શિવસેના

વિકિપીડિયામાંથી
શિવસેનાનું ચૂંટણી પ્રતિક
શિવસેનાનું ચૂંટણી પ્રતિક

શિવસેના (અનુવાદ:શિવાજી ની સેના) એ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન છે. રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ ૧૯ જૂન ૧૯૬૬ના રોજ તેની સ્થાપના કરી હતી.[૧] આ પક્ષ મૂળ બોમ્બે (હાલના મુંબઈ) ના એક આંદોલનમાંથી ઉભર્યો હતો, જે શહેરમાં સ્થળાંતર કરતા મહારાષ્ટ્રીયન લોકો માટે અધિમાનની માંગ કરતો હતો. શિવસેનાના સભ્યોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે.

જોકે પાર્ટીનો પ્રાથમિક આધાર હજી મહારાષ્ટ્રમાં છે, પરંતુ તેણે સંપૂર્ણ ભારત સુધી વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો છે. ૧૯૭૦ના દાયકામાં તે ધીરે ધીરે માત્ર મરાઠી તરફી વિચારધારાની હિમાયત કરવાને બદલે એક વ્યાપક હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને સમર્થન આપવા તરફ પ્રયાણ કર્યું, કારણ કે તેણે પોતાનું ભારતીય જનતા પાર્ટી સાથે ગઠન કર્યું હતું.[૨] પાર્ટીએ શરૂઆતથી જ મુંબઈ (બીએમસી) મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ૧૯૮૯માં તેણે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ સાથે જોડાણ કર્યું, જે બાદમાં ઓક્ટોબર ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં અસ્થાયી ધોરણે તૂટી ગયું હતું. ગઠબંધનમાં ઝડપથી સુધારો થયો અને શિવસેના ડિસેમ્બર ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનો ભાગ બની ગઈ. ૧૯૯૮થી ૨૦૧૯ સુધી તે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણમાં (એનડીએ) તે ગઠબંધન ભાગીદાર રહી, જેમાં ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન વાજપેયી સરકાર અને ૨૦૧૪-૧૯ દરમિયાનની નરેન્દ્ર મોદી સરકારનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ભાજપ સાથે તે ચૂંટણી લડી પરંતુ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેનામાંથી દાવેદાર કરવાનો આગ્રહ રાખ્યો; બાદમાં ગઠબંધન તોડી નાખ્યું. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને ૨૦૨૨માં એકનાથ શિંદેએ શિવસેનાના ભાગલા કરતા ઠાકરેની સરકાર પડી ગઈ.

બોલીવુડ ફિલ્મ ઉદ્યોગ ઉપર પાર્ટીની શક્તિશાળી પકડ છે.[૩] તેને "ઉગ્રવાદી",[૪][૫] "અંધરાષ્ટ્રવાદી", [૬][૭] તેમજ " ફાસીવાદી પક્ષ" તરીકે ઓળખવામાં આવે છે.[૮] [૯] શિવસેનાને ભિવંડીમાં ૧૯૭૦ની કોમી હુલ્લડો, ૧૯૮૪ના ભિવંડી હુલ્લડ અને ૧૯૯૨-૧૯૯૩નાં બોમ્બેના રમખાણોમાં થયેલી હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.[૧૦][૧૧]

પાર્ટી મહારાષ્ટ્રના મરાઠા અને કુંબી સમુદાયોનું સમર્થન ધરાવે છે, જેને સેનાએ કોંગ્રેસ પાર્ટીથી દૂર કરી દીધા છે.[૧૨]

ઈતિહાસ[ફેરફાર કરો]

મુંબઈમાં ગુજરાતીઓ ઉદ્યોગો અને ધંધા પર રાજ કરતા હતાં અને દક્ષિણ ભારતના લોકો મજૂરી કરતા હતાં જેને લીધે ત્યાંના મરાઠી લોકોમાં અસંતોષ હતો; બાલ ઠાકરેએ શરુઆતથી જ આ અસંતોષનો ફાયદો ઉઠાવી પોતાના માર્મિક નામના સામયિકમાં પ્રહાર કર્યા અને ૧૯જૂન ૧૯૬૬ના રોજ પાર્ટીની સ્થાપના કરી. ત્યાંના સ્થાનિકોને ગુજરાતી અને દક્ષિણ ભારતીયો વિરુદ્ધ ભડકાવી હુમલા કરાવ્યા.[૧૩] બેરોજગાર મરાઠીઓ બાલ ઠાકરેના આવા વિચારોથી જોડાયા અને દક્ષિણ ભારતીયોની હોટલમાં તોડફોડ કરી મરાઠીઓને નોકરી અપાવવા દબાણ કરવા લાગ્યા.[૧૪] ૧૯૭૦ના દશકમાં આ અભિયાન નિષ્ફળ જતા ભાજપ સાથે ગઠબંધન કર્યું અને હિંદુવાદી અભિગમ અપનાવ્યો.[૧૨]

મુખ્યમંત્રીઓ[ફેરફાર કરો]

શિવસેના તરફથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓની યાદી નીચે મુજબ છે

ક્રમ મુખ્યમંત્રીઓ છબી અવધિ વિધાનસભા મતવિસ્તાર અન્ય પદો
શરૂઆત અંત સમયગાળો
મનોહર જોશી
14 March 1995 31 January 1999 3 વર્ષો, 323 દિવસો ૯ મી વિધાનસભા દાદર વિધાનસભા મતવિસ્તાર લોક્સભાના સ્પીકર
નારાયણ રાણે
1 February 1999 17 October 1999 258 દિવસો કુડાલ વિધાનસભા મતવિસ્તાર મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી
ઉદ્ધવ ઠાકરે
28 November 2019 જૂન ૨૦૨૨ 4 વર્ષો, 171 દિવસો ૧૪મી વિધાનસભા મહારાષ્ટ્ર વિધાન પરિષદ શિવસેનાના પ્રમુખ
સામનાના એડિટર-ઇન-ચીફ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Berger, Peter; Heidemann, Frank (3 June 2013). The Modern Anthropology of India: Ethnography, Themes and Theory. Routledge. પૃષ્ઠ 179. ISBN 978-1-134-06111-2.
 2. "Know Your Party: Shiv Sena". Rediff.com. મેળવેલ 2006-07-22.
 3. Dean, Nelson. "Author Rohinton Mistry slams Mumbai University after book ban". telegraph.co.uk. મેળવેલ 27 August 2012.
 4. Ahmed, Z.S.; Balasubramanian, R. (2010). Extremism in Pakistan and India: The Case of the Jamaat-e-Islami and Shiv Sena. Colombo: Regional Centre for Strategic Studies (RCSS).
 5. Mehta, Ved. Rajiv Gandhi and Rama's Kingdom. New Haven, Connecticut: Yale University Press. પૃષ્ઠ 157.
 6. Bagchi, Amiya (2002). Capital and Labour Redefined:India and the Third World. London: Anthem Press. પૃષ્ઠ 344.
 7. Kaminsky, Arnold (2011). India Today: An Encyclopedia of Life in the Republic. Santa Barbara, California: ABC-CLIO. પૃષ્ઠ 628.
 8. Chandavarkar, Rajnayaran (3 September 2009). History, Culture and the Indian City (1st આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 29. ISBN 978-0-521-76871-9.
 9. Jeff Haynes (7 April 2011). Religion, Politics and International Relations. Taylor & Francis. પૃષ્ઠ 150. ISBN 978-1-136-73753-4. મેળવેલ 18 November 2012.
 10. Human Rights Watch World Report 1999. Human Rights Watch. 1998. પૃષ્ઠ 186. ISBN 978-1-56432-190-9.
 11. Brown, Cynthia (1995). Playing the "communal Card": Communal Violence and Human Rights. Human Rights Watch. પૃષ્ઠ 27. ISBN 978-1-56432-152-7.
 12. ૧૨.૦ ૧૨.૧ Kanta Murali (2017). Caste, Class, and Capital: The Social and Political Origins of Economic Policy in India. Cambridge University Press. પૃષ્ઠ 236–237. ISBN 978-1-107-15450-6. Shiv Sena's strength primarily came from Maratha support, which it drew away from the Congress
 13. Nov 29, S. Balakrishnan | TNN | Updated:; 2005; Ist, 1:39. "Sena fate: From roar to meow | Mumbai News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-09.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 14. "Know your party: Shiv Sena". Rediff (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-09.