લખાણ પર જાઓ

અસીમા ચેટર્જી

વિકિપીડિયામાંથી
અસીમા ચેટર્જી
અસીમા ચેટર્જી
જન્મની વિગત૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭
કલકત્તા, બ્રિટિશ ભારત
(હવે કલકત્તા, ભારત)
મૃત્યુ૨૨ નવેમ્બર ૨૦૦૬ (૮૯ વર્ષની વયે)
કલકત્તા, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઓફ કલકત્તા
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રકાર્બનિક રસાયણશાસ્ત્ર, ફાયટોમેડિસિન
કાર્ય સંસ્થાઓયુનિવર્સિટી ઓફ કલકત્તા

અસીમા ચેટર્જી (૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ - ૨૨ નવેમ્બર ૨૦૦૬) એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં.[] તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ શામેલ છે. તેમણે ભારતીય ઉપખંડની ઔષધીય વનસ્પતિઓ પરના નોંધપાત્ર કાર્યની રચના પણ કરી. ભારતીય વિશ્વવિદ્યાલયમાંથી ડોકટરેટ ઑફ સાયન્સ મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

અસીમા ચેટર્જી [] નો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ માં બંગાળમાં થયો હતો. મેડિકલ ડૉક્ટર ઇન્દ્ર નારાયણ મુખર્જી અને તેમના પત્ની કમલા દેવીના બે બાળકોમાં તે સૌથી મોટા હતાં.[] ચેટર્જી કલકત્તામાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં મોટા થયા હતા જ્યાં તેમને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.[] તેમના પિતા વનસ્પતિશાસ્ત્રમાં ખૂબ રસ ધરાવતા હતા અને ચેટર્જી તેમની રુચિમાં ભાગીદાર થયા હતા.[] તેમણે ૧૯૩૬ માં કલકત્તા યુનિવર્સિટીની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સન્માન સાથે સ્નાતક કર્યું.[][]

શૈક્ષણિક કાર્ય

[ફેરફાર કરો]

અસીમા ચેટર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી કાર્બનિક રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી (૧૯૩૮) અને ડોક્ટરલ ડિગ્રી (૧૯૪૪) મેળવી. તેઓ વિજ્ઞાનમાં ડોક્ટરની પદવી મેળવનારા પ્રથમ ભારતીય મહિલા હતા.[] તેમના ડોક્ટરલ દરમિયાન કરેલા સંશોધનો છોડના ઉત્પાદનો અને કૃત્રિમ કાર્બનિક રસાયણશાસ્ત્ર પર કેન્દ્રિત છે.[] તે સમયે તેમના પ્રખ્યાત પ્રશિક્ષકોમાં પ્રફુલ્લચંદ્ર રોય અને સત્યેન્દ્ર નાથ બોઝ હતા.[]

ચેટર્જીના સંશોધને કુદરતી ઉત્પાદનોનાં રસાયણશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમનાં સંશોધનોને પરિણામે એન્ટિ-કન્સેલ્ઝિવ, એન્ટી મેલેરીયલ અને કીમોથેરાપીની દવાઓ મળી.[] તેમણે લગભગ ચાળીસ વર્ષ વિવિધ આલ્કલોઇડ સંયોજનો પર પણ સંશોધન કર્યું.[૧૦] તેમનાં કાર્યને લીધે આયુષ -૫૬ નામની વાઈની દવા અને ઘણી બધી એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ થયો.

ગૂગલ સમ્માન

[ફેરફાર કરો]

ગૂગલ ડૂડલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, ભારતીય સંસ્થામાંથી વિજ્ઞાનમાં ડોકટરેટ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા તરીકેની અસીમા ચેટર્જીનો ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો.[૧૧] આ દિવસે તેમને ગૂગલના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The Shaping of Indian Science. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7
  2. Chatterjee, Asima.; Parks, Lloyd M. (1 May 2002). "The Structure of Verbenalin". Journal of the American Chemical Society. 71 (6): 2249–2250. doi:10.1021/ja01174a506.
  3. "Asima Chatterjee And Her Pioneering Work in Medicinal Chemistry | #IndianWomenInHistory". Feminism in India (અંગ્રેજીમાં). 2 November 2017. મેળવેલ 20 January 2018.
  4. ૪.૦ ૪.૧ Smith, K.N. (23 September 2017). "Today's Google Doodle Honors Chemist Asima Chatterjee". Forbes (અંગ્રેજીમાં). મેળવેલ 23 September 2017.
  5. Keating, Fiona (23 September 2017). "First Indian woman in history to be awarded a PhD for science would be 100 today". The Independent (અંગ્રેજીમાં). મેળવેલ 23 September 2017.
  6. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume Scottish Church College, 2008, p. 584
  7. Chemistry alumni of Scottish Church College સંગ્રહિત ૬ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન
  8. ૮.૦ ૮.૧ valentinaproject (6 August 2014). "Asima Chatterjee, chemist". The Valentina Project. મૂળ માંથી 12 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 October 2016.
  9. Nagarajan, K (2014). "History of natural products chemistry in India" (PDF). Indian Journal of History of Science. 49 (4): 377–398. મૂળ (PDF) માંથી 2018-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-28.
  10. Jayaraj, Nandita. "Asima Chatterjee, the Scientist Who Did So Much More in a Time of Less". The Wire (અંગ્રેજીમાં). મેળવેલ 23 September 2017.
  11. "Asima Chatterjee's 100th Birthday". www.google.com (અંગ્રેજીમાં). મેળવેલ 26 March 2019.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]