અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો
અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો | |
---|---|
અચ્યુત બીબીની મસ્જિદ, ૧૮૬૨ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | દુધેશ્વર, અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°03′20″N 72°34′57″E / 23.055606°N 72.582533°ECoordinates: 23°03′20″N 72°34′57″E / 23.055606°N 72.582533°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જિદ અને કબર |
સ્થાપત્ય શૈલી | ભારતીય ઈસ્લામિક સ્થાપત્ય |
આર્થિક સહાય | ઇમાદ ઉલ મુલ્ક |
પૂર્ણ તારીખ | ૧૪૬૯ |
NHL તરીકે સમાવેશ | ભારતનું રાષ્ટ્રીય સ્મારક ASI સ્મારક ક્રમાંક N-GJ-24 |
અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો, જે સ્થાનિક રીતે શાહી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અમદાવાદ રાજ્યના દૂધેશ્વરમાં સાબરમતી નદીના કિનારે એક મધ્યયુગીન મસ્જિદ અને કબર સંકુલ છે.
ઇતિહાસ અને સ્થાપત્ય
[ફેરફાર કરો]અચ્યુત (અછૂત) બીબીની મસ્જિદનું નિર્માણ ૧૪૬૯માં ઇમાદ ઉલ-મુલ્ક તરીકેનો હોદ્દો ધરાવતા હાજી મલિક બહાઉદ્દીને તેની પત્ની બીબી અચ્યુત કુકી માટે કરાવ્યું હતું. તે મહમદ બેગડાના (૧૪૫૯-૧૫૧૧) મંત્રીઓમાંનો એક હતો. બીબી અચ્યુત કુકી વિશે બહુ ઓછી જાણકારી છે. સંભવતઃ તે રાજવી હરમની એક મહત્ત્વની સભ્ય હતી. મસ્જિદ અને કબર પથ્થરની દિવાલોમાં ઘેરાયેલી છે. પ્રવેશદ્વારમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય સાથે બે કમાનો અને બે મિનારા છે. તેના મોટા વરંડા એક સમયે સાત મિનારાઓથી શણગારવામાં આવતો હતો, જેમાંથી ત્રણ બહારના ભાગમાં અને બે અંદરના પ્રવેશદ્વાર પર અને બે મસ્જિદ પર જ શણગારવામાં આવ્યા હતા. મસ્જિદના મિનારાઓના નીચલા ભાગોને બાદ કરતા, ૧૮૧૯ના કચ્છના રણમાં આવેલા ભૂકંપમાં સાત મિનારા નાશ પામ્યા હતા.[૧][૨]
બીબી અચ્યુત કુકીનો મકબરો મસ્જિદ પરિસરના દક્ષિણ છેડે આવેલો છે. તે બત્રીસ સ્તંભો અને આઠ ગુંબજ સાથેની એક ખુલ્લી છત્રી છે, જેની નીચે અનેક અચિહ્નિત કબરો આવેલી છે. બીબીની ચોક્કસ કબર ઓળખી શકાતી નથી કારણ કે સ્મારક તકતી ગાયબ છે.[૧][૨] ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં આ કબર અને મસ્જિદને ફરીથી ક્ષતિગ્રસ્ત થયા હતા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જમીન દબાણ તેમજ ગેરકાયદે બાંધકામોના અતિક્રમણને કારણે આ વસ્તુસંરચના અસ્તિત્વને જોખમ છે.[૨][૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 284. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Adhesives injected to protect monuments". The Hindu. 2001-02-19. મૂળ માંથી 2014-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-11.
- ↑ "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 December 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.