જુલાઇ ૧૭

વિકિપીડિયામાંથી

૧૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૨ – વિલિસ કેરિયરે બફેલો, ન્યૂ યોર્ક ખાતે પ્રથમ એર કન્ડિશનર બનાવ્યું.
  • ૧૯૧૭ – રાજા જ્યોર્જ પાંચમાએ એક ઘોષણા પત્ર દ્વારા બ્રિટિશ રોયલ પરિવારના પુરુષ વંશજોને વિન્ડસર અટક ધારણ કરવા ફરમાન કર્યું.
  • ૧૯૧૯ – ફિનલેન્ડ પ્રજાસત્તાકમાં સરકારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી. આ કારણોસર, ૧૭ જુલાઈને ફિનલેન્ડમાં લોકશાહી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
  • ૧૯૫૫ – વોલ્ટ ડિઝનીએ કેલિફોર્નિયાના એનાહીમમાં ડિઝનીલેન્ડ ખુલ્લુ મૂકવામાં આવ્યું.
  • ૧૯૭૫ – એપોલો–સોયુઝ પરિયોજના: અમેરિકન એપોલો અને સોવિયેત સોયુઝ અવકાશયાન ભ્રમણકક્ષામાં સંયુક્ત રીતે છોડવામાં આવ્યા.
  • ૧૯૮૪ – અમેરિકામાં મદ્યપાન અધિકારની વયમર્યાદા ૧૮થી વધારીને ૨૧ કરવામાં આવી.
  • ૧૯૯૬ – તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી કે મદ્રાસની રાજ્યની રાજધાની આજથી ચેન્નાઈ તરીકે ઓળખાશે.
  • ૧૯૯૮ – એક રાજદ્વારી પરિષદમાં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના રોમ કાયદાને અપનાવામાં આવ્યો. જેમાં વ્યક્તિઓ પર નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ અપરાધો અને આક્રમણના ગુના માટે કેસ ચલાવવા માટે કાયમી આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી.
  • ૨૦૦૦ – લોક નાયક જયપ્રકાશ એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન એલાયન્સ એર ફ્લાઇટ ૭૪૧૨ અચાનક પટનાના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું, જેમાં ૬૦ લોકો માર્યા ગયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૭૯૦ – આદમ સ્મિથ, સ્કોટિશ ફિલસૂફ અને આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ તરીકે ઓળખાતા રાજકીય અર્થશાસ્ત્રી (જ. ૧૭૨૩)
  • ૧૯૦૫ – નંદશંકર મહેતા, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો માટે ખ્યાત ગુજરાતી લેખક (જ. ૧૮૩૫)
  • ૧૯૭૨ – ઇન્દુલાલ યાજ્ઞિક, ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર (જ. ૧૮૯૨)
  • ૨૦૦૫ – ડૉ. આઇ. જી. પટેલ, ભારતીય અર્થશાસ્ત્રી અને સનદી અધિકારી, રીઝર્વ બેંકના ગવર્નર (જ. ૧૯૨૪)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]