નાનજીભાઈ કાલિદાસ મહેતા

વિકિપીડિયામાંથી
નાનજીભાઈ કાલિદાસ મહેતા
જન્મની વિગત (1887-11-17) 17 November 1887 (ઉંમર 135)
મૃત્યુ25 August 1969(1969-08-25) (ઉંમર 81)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઉદ્યોગપતિ
સંસ્થામહેતા ઉદ્યોગજૂથ
જીવનસાથીસંતોષબેન મહેતા (m. ?-1969)
સંતાનોમહેન્દ્ર મહેતા (પુત્ર)
સંબંધીઓસુનયના મહેતા (પુત્રવધૂ)
જય મહેતા (પૌત્ર)
શેખર મહેતા (પૌત્ર)
‘રાજરત્ન’ નાનજીભાઈ કાલિદાસ મહેતા માર્ગ, જૂનાગઢ

નાનજીભાઈ કાલિદાસ મહેતા એ એક દાનવીર ઉદ્યોગપતિ હતા. તેમણે બ્રિટીશ પૂર્વ આફિક્રામાં મહેતા ગ્રુપની સ્થાપના કરી હતી, જેનું મુખ્ય મથક હવે ભારતમાં છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

એમનો જન્મ પોરબંદર રજવાડાના મુખ્યમથક પોરબંદરથી ૪૦ કિમી દુર આવેલા ગોરાણા ગામમાં ૧૭ નવેમ્બર ૧૮૮૭ના રોજ થયો હતો.[૧] તેમની માતાનું નામ જમનાબાઇ હતુ. ૧૩ વર્ષની વયે તેઓ યુગાન્ડા ગયા હતા.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે વેપારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને બ્રિટિશ પૂર્વ આફ્રિકામાં શાકભાજી, કપાસ અને શેરડી ઉગાડવાનું સાહસ કર્યું હતું. પાછળથી તેમણે તે પ્રદેશમાં ખાંડ ઉત્પાદન, ચા અને કોફીના વાવેતરમાં પ્રવેશ કર્યો. તેમણે ભારતમાં સિમેન્ટ પ્લાન્ટ, જિનરીઝ, ટેક્સટાઇલ યુનિટ અને ઓઇલ મિલ પણ શરૂ કરી હતી. આ રીતે તેમણે મહેતા ઉદ્યોગ સમૂહની સ્થાપના કરી, જે હવે વિશ્વભરમાં ફેલાયેલું છે.[૨]

તેઓ પૂર્વ આફ્રિકાના અન્ય કેટલાક ગુજરાતી ઉદ્યોગપતિઓ મેઘજી પેથરાજ શાહ, મૂળજીભાઈ માધવાની અને અન્યોના સમકાલીન હતા.[૩] જીંજામાં મૂળજીભાઈ માધવાની ઓફિસના મૂળ મકાન પર નાનજીભાઈનું નામ આજે પણ તેમની મિત્રતાનું ચિહ્ન એવું દુકા યા કાલિદાસી તરીકે દેખાય છે.[૪]

તેમણે ૧૯૨૪માં કંપાલાથી થોડેક દૂર લુગાઝી ખાતે એક ડુંગર પર યુગાન્‍ડા સુગર ફેકટરીની સ્‍થાપના કરી હતી. ૧૯૧૮ સુધીમાં યુગાન્‍ડામાં ૨૨ (બાવીસ) કપાસ લોઢવાનાં કારખાનાંઓ (જીનિંગ ફેકટરીઓ) ઊભાં કર્યાં હતા. તેઓ યુગાન્ડાના કપાસની જાપાન અને અન્ય સ્થળોએ નિકાસ કરનારા પ્રથમ વેપારી હતા. [૫] આ ઉપરાંત, આફ્રિકા ખાતે રબર, ચા અને કોફીનાં ક્ષેત્રો વિકસાવ્યાં હતાં.

૧૯૩૨માં તેમણે પોરબંદરમાં મહારાણા મિલ્સ નામની કપાસની મિલની સ્થાપના કરી હતી, આ માટેની જમીન પોરબંદરના મહારાણા નટવરસિંહજી દ્વારા મામૂલી રકમ લઈને આપવામાં આવી હતી. કંપનીએ ૧૯૪૭માં ભારતીય સ્વતંત્રતા સમયે ૨૫૦૦ કામદારોને રોજગારી આપી હતી. નાનજીભાઈ આર્ય સમાજી હતા અને બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવા છતાં દલિતોને નોકરી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.[૬] ૧૯૫૬માં તેમણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડની સ્થાપના કરી.[૭]

પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થાનનું કીર્તિમંદિરમાં રૂપાંતર, જવાહરલાલ નેહરુ પ્લૅનેટોરિયમ, ભારત-મંદિર અને મર્હિષ વિજ્ઞાન મહાવિદ્યાલય જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેમની અગત્યની ભૂમિકા રહેલી છે.

અવસાન[ફેરફાર કરો]

એમનું અવસાન ૮૨ વર્ષની વયે ૨૫મી ઓગસ્ટ, ૧૯૬૯ના દિવસે પોરબંદર ખાતે થયું હતું.[૮]

સન્માન[ફેરફાર કરો]

મહેતાને બ્રિટન દ્વારા યુગાન્ડામાં તેમના કામ માટે ઑર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર, એમ.બી.ઇ. એનાયત કરાયો હતો. તેમને શ્રીમાન મહારાણા શ્રી નટવારસિંહજી દ્વારા પોરબંદર રાજ્યના રાજ રત્નનું બિરુદ તથા કવિ કાકા કાલેલકર દ્વારા ધર્મ રત્ન (આસ્થાના રક્ષક)નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.[૮]

યુગાન્ડામાં, તેમના મૃત્યુ બાદ, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Desai, Gaurav (2011). "Commerce as Romance: Nanji Kalidas Mehta's Dream Half-Expressed Research in African Literatures Vol. 42, No. 3, Asian African Literatures / Gaurav Desai, Special Guest Editor (Fall 2011), pp. 147-165". Research in African Literatures. 42 (3): 147–165. doi:10.2979/reseafrilite.42.3.147. JSTOR 10.2979/reseafrilite.42.3.147.
  2. ૨.૦ ૨.૧ "Shri Nanjibhai Kalidas Mehta, the founder of the Mehta Group". મેળવેલ 18 September 2014.
  3. "Corporate Social Responsibility". Mehta Group. મેળવેલ 18 September 2014.
  4. Entrepreneurship in Africa: a study of successes. David S. Fick.
  5. "Uganda's Legendary Millionaires Revealed : Mehtas". Ugandans-At-Heart. મૂળ માંથી 20 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2014. Check date values in: |archive-date= (મદદ)
  6. Journeys to freedom: Dalit narratives, Fernando Franco, Jyotsna Macwan, Suguna Ramanathan.
  7. "sarashtra cement ranavav-1". મેળવેલ 18 September 2014.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "Founder of Kirti Mandir – Shri Nanjibhai Kalidas Mehta". મૂળ માંથી 3 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2014.