માર્ચ ૩

વિકિપીડિયામાંથી

૩ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૪૫ – ફ્લોરિડાને અમેરિકાના ૨૭મા રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
  • ૧૮૫૭ – બીજું અફીણ યુદ્ધ: ફ્રાંસ અને યુનાઇટેડ કિંગડમે ચીન સામે યુદ્ધની ઘોષણા કરી.
  • ૧૮૭૫ – આઈસ હોકીની સૌપ્રથમ ઇન્ડોર ગેમ મોન્ટ્રીયલ, ક્વિબેક, કેનેડામાં રમાઈ.
  • ૧૮૯૧ – શોશોન નેશનલ ફોરેસ્ટઅમેરિકા અને વિશ્વના પ્રથમ રાષ્ટ્રીય વન તરીકે સ્થાપિત થયું.
  • ૧૯૧૮ – રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું બાલ્ટિક રાષ્ટ્રો, બેલારુસ અને યુક્રેન પર જર્મન નિયંત્રણને સ્વીકારતી બ્રેસ્ટ-લિટોવસ્કની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૩૮ – સાઉદી અરબમાં ખનીજ તેલ મળી આવ્યું.
  • ૧૯૩૯ – ગાંધીજીએ બ્રિટિશ ભારતમાં નિરંકુશ શાસનના વિરોધમાં મુંબઈ ખાતે ભૂખ હડતાળ શરૂ કરી.
  • ૧૯૮૫ – ચિલીના વાલપેરિસો વિસ્તારમાં ૮.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ૧૭૭ લોકો માર્યા ગયા અને લગભગ ૧૦ લાખ લોકો બેઘર થયા.
  • ૧૯૮૬ – ધ ઑસ્ટ્રેલિયા અધિનિયમ ૧૯૮૬ અમલમાં આવ્યો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયા યુનાઇટેડ કિંગડમથી સંપૂર્ણપણે સ્વતંત્ર થયું.
  • ૨૦૦૫ – સ્ટીવ ફોસેટ ઇંધણ રિફિલ કરાવ્યા વિના વિશ્વભરમાં નોન સ્ટોપ વિમાન ઉડ્ડયન કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૨૦૦૫ – માર્ગારેટ વિલ્સનને ન્યુઝીલેન્ડ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર તરીકે ચૂંટાયા, આ સાથે જ ન્યુઝીલેન્ડ દેશના તમામ ઉચ્ચ રાજકીય હોદ્દાઓ પર મહિલાઓનું આધિપત્ય હોય તેવો પ્રથમ દેશ બન્યો.
  • ૨૦૧૩ – પાકિસ્તાનના કરાચીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં શિયા મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં ઓછામાં ઓછા ૪૫ લોકોના મોત થયા અને ૧૮૦ લોકો ઘાયલ થયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૭૦૭ – ઔરંગઝેબ, મુઘલ શાસક (જ. ૧૬૧૮)
  • ૧૯૮૨ – ફિરાક ગોરખપુરી, ભારતીય કવિ અને વિવેચક (જ. ૧૮૯૬)
  • ૨૦૦૨ – જી. એમ. સી. બાલયોગી, ભારતીય વકીલ અને રાજકારણી, લોકસભાના ૧૨મા અધ્યક્ષ (જ. ૧૯૫૧)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]