લખાણ પર જાઓ

આમ્ર વન

વિકિપીડિયામાંથી

આમ્ર વન એક પ્રવાસન સ્થળ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્‍લાના કપરાડા તાલુકાના બાલચોંઢી ગામ ખાતે આવેલ છે. આ વન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬માં ચોમાસાની ઋતુમાં ૩૦મી જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૬૭મા વન મહોત્‍સવની ઉજવણી નિમિત્તે ખુલ્લું મૂકવામાં આવેલું.[] આમ્ર વન વાપી અને ધરમપુરને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર વાપીથી ૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આમ્ર વનમાં ગુજરાત રાજ્યની જાણીતી આંબાની ૨૯ જેટલી વિવિધ જાતોના ૫૦૦ કરતાં વધુ આંબાના વૃક્ષો રોપવામાં આવેલ છે. વન વિભાગના સામાજીક વનીકરણ અભિયાન અતર્ગત તૈયાર કરવામાં આવેલ આમ્ર વન પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને એનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલ છે. આમ્રવન ખાતે પાંચ જેટલા વિભાગમાં વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં રાશી-નક્ષત્ર, આરોગ્ય, નવ-ગ્રહ, પંચવટી, આમ્ર વગેરે વિષયો આધારીત વૃક્ષો રોપવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં અલ્પાહાર ગૃહ, કુદરતી ઝરણાંઓ, કુટિર-બેઠક તથા એક તળાવનો સમાવેશ થાય છે. આ વનનું મુખ્ય પ્રવેશ દ્વાર કલાત્મક બનાવવામાં આવેલ હતું.[][] માત્ર ૪૫ દિવસના ટૂંકાગાળામાં સમગ્ર આમ્ર વન તૈયાર કરવામાં આવેલું.

આમ્ર વન ખાતે પર્યટકોને આંબાના વૃક્ષ વિશે તમામ માહિતી માહિતી કેન્દ્ર (ઇન્ટર પ્રિટિશન સેન્ટર) દ્વારા આપવામાં આવે છે. લોકોને જંગલના વૃક્ષો તેમ જ ખાસ કરીને આંબા વિશેની ઝીણવટભરી માહિતી અહીંથી મળી રહે છે.

  1. "ધ કલ્ચર કન્ટેક્ષ ઇન ફોરેસ્ટ્રી - સંસ્ક્રિતિ વન". forests.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૯ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "દક્ષિણ ગુજરાતનું નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન આમ્રવન બનશે વલસાડમાં". દિવ્ય ભાસ્કર સમાચારપત્ર. ૨૯ જુલાઈ ૨૦૧૬. મેળવેલ ૦૯ જુન ૨૦૧૮. Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "ગુજરાત વૃક્ષાચ્‍છાદિત વિસ્તારમાં ત્રીજા ક્રમે; ગોવા-દિલ્‍હી જેવા નાના રાજ્યો આગળ". khabarchhe.com. મેળવેલ 2020-08-13.