ઓગસ્ટ ૧૭

વિકિપીડિયામાંથી

૧૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૩૬ – બ્રિટિશ સંસદે જન્મ, મરણ અને લગ્નની નોંધણી માટેનો કાયદો પસાર કર્યો.
  • ૧૯૪૫ – જ્યોર્જ ઓરવેલની નવલકથા એનિમલ ફાર્મ સૌ પ્રથમ પ્રકાશિત થઈ.
  • ૧૯૪૭ – રેડક્લિફ રેખા, ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થપાયેલી સરહદી વહેંચણી જાહેર કરાઇ.
  • ૧૯૮૨ – જર્મનીમાં જાહેર જનતા માટે પ્રથમ સી.ડી. (CDs) રજુ કરાઇ.
  • ૧૯૮૮ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હક અને અમેરિકાના રાજદૂત આર્નોલ્ડ રાફેલ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા.
  • ૧૯૯૮ – લ્યુઇન્સ્કી કૌભાંડ: અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેપ કરેલી જુબાનીમાં સ્વીકાર્યું કે વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લ્યુઇન્સ્કી સાથે તેમના "અયોગ્ય શારીરિક સંબંધો" હતા; તે જ દિવસે તેમણે રાષ્ટ્ર સમક્ષ સ્વીકાર કર્યો કે તેમણે સંબંધો વિશે "લોકોને ગેરમાર્ગે દોર્યા" હતા.
  • ૨૦૦૮ – અમેરિકન તરવૈયો માઇકલ ફેલ્પ્સ એક ઓલિમ્પિક ગેમ્સમાં આઠ ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ વ્યક્તિ બન્યો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]