જાન્યુઆરી ૬

વિકિપીડિયામાંથી

૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો છઠ્ઠો (લિપ વર્ષ દરમ્યાન પણ છઠ્ઠો ) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૭ – મારિયા મોન્ટેસરીએ ઇટાલીના રોમમાં કામગાર વર્ગના બાળકો માટે પોતાનું પ્રથમ શાળા અને શિશુ દેખભાળ કેન્દ્ર (ડેકેર સેન્ટર) ખોલ્યું.
  • ૧૯૧૨ – ન્યૂ મેક્સિકોને ૪૭મા યુ.એસ. રાજ્ય તરીકે સંઘમાં દાખલ કરવામાં આવ્યું.
  • ૧૯૧૨ – જર્મન ભૂભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ વેજેનરે સૌ પ્રથમ મહાદ્વિપીય વિસ્થાપન (Continental drift) તેમનો સિદ્ધાંત રજૂ કર્યો.
  • ૧૯૨૯ – મધર ટેરેસા દરિયાઈ માર્ગે કલકત્તા પહોંચ્યા.
  • ૧૯૪૬ – વિયેતનામમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ.
  • ૧૯૮૯ – પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવા બદલ સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી; બંનેને તે જ દિવસે ફાંસી આપવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૪૭ – ત્યાગરાજ, ભક્તિમાર્ગી કવિ, કર્ણાટક સંગીતના મહાન સંગીતજ્ઞ (જ. ૧૭૬૭)
  • ૧૮૫૨ – લૂઈ બ્રેઈલ, ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક, "બ્રેઈલ લિપિ"ના શોધક (જ. ૧૮૦૯)
  • ૧૮૮૫ – ભારતેન્દુ હરિશ્ચંદ્ર, ભારતીય લેખક, કવિ અને નાટ્યકાર (જ. ૧૮૫૦)
  • ૧૯૭૧ – પી.સી.સરકાર, ભારતના મશહૂર જાદુગર (જ. ૧૯૧૩)
  • ૧૯૯૧ – સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ), ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)
  • ૨૦૦૮ – પી.કે.સેઠી, જયપુર ફૂટના પ્રણેતા (જ. ૧૯૨૭)
  • ૨૦૧૬ – લાભશંકર ઠાકર, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૫)
  • ૨૦૧૭ – ઓમ પુરી, ભારતીય અભિનેતા (જ. ૧૯૫૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]