એપ્રિલ ૧૩

વિકિપીડિયામાંથી

૧૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
  • ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
  • ૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ : રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૩૭૯ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
  • ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઈ.
  • ૧૯૭૦ – 'એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
  • ૧૯૭૪ – 'વેસ્ટર્ન યુનિયને', નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,'વેબસ્ટાર ૧' નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • 'લાઓ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'થાઇ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]