આર્ય કન્યા ગુરુકુળ
આર્ય કન્યા ગુરુકુલ ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલી એક કન્યા છાત્રાલય છે. આ શાળા K -12 (બાળમંદિરથી ૧૨ ધોરણ સુધી સિક્ષણ આપતી સંસ્થા) બોર્ડિંગ સ્કૂલ છે.[૧] [૨][૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]ગુજરાતી ઉદ્યોગપતિ, મહેતા ગ્રુપના સ્થાપક અને દાનવીર, નાનજી કાલિદાસ મહેતા દ્વારા આ શાળાની સ્થાપના ઈ. સ. ૧૯૩૬માં કરવામાં આવી હતી. ગાંધીજી સાથેનો તેમનો સહવાસ અને આર્ય સમાજનાં નેતાઓ તરફથી મળેલ પ્રેરણા આ શાળાની સ્થાપનામાં પરિણમી.[૪] [૨][૩][૫] [૬] [૭] [૮] નાનજી કાલિદાસ મહાત્મા ગાંધી અને આર્ય સમાજના સિદ્ધાંતોથી ખૂબ પ્રભાવિત હતા અને તેથી તેઓએ ગુરુકુળનો શિલાન્યાસ એક દલિત બાળકી દ્વારા કરાવડાવ્યો હતો, તે સમયમાં આ એક ક્રાંતિકારી પગલું હતું.[૯]
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઝૈલસિંઘ, જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, પ્રતિભા પાટીલ જેવા મહાનુભાવો દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી છે.[૧][૧૦]
વિચારધારા
[ફેરફાર કરો]ગુરૂકુળમાં શિક્ષણ પદ્ધતિ એ વેદિક પરંપરા અને આધુનિક શિક્ષણ પરંપરાને અનુસરે છે. આ સાથે આર્ય સમાજ સિદ્ધાંતો અને વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફી અભિગમનું મિશ્રણ પણ ધરાવે છે.[૧][૨][૩][૧૧][૧૨]
પરિસર
[ફેરફાર કરો]શાળા પરિસર ૯૦ એકર હરિયાળા વનીય વિસ્તારમાં ફેલાયેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ [૧]
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Archived copy". મૂળ માંથી 3 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2011.CS1 maint: archived copy as title (link)
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Education for women's empowerment:gender-positive initiatives in pace-setting women's colleges
- ↑ Singhvi, Dr L. M. (2012). Light of Indian Intellect (અંગ્રેજીમાં). Prabhat Prakashan. પૃષ્ઠ 168–169. ISBN 9788184301250. મેળવેલ 18 November 2017.
- ↑ ARYA KANYA GURUKUL,JUBILEE ROAD, PORBANDAR
- ↑ [૨] The rise and fall of philanthropy in East Africa: the Asian contribution By Robert G. Gregory.
- ↑ ARYA KANYA GURUKUL,JUBILEE ROAD, PORBANDAR
- ↑ [૩] The rise and fall of philanthropy in East Africa: the Asian contribution By Robert G. Gregory.
- ↑ Indiresan, Jaya (2002). Education for women's empowerment: gender-positive initiatives in pace-setting women's colleges (અંગ્રેજીમાં). Konark Publishers. પૃષ્ઠ 306. મેળવેલ 18 November 2017.
- ↑ The President Visits Arya Kanya Gurukul in Porbandar
- ↑ [૪] Rajasthan & Gujarat handbook: the travel guide By Robert Bradnock, Roma Bradnock.
- ↑ [૫] India:a handbook of travel by P.B.Roy, 1975