લખાણ પર જાઓ

રામચંદ્ર માંઝી

વિકિપીડિયામાંથી
(रामचंद्र मांझी થી અહીં વાળેલું)
રામચંદ્ર માંઝી
𑂩𑂰𑂧𑂒𑂢𑂹६ 𑂧𑂰𑂖𑂹𑂕𑂲
જન્મની વિગત૧૯૨૫
તાજપુર, છપરા, બિહાર-ઓડિશા રાજ્ય, બ્રિટિશ ભારત
મૃત્યુ૭ સપ્ટેમ્બર ૨૦૨૨
વ્યવસાયનર્તક
નાટ્ય કલાકાર
સક્રિય વર્ષો1935–2022

રામચંદ્ર માંઝી (ભોજપુરી; 𑂩𑂰𑂧𑂒𑂢𑂹६ 𑂧𑂰𑂖𑂹𑂕𑂲 ) (૧૯૨૫ – ૭ સપ્ટેમ્બર ૨૦૨૨) એક ભારતીય ભોજપુરી લોક નર્તક અને નાટ્ય કલાકાર હતા. જેઓ તેમના લવણ્ડા નૃત્ય માટે જાણીતા છે. તેઓ ભીખારી ઠાકુરની નાટ્ય મંડળીના સભ્ય હતા, તેમને ૨૦૧૭માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર[] અને ૨૦૨૧માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[][]

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

રામચંદ્ર માંઝીનો જન્મ ૧૯૨૫માં બિહારના સારણ જિલ્લાના તાજપુરમાં એક દલિત પરિવારમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે, તેઓ ભિખારી ઠાકુરના નાટ્ય મંડળમાં જોડાયા અને તેમના મૃત્યુ સુધી (૧૯૭૧માં) તેમની સાથે કામ કર્યું. તેઓ નાટ્ય મંડળીના સૌથી જૂના સભ્ય હતા.[] સુરૈયા, વહીદા રહેમાન, મીના કુમારી, હેલેન વગેરે, આવા કેટલાય મોટી હસ્તીઓ સામે તેમણે અદ્‌ભૂત પ્રદર્શન આપ્યું છે. ૨૦૧૭માં, માંઝીને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો, ૨૦૧૯માં, તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.[] ૨૦૨૧માં કલાના ક્ષેત્રમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું હતું. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ IGIMS, પટના ખાતે ૯૭ વર્ષની વયે હૃદયરોગના કારણે અવસાન થયું હતું.[]

ફિલ્માંકન

[ફેરફાર કરો]

રામચંદ્ર માંઝીએ "નચ ભિખારી નાચ" નામના લવંડા નૃત્ય પર ૭૨ મિનિટની ડોક્યુમેન્ટ્રીમાં અભિનય કર્યો હતો.[]

સન્માન

[ફેરફાર કરો]


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Shrivastava, Girish. "The fire is still burning". The Hindu.
  2. "Padma Awards 2021 announced". Ministry of Home Affairs. મેળવેલ 26 January 2021.
  3. "Shinzo Abe, Tarun Gogoi, Ram Vilas Paswan among Padma Award winners: Complete list". The Times of India. 25 January 2021. મેળવેલ 25 January 2021.
  4. "लौंडा नाच को राष्ट्रीय पहचान देने की कवायद, भिखारी ठाकुर के इस चहेते कलाकार को मिलेगा संगीत नाटक अकादमी पुरस्कार !". Prabhat Khabar.
  5. "Sangeet Natak Akademi Awards". New Delhi: Sangeet Natak Akademi. મેળવેલ 4 January 2017.
  6. Bhojpuri folk dance exponent Ramchandra Manjhi passes away
  7. Chatarjer, Shoma A. "Naach Bhikari Naach: A Film on the Fading Folk Art of Naach". The Citizen. મૂળ માંથી 2021-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2023-01-07.