ઓક્ટોબર ૨૯

વિકિપીડિયામાંથી

૨૯ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૮૭ – મોઝાર્ટના ઓપેરા ડોન જીઓવાન્નીનું પ્રાગમાં પ્રથમ જાહેર પ્રદર્શન યોજાયું.
  • ૧૮૬૩ – જીનીવામાં યોજાયેલા અઢાર દેશોના સંમેલનમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસની રચના કરવા સંમતિ સધાઈ.
  • ૧૯૨૩ – ઓટ્ટોમન સામ્રાજ્યના વિસર્જન બાદ તુર્કી પ્રજાસત્તાક બન્યું.
  • ૧૯૪૧ – પેરાશુટ રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૬૯ – ARPANET પર સૌપ્રથમ કમ્પ્યુટર-થી-કમ્પ્યુટર કડી સ્થાપિત કરવામાં આવી.
  • ૧૯૯૯ – ભારતના ઓડિશામાં ભીષણ ચક્રવાતે વિનાશ વેર્યો.
  • ૨૦૦૫ – ભારતમાં દિલ્હી ખાતે બોમ્બ વિસ્ફોટોમાં ૬૦થી વધુ લોકો માર્યા ગયા.
  • ૨૦૦૮ – પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભૂકંપના ઝટકા આવ્યા, જેમાં ૨૦૧૫ લોકોના મોત થયા.
  • ૨૦૧૫ – ચીને ૩૫ વર્ષ બાદ પોતાની એક સંતાનની નીતિનો અંત લાવવાની જાહેરાત કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]