લખાણ પર જાઓ

ઢાંચો:Potd/૨૦૦૬-૦૨

વિકિપીડિયામાંથી

| | | | | | | | | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ૧૯ | ૨૦ | ૨૧ | ૨૨ | ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ | ૨૭ | ૨૮

સૂર્યોદય સમયે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર. વારંવાર ઇસ્લામિક આક્રાંતાઓના વિધ્વંસ પછી તેનો છેલ્લો જિર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીની દેખરેખ હેઠળ થયો.
ચિત્ર -- મથાળું


અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં 'ગુજરાતી રાણીના સેવક' કવીશ્વર દલપતરામનું પૂતળું.
ચિત્ર -- મથાળું


૭મી સદીની, અકોટા કાંસ્યની બનેલી જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની મૂર્તિ
ચિત્ર -- મથાળું


નવરાત્રીમાં અંબાજી મંદિરના પટાંગણ એટલે કે ચાચર ચોકમાં ગરબે રમતી યુવતીઓ.
ચિત્ર -- મથાળું


મહાગુજરાતની ચળવળ વખતે અમદાવાદમાં જૂના કોંગ્રેસ ભવન ખાતે ૮મી ઑગષ્ટ ૧૯૫૬ના રોજ ગોળીબાર થયો હતો. તે સ્થળે શહીદોની યાદમાં બનાવેલું એક સ્મારક.
ચિત્ર -- મથાળું


વિશ્વની સૌથી મોટી વ્યાવસાયિક ઇમારત સુરત ડાયમંડ બુર્સનું વિહંગદૃશ્ય.
ચિત્ર -- મથાળું


રાજાબાઇ ટાવર - બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્થાપક ગુજરાતી શેઠ પ્રેમચંદ રાયચંદે પોતાની માતાના નામે બંધાવેલો ઘડિયાળનો ટાવર.
ચિત્ર -- મથાળું


પાલીતાણામાં આવેલ શેત્રુંજય પર્વત પરનાં જૈન દેરાસરો. એક અનુમાન મુજબ આ પર્વત પર ૮૬૫ જૈન દેરાસરો આવેલાં છે.
ચિત્ર -- મથાળું


જૂનાગઢ રાજ્યના બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીયને સમર્પિત જૂનાગઢ સ્થિત મકબરો.
ચિત્ર -- મથાળું


૧૬મી સદીમાં મુઘલો વિરુદ્ધના ભુચર મોરીના યુદ્ધમાં વીરગતિ પામેલા નવાનગરની સેનાના યોદ્ધાઓનાં સ્મારક અને પાળિયા. આ યુદ્ધ 'સૌરાષ્ટ્રનું પાણીપત યુદ્ધ' તરીકે પણ ઓળખાય છે.
ચિત્ર -- મથાળું


ભવનાથના મેળામાં સાધુ-સંતો
ચિત્ર -- મથાળું


ભારત-પાકિસ્તાનની સીમા પરના નડાબેટ ખાતે "સીમા અશ્વ મહોત્સવ ૨૦૧૭" દરમિયાન અશ્વ સવારીનું દિલધડક દૃશ્ય
ચિત્ર -- મથાળું


ભવાઇ ભજવતાં પુરુષ કલાકારો નર અને નારીના રૂપમાં. અસાઈત ઠાકરે માતાજીની ભક્તિ કરવા આ લોકનાટ્યની શરૂઆત કરી હતી.
ચિત્ર -- મથાળું


જૂનાગઢ નજીક ડાંગરના ખેતરમાં કામ કરતી મહિલાઓ.
ચિત્ર -- મથાળું


સોલંકી વંશના સમયમાં બનાસકાંઠામાં બાંધવામાં આવેલલ્ કુંભારિયાના એક દેરાસરનો આંતરિક ભાગ, જે બારીક કોતરણીથી બનેલા સ્તંભો, તોરણો, અને છત્રથી ભરપૂર છે.
ચિત્ર -- મથાળું


અમદાવાદના સાબરમતી આશ્રમ (બોલચાલમાં ગાંધી આશ્રમ)નો પ્રવેશ માર્ગ.
ચિત્ર -- મથાળું


૧૮૦૯માં રોબર્ટ ગ્રિંડલેએ દોરેlલું જામા મસ્જિદ, અમદાવાદનું એક ચિત્ર.
ચિત્ર -- મથાળું


કવાંટના મેળા સમયે રાઠવા આદિવાસી મહિલાઓનો સમૂહ.
ચિત્ર -- મથાળું


દક્ષિણ ગુજરાતના વ્યારા પાસે આવેલા કાકરાપાર અણુશક્તિ મથકનું વિહંગાવલોકન
ચિત્ર -- મથાળું


ગુજરાતમાં સર્વત્ર જોવા મળતું અને કૃષ્ણને પ્રિય એવું કદંબનું ફૂલ
ચિત્ર -- મથાળું


સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા ૧૨મી સદીમાં મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલું તારંગા ખાતેનું જૈન ધર્મના બીજા તીર્થંકર અજિતનાથનું દેરાસર.
ચિત્ર -- મથાળું


પાટણમાં આવેલી રાણકી વાવમાં કંડારેલી પરશુરામની હજાર વર્ષ જૂની એક મૂર્તિ.
ચિત્ર -- મથાળું


સૂર્યાસ્ત સમયે કચ્છમાં ઘુડખરોનું એક જૂથ.
ચિત્ર -- મથાળું


જેને ગુજરાતનાં રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે તે બળા નામનું પક્ષી, જેને ભૂલમાં ઘણી વખત સુરખાબ કહેવામાં આવે છે.
ચિત્ર -- મથાળું


ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતા તરણેતરના મેળામાં સજાવેલી એક રંગબેરંગી છત્રી.
ચિત્ર -- મથાળું


પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન રાજપથ પરથી પસાર થતો ગુજરાતનો ટેબ્લો
ચિત્ર -- મથાળું


લોચો - સુરતની એક વાનગી. આ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. એક ગુજરાતી કહેવત મુજબ 'કાશીનું મરણ ને સુરતનું જમણ' શ્રેષ્ઠ છે.
ચિત્ર -- મથાળું


સિદ્ધહેમશબ્દાનુશાસનની હસ્તપ્રત. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત આ ગ્રંથ ગુજરાતી ભાષાની પુરોગામી ભાષા એવી અપભ્રંશનો એકમાત્ર વ્યાકરણગ્રંથ છે. આ સિવાય સંસ્કૃત અને અન્ય છ ભાષાના વ્યાકરણનો પણ આ ગ્રંથ સમાવેશ કરે છે.
ચિત્ર -- મથાળું