મે ૧૩

વિકિપીડિયામાંથી

૧૩ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું (Red Fort) બાંધકામ પૂર્ણ થયું.
  • ૧૮૬૧ – ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જ્હોન ટેબેટ દ્વારા ૧૮૬૧ના મહાન ધૂમકેતુની શોધ કરવામાં આવી. (૧૮૬૧નો મહાન ધૂમકેતુ લાંબા ગાળાનો ધૂમકેતુ હતો જે આશરે ૩ મહિના સુધી નરી આંખે દેખાયો હતો.)
  • ૧૮૬૧ – પાકિસ્તાનની (તે સમયે બ્રિટિશ ભારતનો એક ભાગ) કરાચીથી કોત્રી સુધીની પ્રથમ રેલવે લાઇન ખુલ્લી મૂકાઈ.
  • ૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky) ચાર એન્જીન વાળું વિમાન (Aircraft) ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.
  • ૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદના ઉપલું ગૃહની પ્રથમ બેઠક મળી.
  • ૧૯૫૮ – વેલક્રો (Velcro)નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)
  • ૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪, ૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
  • ૧૯૭૧ – ડેમરા હત્યાકાંડમાં ૯૦૦થી વધુ નિઃશસ્ત્ર બંગાળી હિન્દુઓની હત્યા કરવામાં આવી.
  • ૧૯૯૮ – ૧૧ મેના રોજ હાથ ધરવામાં આવેલા ત્રણ પરીક્ષણો બાદ ભારતે પોખરણ ખાતે અન્ય બે પરમાણુ શસ્ત્ર પરીક્ષણો કર્યા. અમેરિકા અને જાપાને ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૫૭ – રોનાલ્ડ રોસ, મલેરિયા રોગની શોધ કરનારા ભારતીય-અંગ્રેજી ચિકિત્સક અને ગણિતશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૩૨)
  • ૧૮૯૩ – હેન્રી મરે,અમેરિકન મનોવૈજ્ઞાનિક અને જીવરસાયણજ્ઞ (અ. ૧૯૮૮)
  • ૧૮૯૬ – પ્રભાશંકર સોમપુરા, ભારતીય સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી (અ. ૧૯૭૮)
  • ૧૯૦૫ – ફખરુદ્દીન અલી અહમદ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૫મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૭૭)
  • ૧૯૧૬ – સચ્ચિદાનંદ રાઉતરાય, ભારતીય ઓરિયા ભાષાના કવિ (અ. ૨૦૦૪)
  • ૧૯૧૮ – તંજાવૂર બાલાસરસ્વતી, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને પ્રશિક્ષક (અ. ૧૯૮૪)
  • ૧૯૩૭ – બહાદુરભાઈ વાંક, ગુજરાતી વાર્તાકાર અને ચિત્રકાર
  • ૧૯૭૦ – હરીશ ચૌધરી, ભારતીય રાજકારણી
  • ૧૯૮૧ – સન્ની લિઓન, ભારતીય-કેનેડિયન અને અમેરિકન અભિનેત્રી
  • ૧૯૮૪ – બેની દયાલ, ભારતીય ગાયક
  • ૧૯૯૧ – મોનલ ગજ્જર, ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૫૯ – બખ્ત ખાન, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન દિલ્હીના પ્રદેશમાં ભારતીય ક્રાંતિકારી દળોના સેનાપતિ (જ. ૧૭૯૭)
  • ૧૯૪૭ – સુકાન્ત ભટ્ટાચાર્ય, ભારતીય કવિ અને નાટ્યકાર (જ. ૧૯૨૬)
  • ૧૯૫૧ – હસરત મોહાની, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને ઉર્દૂ ભાષાના કવિ (જ. ૧૮૭૮)
  • ૨૦૦૧ – આર.કે.નારાયણ (R.K. Narayan), ભારતીય નવલકથાકાર (જ. ૧૯૦૬)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]