આઈના મહેલ

વિકિપીડિયામાંથી
આઈના મહેલનો એક ગલિયારો
રાવ લખપતજીનો ઓરડો

આઈના મહેલભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો.[૧] આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા.[૨][૩]મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.[૪]

નુકશાન પામેલા આયના મહેલનો બહારનો ભાગ

૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Desai, Anjali (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૩૯૩. ISBN 9780978951702.
  2. Gujarat State Gazetteer - Volume 2 - Page 533, 1991.
  3. Bhuj: art, architecture, history - Part 4 - Page 34
  4. Gujarat State Gazetteers: Junagadh - Page 589, 1971.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]