિસ્તારનો કુલ સરેરાશ વરસાદ ૬૦૦ મિમિ (૨૪ ઇંચ) છે, જ્યારે ન્યૂનતમ વરસાદ ૧૦૦ મિમિ (૩.૯ ઇંચ) અને મહત્તમ વરસાદ ૮૦૦ મિમિ (૩૧ ઇંચ) છે. મહત્તમ તાપમાન ૪૩ સે. (૧૦૯ ફે) અને ન્યનતમ તાપમાન ૮ સે (૪૬ ફે) નોંધાયેલ છે.[]

થોળ તળાવ કલોલથી ૨૦ કિમીના અંતરે અને અમદાવાદથી ૪૦ કિમીના અંતરે ઉત્તર-પશ્ચિમમાં અને મહેસાણાથી ૭૫ કિમીના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું છે[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ "Thol Lake Wildlife Sanctuary". BirdLife International. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૧૫.
  2. "Draft Notification declaring the area around Thol Wildlife Sanctuary, Gujarat as Eco-Sensitive Zone". Ministry of Environment and Forests. ૬ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-03.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Status of Lifeforms of Angiosperms Found at 'Thol Lake Wildlife Sanctuary' (North Gujarat) in Comparison of Normal Biological Spectrum (NBS)" (pdf). International Journal Of Scientific Research. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૧૫.
  4. Rahmani & Islam 2004, p. 402.
  5. ૫.૦ ૫.૧ ભારત સરકાર (૧૮-ઓક્ટોબર-૨૦૧૩). "ઔડાની વેબસાઇટ પર મુકાયેલી ગેઝેટની કોપી" (PDF). ભારત સરકાર. મૂળ (PDF) માંથી 2015-03-20 પર સંગ્રહિત. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૫. Check date values in: |date= (મદદ)

પૂરક વાચન

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]