લખાણ પર જાઓ

ઇશાવાસ્ય ઉપનિષદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનાં "ईशावास्य उपनिषद्" ને ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૬:૫૧, ૧૦ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

ઇશોપનિષદ શુક્લ યજુર્વેદનો એક્ ઉપનિષદ છે. આ ઉપનિષદ પોતાના નાનકડા કલેવરના કારણે અન્ય ઉપનિષદોની વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આમાં કોઇ કથા-વાર્તા નથી માત્ર આત્મ વર્ણન છે. આ ઉપનિષદના પ્રથમ શ્લોક:‘‘ईशावास्यमिदंसर्वंयत्किंच जगत्यां-जगत…’’ થી અઢારમાં શ્લોક ‘‘अग्ने नय सुपथा राये अस्मान् विध्वानि देव वयुनानि विद्वान्…’’ સુધી દરેક શબ્દોમાં બ્રહ્મવર્ણન, ઉપાસના, પ્રાર્થના વગેરે ઝંકૃત થાય છે. આ ઉપનિષદનો એક જ શ્વર છે— બ્રહ્મ, જ્ઞાન, આત્મ-જ્ઞાન.

પરિચય

અદ્દભૂત કલેવર ધરાવતા આ ઉપનિષદમાં ઇશ્વર સર્વનિર્માતા હોવાની વાત કરવામાં આવી છે અને સમસ્ત બ્રહ્માંડના માલિક તરફ્ અંગૂલિનિર્દેશ કરવામાં આવ્યો છે. સાત્વિક જીવનશૈલીની વાત કરીને અન્ય ધન પર દ્રષ્ટી ન્ કરવા જણાવાયું છે.

આ જગતમાં રહેવા છતાં નિ:સંગ ભાવે જીવન વ્યતિત કરવાનો માર્ગ તેમાં બતાવવામાં આવ્યો છે. તેમાં 'અસુર્યા' નામના લોકનીએ વાત્ આવે છે-- અસુર્યા એટલે કે સૂર્યથી રહિત લોક. જ્યાં સૂર્યના કિરણો કદી પન પહોછી શકતા નથી, જે ગાઢ અંધકારથી ભરેલો છે તે અર્થાત ગર્ભનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ ઉપનિષદમાં કહેવાયું છે કે જે લોકો આત્માને પોતાના 'સ્વ'ને ઓળખતા નથી. આત્માને ઠુકરાવે છે, નકારે છે અને આ રીતે આત્માનો અસ્વીકાર કરીને પૂરું જીવન વિતાવે છે તેઓને મૃત્યુ પછી એ જ્ અંધકારભર્યો લોક-મતલબ અસૂર્યા લોક્-ગર્ભમાં જવું પડે છે. જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર ન્ થાય ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવો પડે છે.

આ રીતે આ ઉપનિષદમાં ઇશ્વરને સર્વનિર્માતા અને પોતાને નિમિત્ત માત્ર માનીને જીવન જીવવાનો ઇશારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આત્માને ન્ ભૂલવાનું પણ કહેવામાં આવ્યું છે.

ત્યાર પછી આત્મતત્વને નિરુપિત કરાયુ છે કે એ અચલ છે, સાથે સથી મનથી પણ વધુ ઝડપે ગતિ કરનાર છે. આ આત્મ(બ્રહ્મ) બધી જ્ ઇન્દ્રીયો કરતાં સૌથી વધુ તેજ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

મૂળ ગ્રંથ

ભાષાંતર