ઓગસ્ટ ૨૮

વિકિપીડિયામાંથી

૨૮ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૦૯ – મેદિન્નુ પમહિબાને મણિપુરના રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો.
  • ૧૭૮૯ – વિલિયમ હર્શેલને શનિના એક નવા ચંદ્ર (એન્સેલાડસ)ની શોધ કરી.
  • ૧૯૯૮ – પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ "કુરાન અને સુન્નાહ"ને "સર્વોચ્ચ કાયદો" બનાવવા માટે બંધારણીય સુધારો પસાર કર્યો, પરંતુ સેનેટમાં આ બિલનો પરાજય થયો.
  • ૨૦૧૬ – ઇસરોના સ્ક્રેમજેટ એન્જિનનું પ્રથમ પ્રાયોગિક મિશન એર બ્રીધિંગ પ્રોપલ્શન સિસ્ટમની અનુભૂતિ તરફ, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર એસએઆરમાંથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
  • ૨૦૧૭ - ચીન-ભારત સરહદ ગતિરોધ: ચીન અને ભારત બંને ડોકલામમાંથી તેમના સૈનિકોને બહાર કાઢ્યા, જેનાથી વિવાદિત વિસ્તારમાં ચીનના રસ્તાના નિર્માણને લઈને બે મહિનાથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો.
  • ૨૦૨૨ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૧ ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત સ્મારક સંગ્રહાલય વીર બાળક સ્મારક અને સ્મૃતિવન ખુલ્લા મૂકાયા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૯૬ – ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક (અ. ૧૯૪૭)
  • ૧૮૯૬ – ફિરાક ગોરખપુરી, ભારતીય લેખક, વિવેચક (અ. ૧૯૮૨)
  • ૧૯૬૧ – દીપક તિજોરી, ભારતીય અભિનેતા અને દિગ્દર્શક
  • ૧૯૬૬ – પ્રિયા દત્ત, સામાજીક કાર્યકર અને રાજકારણી, (સુનિલ દત્તના પુત્રી)
  • ૧૯૮૩ – લસિથ મલિંગા, શ્રીલંકન ક્રિકેટર

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૭૫ – કરસનદાસ મૂળજી, ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક (જ. ૧૮૩૨)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]