લખાણ પર જાઓ

અમૂલ ગર્લ

વિકિપીડિયામાંથી

અમૂલ ગર્લ ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલ દ્વારા ઉપયોગમાં લેવાતા વિજ્ઞાપન (એડવર્ટાઇઝિંગ) માસ્કોટને સંદર્ભિત કરે છે. અમૂલ ગર્લ એ વાદળી વાળ અને અડધા પોની બાંધેલા ટપકાંવાળા પોલ્કા ફ્રોકમાં સજ્જ એક યુવાન ભારતીય છોકરીનું હાથથી દોરેલું કાર્ટૂન છે.[] અમૂલ ગર્લ વિજ્ઞાપનને તેની રમૂજને કારણે ઘણી વખત શ્રેષ્ઠ ભારતીય વિજ્ઞાપન અવધારણાઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે.[]

ઉદ્‌ભવ

[ફેરફાર કરો]

અમૂલની હરીફ બ્રાન્ડ પોલ્સનની બટર-ગર્લના પ્રતિભાવ રૂપે અમૂલ ગર્લનું સર્જન કરવામાં આવ્યું હતું. ૧૯૬૭માં એએસપી (એડવર્ટાઇઝિંગ, સેલ્સ એન્ડ પ્રમોશન)એ અગાઉની એજન્સી એફસીબી ઉલ્કા પાસેથી બ્રાન્ડ પોર્ટફોલિયો મેળવ્યા બાદ આ વિચારની કલ્પના કરવામાં આવી હતી. એજન્સીના માલિક સિલ્વેસ્ટર દા કુન્હા અને તેમના કલા નિર્દેશક (આર્ટ ડાયરેક્ટર) યુસ્ટેસ ફર્નાન્ડિઝ દ્વારા મુંબઈમાં હોર્ડિંગ્સ, બસો અને પોસ્ટરો પર તેનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ માસ્કોટને ૧૯૭૬માં કટોકટી જેવી રાષ્ટ્રીય અને રાજકીય મહત્વની ઘણી ઘટનાઓ પર ટિપ્પણી કરતાં જોવામાં આવ્યું છે.[]

૧૯૬૬માં, અમૂલે જાહેરાત અને વેચાણ પ્રમોશન (એએસપી) નામની જાહેરાત એજન્સીને તેમની જાહેરાત ઝુંબેશ પર કામ કરવા માટે પોતાનું ખાતું આપવાનું નક્કી કર્યું. એજન્સીના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર સિલ્વેસ્ટર દા કુન્હા અને આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડિઝે દેશની દરેક ગૃહિણીનું ધ્યાન ખેંચે તેવું કંઈક બનાવવાનું નક્કી કર્યું.[] ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જીસીએમએમએફ)ના તત્કાલીન ચેરમેન ડૉ. વર્ગીસ કુરિયને બે જરૂરિયાતો સાથે એક તોફાની નાનકડી છોકરીને માસ્કોટ તરીકે સૂચવી હતી. તેમના મતે મેસ્કોટ દોરવું સહેલું હોવું જોઈએ, કારણ કે મોટાભાગની જાહેરાતો આઉટડોર મીડિયાની હશે, જેમાં તે દિવસોમાં હેન્ડ પેઇન્ટિંગની જરૂર પડતી હતી અને હોર્ડિંગ્સમાં વારંવાર ફેરફાર કરવો પડતો હતો.[]

જાન્યુઆરી ૨૦૨૧માં, મિઝોરમની ચાર વર્ષીય બાળ ગાયિકા એસ્થર હનમતેનો અમૂલ ગર્લ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.[] હનમતે એ. આર. રહેમાનના મા તુજે સલામ ગીતને આવરી લેતા એક મ્યુઝિક વીડિયોથી મીડિયા સનસની બની ગઈ હતી, જે ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.[][] પોસ્ટર કેરિકેચરમાં મિઝો પરંપરાગત પોશાકમાં હનમતેને ભારતીય તિરંગો લહેરાવતા દર્શાવવામાં આવી છે, અને તેમાં સૂત્ર આપવામાં આવ્યું છે: "એસ્થરિયલ પર્ફોમન્સ! અમૂલનો શાનદાર સ્વાદ."[]

ઓલિમ્પિક

[ફેરફાર કરો]

અમૂલ ક્રિકેટ વર્લ્ડ કપ અને ફોર્મ્યુલા-વન રેસિંગ સાથે જોડાણ કરતી જોવા મળી હતી. અમૂલ ૨૦૧૨ની ઓલિમ્પિક રમતો માટે ડેરી ઉત્પાદનો માટેની ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક હતી.[]

૨૦૦૧માં અમૂલે ઇન્ડિયન એરલાઇન્સની હડતાલની ટીકા કરતી એક જાહેરાત ઝુંબેશ ચલાવી હતી. બાદમાં એરલાઇન્સ દ્વારા ધમકી આપી હતી કે જ્યાં સુધી જાહેરાતો પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમની ફ્લાઇટ્સ પર અમૂલ બટર આપવાનું બંધ કરી દેશે. ગણેશ ચતુર્થી દરમિયાનની અન્ય એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, ગણપતિ બાપ્પા મોરે ગ્યા (ગણપતિ બાપ્પા વધુ (બટર) લે છે). શિવસેના પાર્ટીએ કહ્યું કે, જો જાહેરાત હટાવવામાં નહીં આવે તો તેઓ આવીને અમૂલની ઓફિસને નષ્ટ કરી દેશે.[૧૦] જુલાઇ ૨૦૧૧માં, સુરેશ કલમાડીની ટીકા કરતી એક જાહેરાતને કારણે પુણેમાં મુશ્કેલી સર્જાઇ હતી, જ્યારે ડિસેમ્બર ૨૦૧૧માં મમતા બેનર્જી પર મજાક ઉડાવતી એક જાહેરાતને કારણે કોલકાતામાં સમસ્યાઓ સર્જાઇ હતી. ત્યાર બાદ માર્ચ ૨૦૧૨માં કોલકાતાને બાદ કરતાં સમગ્ર ભારતમાં બેનરજી સાથેની અન્ય એક એડ રિલીઝ થઈ હતી.[૧૧]

૨૦૧૧માં તેમના વિજ્ઞાપન 'મૈંને ક્યા ખાયા' ("મેં શું ખાધું?", જ્યાં 'ખાવું' શબ્દનો અર્થ ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અંગે સુરેશ કલમાડી માટે હિન્દી ભાષામાં લાંચ લેવાનો અથવા આડકતરી રીતે ગેરકાયદેસર કૃત્યથી ફાયદો ઉઠાવવાનો અર્થ થાય છે,) માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દા કુન્હા આશ્ચર્યચકિત થતા યાદ કરે છે કે "તેઓ દોષી સાબિત થયા હતા, તેઓ જેલમાં હતા, તેમની પાર્ટીએ તેમને છોડી દીધા હતા. પરંતુ પુણેમાં પાર્ટીના કાર્યકરોએ ખરેખર હોર્ડિંગને ફાડી નાખ્યા હતા."

કેટલાક હાસ્યજનક વિરોધ પણ થયા છે. જ્યારે તેઓએ સત્યમ કમ્પ્યુટર સર્વિસીસ લિમિટેડના બદનામ ચેરમેન રામલિંગ રાજુ માટે 'સત્યમ શારમ સ્કૅન્ડલમ' લખ્યું, ત્યારે તેઓ કહે છે, "અમને સત્યમ બોર્ડ તરફથી એક ઔપચારિક પત્ર મળ્યો હતો, જેમાં અમને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી કે, તેમના બધા કર્મચારીઓ અમૂલ બટર ખાવાનું બંધ કરી દેશે!"

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Naqvi, Hena (2007). Journalism And Mass Communication. Upkar Prakashan, 2007. pp. 220 pages 220 pages 220. ISBN 9788174821089. મેળવેલ Feb 18, 2012. {{cite book}}: Check date values in: |accessdate= (મદદ)
  2. "Kerala CM's 'Amul Baby' Dig at Rahul Inspires Amul Ad". AHMEDABAD: Outlook India. Apr 14, 2011. મૂળ માંથી 27 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2012. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)
  3. Transmission System Design. Nirali Prakashan. ISBN 81-85790-96-5.
  4. "Amul.TV :: The Taste of India". મૂળ માંથી 2011-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-17. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. "The Amul girl". Economic Times. Oct 5, 2007. મૂળ માંથી 2012-08-15 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2012. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "'Esthereal': Here's how Amul honoured Mizoram's 4-year-old internet sensation". EastMojo (અમેરિકન અંગ્રેજીમાં). 2021-01-29. મેળવેલ 2021-06-03. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. Ghosh, Raya (1 January 2020). "PM Modi is proud of 4-yr-old Mizoram girl for her rendition of Vande Mataram. Viral post". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2020-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-02. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  8. "4-year-old girl's rendition of 'Maa Tujhe Salaam' has a new fan: PM Modi". The Indian Express (અંગ્રેજીમાં). 2020-11-01. મેળવેલ 2021-06-02. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  9. "Action at amul". Gujarat Cooperative Milk Marketing Federation Ltd. મેળવેલ 14 May 2012. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)
  10. Utterly butterly adorable campaign by Gaurav Sood in The Tribune Spectrum (4 March 2001)
  11. Indrajit Hazra, Jest like that: Girl with the Amul tattoo સંગ્રહિત જૂન ૩૦, ૨૦૧૨ ના રોજ વેબેક મશિન, July 01, 2012, Hindustan Times, Retrieved July 01, 2012

બાહ્ય કડી

[ફેરફાર કરો]