લખાણ પર જાઓ

અમિત ત્રિવેદી

વિકિપીડિયામાંથી
અમિત ત્રિવેદી
પાર્શ્વ માહિતી
જન્મ (1979-04-08) 8 April 1979 (ઉંમર 45)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
શૈલીસાઉન્ડટ્રેક, ભારતીય સિનેમા સંગીત, ભારતીય પોપ
વ્યવસાયોસંગીતકાર, રેકોર્ડ નિર્માતા, ગાયક, સંગીતવાદક, ગીતકાર
સક્રિય વર્ષો૨૦૦૧–વર્તમાન

અમિત ત્રિવેદી એક ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સંગીતકાર, સંગીતવાદક, ગાયક અને ગીતકાર છે અને તેઓ બોલીવુડ ખાતે કામ કરે છે. એક નાટ્યસંગીત અને જાહેરાત માટેના જિંગલના રચયિતા અને ગેરફિલ્મી ગીતસંગ્રહના નિર્દેશક તરીકે કામ કર્યા બાદ, તેમણે વર્ષ ૨૦૦૮માં હિન્દી ફિલ્મ આમીર માટે સંગીતની રચના કરી ચલચિત્રક્ષેત્રમાં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું,[] અને હિન્દી ફિલ્મ દેવ.ડી (૨૦૦૯)માં તેમના કાર્યને સમીક્ષકો દ્વારા ખૂબ જ વખાણવામાં આવ્યું હતું[][] તેમ જ આ ફિલ્મને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, જે પૈકી વર્ષ ૨૦૧૦નો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ ફિલ્મ દેવ ડી.ના શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન બદલ મળ્યો હતો.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

ત્રિવેદીનો જન્મ બાંદ્રા, મુંબઇ, ભારત ખાતે થયો હતો. તેમનું મૂળ શહેર અમદાવાદ, ગુજરાત છે.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ નાના હતા ત્યારથી તેમને ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક સંગીતનાં સાધનો દ્વારા પ્રભાવિત થયા હતા અને આ ખેંચાણ અમિત ત્રિવેદીને સંગીત સાથે (ખાસ કરીને શાસ્ત્રીય સંગીત) જોડાયા હતા. ૧૯-૨૦ વર્ષની વયે તેમણે સંગીતની રચના કરવા માંડી હતી. કોલેજના દિવસોમાં તે બેન્ડ ઓમ સાથે જોડાયા, જે બાંદ્રા ખાતે સ્થાનિક શો, નાના પાયે સંગીત પાર્ટીઓમાં સંગીત પીરસતું હતું. ટાઈમ્સ મ્યુઝિક દ્વારા તેમના એક શો માટે ખાસ નોંધ લીધી અને તેમના સંગીત આલ્બમને રજુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેમનું નસીબ સોનાની જેમ ચમકયું. જો કે પ્રમોશનના અભાવને કારણે આ આલ્બમ સારી કામગીરી કરી ન શક્યું. અમિત ત્રિવેદીએ રંગભૂમિ (હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી નાટકો), ટેલિવિઝન શો માટે પાર્શ્ચ-સંગીત, કેટલીક મરાઠી ફિલ્મો માટે સંગીત-આયોજન, જીવંત પ્રદર્શન, દાંડિયા શો, ઓરકેસ્ટ્રા વગેરે માટે સંગીત-રચનાનું કાર્ય ચાલુ કર્યું હતું. મેકડોનાલ્ડ્સ અને એરટેલ જેવી વિશાળ કંપનીઓની જાહેરાતનાં જિંગલ માટેની શબ્દ-રચના અને સંગીતનું કાર્ય પણ ત્રિવેદીએ કર્યું.[] સાઉન્ડ એન્જિનિયર અને ઓડિયો ગૅરેજ રેકોર્ડિંગ સ્ટુડિયોના માલિક અરવિંદ વિશ્વકર્મા દ્વારા અમિત ત્રિવેદી માટે સોની બીએમજી સામે રજૂઆત કર્યા બાદ, તેમણે ગેર-ફિલ્મી આલ્બમ માટે સંગીત રચવાનું કરવાનું શરૂ કર્યું. સોની બીએમજી સાથેના બે વર્ષના કરારના ભાગરૂપે, ત્રિવેદીએ અભીજીત સાવંતના જુનૂન માટે કેટલાક ગીતો અને પ્રશાંત તમંગના પ્રથમ આલ્બમમાં એક ગીત બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૪માં મરાઠી ફિલ્મ ઉત્તરાયણ માટે અમર્ત્ય રાહુત સહિત અનેક સંગીતકારોની તેમણે ગોઠવણ કરી હતી.

ફિલ્મ સંગીતનું કાર્ય આખરે તેમની એ રીતે મળ્યું, જ્યારે તેમના મિત્ર અને પાર્શ્ચગાયક શિલ્પા રાવ દ્વારા ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપને અમિત ત્રિવેદીનું નામ સૂચવવામાં આવ્યું. અનુરાગ તેમની આગામી ફિલ્મ માટે અલગ દ્રષ્ટિકોણવાળા નવા સંગીતકારની શોધમાં હતા. ત્રિવેદી સાથે મિટીંગ કર્યા પછી, કશ્યપે તેમને દેવ. ડી. ફિલ્મ માટે સાઉન્ડટ્રેક તૈયાર કરવાની તક આપી હતી. તેની શરૂઆતની પ્રથમ ફિલ્મ હોવા છતાં દેવ. ડી.ના તૈયાર થવામાં વિલંબ થયો હતો અને કેટલાક સમય માટે તે પડી રહી હતી. દેવ. ડી.ના સંગીત માટે સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

કશ્યપ દ્વારા કરવામાં આવેલ ભલામણને કારણે ત્રિવેદીને આગળ ધપવા માટે રાજ કુમાર ગુપ્તા દિગ્દર્શિત સાહસ આમીર માટે સંગીતકાર તરીકે તક મળી હતી. ત્રિવેદી અને ગુપ્તાએ ફિલ્મની કથા સાથે સાઉન્ડટ્રેક ફ્યુઝ બનાવવા પર કામ કર્યું હતું, જેના પરિણામે તેમને ફિલ્મી સંગીતક્ષેત્રે નિર્ણાયક માન્યતા સાંપડી હતી.[][]

વર્ષ ૨૦૦૮ના અંત સુધીમાં, આખરે દેવ.ડી ફિલ્મ ડિસેમ્બર મહિનામાં પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં વિવિધ શૈલીઓ ધરાવતા ૧૮ ટ્રેકનો સમાવેશ છે. ત્રિવેદીને "સાઉન્ડટ્રેકની વિવિધ શૈલીઓના પિતામહ" તરીકે ઓળખાવ્યા. તેમણે સાઉન્ડટ્રેક પર પાંચ ગીતો ગાયા અને એક ("આંખ મિચોલી") ગીત માટે શબ્દો પણ લખ્યા. દેવ. ડી. ફિલ્મના અસામાન્ય સંગીતને મળેલી ખ્યાતિના પ્રતાપે તેમણે "ઇમૉશનલ અત્યાચાર", "સાલી ખુશી", "ઓ પરદેસી" અને અન્ય ઘણા બધા ચાર્ટ-બસ્ટર્સ આપ્યા. તેમણે આર. ડી. બર્મન પુરસ્કાર અને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર માટેનો ફિલ્મફેર પુરસ્કાર -૨૦૧૦,[] એ બંન્ને પુરકારો મેળવ્યા તે પહેલાં, અમિત ત્રિવેદીનું ભારતીય સંગીતકારો માટેનો સૌથી વધુ માન્યતા પ્રાપ્ત નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ મ્યુઝીક ડાયરેક્શન પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્રિવેદીએ વર્ષ ૨૦૦૯માં હિન્દી ફિલ્મ વેક અપ સિડ માટે સ્કોર લખ્યા હતા અને તેમની રચનાઓ પૈકીની એક "ઈકતારા"નો પણ તેના સાઉન્ડટ્રેકમાં સમાવેશ કર્યો હતો. વર્ષ ૨૦૦૯માં ત્રિવેદીને અંશુ શર્મા દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ટીમના ગીત "ગેમ ફોર મોર"ની સંગીતરચના કરવા માટે બોલાવવામાં આવ્યો હતો, જે તે સમયમાં કિંગફિશરના માલિક વિજય માલ્યા (હાલ ભાગેડુ)ની માલિકીની ટીમ હતી. આ સાથે ફિલ્મો માટે સ્કોર લખવામાં ત્રિવેદીએ યુટીવી વિડીયો પર પ્રસારિત રિયાલિટી શો બિગ સ્વિચ માટે ટાઇટલ ટ્રેક પણ લખ્યો હતો.

જીવંત પ્રદર્શન

[ફેરફાર કરો]

અમિત ત્રિવેદીએ તેની પ્રથમ લાઇવ કોન્સર્ટ મૂડ ઈન્ડિગો (આઇઆઇટી બોમ્બે વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર) ખાતે, ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ કરી હતી. આ કોન્સર્ટ ખાતે તોચી રૈના, અમિતાભ ભટ્ટાચાર્ય, કવિતા શેઠ, નિખિલ ડિ'સોઝા, રાજા હસન, અદિતી સિંહ શર્મા અને શ્રીરામ ઐયર પણ તેની સાથે મંચ પર જોવા મળ્યા હતા. ૨૨ નવેમ્બર, ૨૦૧૩ના રોજ આઇઆઇએમ બેંગલોર ખાતે કોક સ્ટુડિયો કોન્સર્ટ યોજાઈ હતી, જેમાં ટોચી રૈના, શ્રીરામ ઐયર, તન્વી શાહ, મિલી નાયર, જગ્ગી સહિત અમિત ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમણે બેકાર્ડી એનએચ૭ વીકએન્ડર (મ્યુઝિક ફેસ્ટિવલ) માટે પણ અભિનય કર્યો, જે પૂણે, દિલ્હી અને હૈદરાબાદમાં ખાતે ઉજવવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૬માં, તેમણે દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ, દિલ્હીના વાર્ષિક ઉત્સવ ક્વો વાડિસમાં પણ સંગીત રજૂ કર્યું. ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેમણે નીતી મોહન, યશિતા શર્મા અને દિવ્યા કુમાર (ગાયક) સાથે આઈઆઈટી ખડગપુરના વાર્ષિક તહેવાર સ્પ્રિંગ ફેસ્ટમાં સંગીત રજૂ કર્યું હતું. તેમણે ૪ માર્ચ ૨૦૧૭ના રોજ ચેમ્બૂર જિમખાના ખાતે સંગીત પ્રદર્શન કર્યું હતું. તેમણે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૧૯ માર્ચ ૨૦૧૭ના રોજ સંગીત કાર્યક્રમ આપ્યો હતો. ૨૬ માર્ચ ૨૦૧૭ના રોજ, તેમણે ગોતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વાર્ષિક ઉત્સવ ઔરા ખાતે, જિનીતા ગાંધી અને દિવ્યા કુમાર (ગાયક) સાથે સંગીત કાર્યક્રમ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એક રાષ્ટ્રપ્રેમના ગીત માટે તેમની તમામ લોકપ્રિય સંગીત શૈલીઓનો સમાવેશ કરી તેમ જ રાષ્ટ્રના જુદા જુદા રાજ્યોના લોક સંગીતના એકીકરણ દ્વારા સંગીતની રચના કરી એકતાને દર્શાવી હતી તેમ જ મિર્ચી મ્યુઝિક એવોર્ડ્સના ઉત્સવમાં તેનો કાર્યક્રમ રજુ કર્યો. તેમણે ૨૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ "કાશીયાત્રા" આઇઆઇટી બીએચયુના વાર્ષિક ફેસ્ટમાં પણ સંગીત કાર્યક્રમ કર્યો હતો. તેમણે ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ કે.જે. સોમૈયા કોલેજ ઓફ એન્જિનિયરીંગ ખાતે તેમના વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર સિમ્ફની માટે સંગીત પ્રદર્શન કર્યું હતું. તેમણે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ "એન્જીફેસ્ટ", (દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો વાર્ષિક ઉત્સવ) ખાતે પણ સંગીત કાર્યક્રમ રજુ કર્યો. તેમણે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ વીઆઇટી યુનિવર્સિટી ખાતે "રિવેરા" કાર્યક્ર્મમાં પણ સંગીત રજુ કર્યું. તેમણે ૧૬ માર્ચ, ૨૦૧૮ના રોજ હિંદુ કોલેજ ખાતે તેમના મહોત્સવ "મક્કા" માટે પણ સંગીત કાર્યક્રમ કર્યો. હાલમાં તેમના જીવંત કાર્યક્રમનું સંચાલન તારસામે મિત્તલ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Why we should applaud Aamir by Raja Sen, Rediff.com, ૫ જુન ૨૦૦૮.
  2. "Dev.D – music review by Amanda Sodhi". Planet Bollywood. ૨૮ ડિસેમ્બર ૨૦૦૮. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૧.
  3. Amit Trivedi’s music in Dev D derives from his musical journey સંગ્રહિત ૨૦૧૨-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન The Indian Express, ૨૧ જાન્યુઆરી ૨૦૦૯.
  4. "My wife handles my money and madness both very well: Amit Trivedi". The Times of India. ૨ માર્ચ ૨૦૧૪. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૪.
  5. "Loved Emosanal Attyachaar? Real voices behind song revealed and you'll be surprised". www.asianage.com/. ૨૦૧૮-૦૩-૦૪. મેળવેલ ૨૦૧૮-૦૪-૧૨.
  6. "Making music, from Aamir to Dev.D". Rediff.com. ૩૧ ડિસેમ્બર ૨૦૦૪. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૧.
  7. "Aamir : Music Review by Joginder Tuteja". Bollywoodhungama.com. મેળવેલ ૧૮ ઓક્ટોબર ૨૦૧૧.
  8. "Aamir – music review by Gianysh Toolsee". Planet Bollywood. ૨૫ મે ૨૦૦૮. મેળવેલ 1૧૮ ઓક્ટોબર ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  9. Amit Trivedi's Interview where he reveals the identity of Rangila and Rasila

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]