ઓગસ્ટ ૮

વિકિપીડિયામાંથી

૮ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયનો રાજ્યાભિષેક થયો, વિજયનગર સામ્રાજ્યના પુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.
  • ૧૮૭૬ – થૉમસ ઍડિસનને તેમના મિમોગ્રાફ (નકલ કરવાનું યંત્ર) માટે પેટન્ટ અધિકારો મળ્યા.
  • ૧૯૨૯ – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.
  • ૧૯૪૨ – અખીલ ભારતીય કોંગ્રેસ કમિટિના મુંબઇ અધિવેશનમાં ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમણે સંપૂર્ણ ભારતમાં અસહકાર આંદોલન શરૂ કરવામાં અગ્રીમ ભાગ ભજવ્યો.
  • ૧૯૪૭ – પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ આપી.
  • ૧૯૪૯ – ભૂતાનને સ્વતંત્રતા મળી.
  • ૧૯૭૪ – રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને રાષ્ટ્રવ્યાપી ટેલિવિઝન સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી.
  • ૧૯૯૦ – ઈરાકે કુવૈત પર કબજો જમાવ્યો જે ખાડી યુદ્ધમાં પરિણમ્યું.
  • ૨૦૦૮ – ચીનના બેઇજિંગમાં ૨૯મા ગ્રીષ્મ ઓલમ્પિકનો શુભારંભ થયો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૦૩ – નગીનદાસ પારેખ, ગુજરાતી વિવેચક, સંપાદક તેમજ અનુવાદક (અ. ૧૯૯૩)
  • ૧૯૧૩ – અમૃતલાલ યાજ્ઞિક, વિવેચક, જીવનવૃતાંત લેખક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક
  • ૧૯૧૫ – ભીષ્મ સાહની, ભારતીય લેખક, હિન્દી નાટ્યકાર અને અભિનેતા (અ. ૨૦૦૩)
  • ૧૯૪૦ – દિલીપ સરદેસાઇ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૭)
  • ૧૯૫૨ – સુધાકર રાવ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૬૮ – અભય કુરુવિલ્લા, ભારતીય ક્રિકેટર
  • ૧૯૭૩ - શેન લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
  • ૧૯૭૭ - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટર
  • ૧૯૮૧ - રોજર ફેડરર, સ્વિસ ટેનિસ ખેલાડી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૧૭ – ટ્રાજન, રોમન સમ્રાટ (જ. ૫૩)
  • ૧૯૪૮ – યેલ્લાપ્રગડ સુબ્બારાવ, ભારતીય વિજ્ઞાનિક (જ. ૧૮૯૫)
  • ૨૦૦૩ – બંસીલાલ વર્મા, ચિત્રકાર અને વ્યંગચિત્રકાર (જ. ૧૯૧૭)
  • ૨૦૦૫ – અહમદ દીદાત, ગુજરાતી મૂળના એક દક્ષિણ અફ્રિકન લેખક અને સાર્વજનિક વક્તા (જ. ૧૯૧૮)
  • ૨૦૧૧ – ચંદ્રશેખર વિજય, જૈન સાધુ, વિદ્વાન અને લેખક (જ. ૧૯૩૪)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]