લખાણ પર જાઓ

પોરબંદર રજવાડું

વિકિપીડિયામાંથી
પોરબંદર રજવાડું (૧૧૯૩–૧૩૦૭; ૧૭૮૫–૧૮૦૮)
રાણપુર રજવાડું(૧૩૦૭–૧૫૭૪)
છાંયાનું રજવાડું (૧૫૭૪–૧૭૮૫)
પોરબંદર રજવાડું (૧૮૦૮–૧૯૪૮)

પોરબંદર રજવાડું
૧૧૯૩–૧૯૪૮
નો ધ્વજ
ધ્વજ
નું રાજચિહ્ન
રાજચિહ્ન
બોમ્બે પ્રેસીડેન્સીના નક્શા ઉપર પોરબંદર
બોમ્બે પ્રેસીડેન્સીના નક્શા ઉપર પોરબંદર
સ્થિતિસાર્વભૌમિક સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮)
બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮) હેઠળનું રજવાડું
રાજધાનીપોરબંદર (૧૧૯૩-૧૩૦૭, ૧૭૮૫-૧૯૪૮)
રાણપુર (૧૩૦૭-૧૫૭૪)
છાયા(૧૫૪૭-૧૭૮૫)
સામાન્ય ભાષાઓગુજરાતી ભાષા
પ્રાચીન ગુજરાતી
હિન્દુસ્તાની
સંસ્કૃત
અંગ્રેજી
સરકારસાર્વભોમ સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮)
બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની હેઠળ રજવાડું (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮)
મહારાજા, રાણા 
• ૧૦ ડિસેમ્બર ૧૯૦૮-૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮
નટવરસિંહજી ભાવસિંહજી (અંતિમ)
ઇતિહાસ 
• Established
૧૧૯૩
• સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણ
૧૯૪૮
વિસ્તાર
19311,648 km2 (636 sq mi)
વસ્તી
• 1931
૧૧૫,૬૭૩
પહેલાં
પછી
ગુર્જર-પ્રતિહાર
ભારતીય સંઘરાજ્ય
આજે ભાગ છે:ભારત પોરબંદર જિલ્લો અને જુનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત
મહારાજા ભાવસિંહજી માધવસિંહજી
પોરબંદરનો વેપારી ધ્વજ રાજ્યના જેઠવા શાસકો દ્વારા અપનાવવામાં આવેલ હનુમાનની છબી દર્શાવે છે જેમના અનુગામી તરીકે જેઠવાઓ, તેમના વંશનો દાવો કરે છે.
રાજ્યના છેલ્લા શાસક, રાણા નટવરસિંહજી, દ્વારા ૨૦ મી સદીની શરૂઆતમાં, પોરબંદર શહેરમાં મરીન ડ્રાઇવ પર દરિયા કિનારાની નજીક હુઝૂર મહેલ બંધાવવમાં આવ્યો હતો.

પોરબંદર રજવાડું જેઠવા રાજવંશ દ્વારા શાસિત બ્રિટીશરાજ સમયનું એક રજવાડું હતું. તે દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું.

રાજ્યની રાજધાની પોરબંદર એક બંદર શહેર હતું. ભાણવડ, છાંયા, રાણપર અને શ્રીનગર આ રાજ્યના અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ નગરો હતા. અગાઉ શ્રીનગર જેઠવાઓની રાજધાની હતું, ત્યારબાદ ઘુમલી રાજધાની બન્યું, પરંતુ જાડેજાઓએ તે જીતી લીધી હતી, તેમ છતાં, જેઠવા વંશ દ્વારા બંધાવવામાં આવેલ વાસ્તુકળાનો વારસો હજી પણ ઘુમલી ખાતે છે.[૧] બ્રિટિશરાજ દરમિયાન, આ રજવાડું [૨] 1,663 square kilometres (642 sq mi) જેટલો વિસ્તાર ધરાવતું હતું જેમાં ૧૦૬ ગામડાં હતા. ૧૯૨૧માં, અહીં ૧ લાખથી વધુ લોકો રહેતા અને રજવાડાની આવક રૂ. ૨૧ લાખ હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈ. સ. ૧૧૯૩ માં પોરબંદર રાજ્યની સ્થાપના મોરબી રાજ્યમાંથી નિષ્કાશિત કરવામાં આવેલા પોરબંદર રાજપરિવારના પૂર્વજોએ કરી હતી. ઈ. સ. ૧૩૦૭ માં રાજ્યનું નામ 'રાણપુર' રાખવામાં આવ્યું અને ૧૫૭૪ માં તેનું નામ 'છાંયા' રાખવામાં આવ્યું. છેવટે ૧૭૮૫ માં રાજ્યને પોરબંદર નામ આપવામાં આવ્યું. ૫ ડિસેમ્બર ૧૮૦૯ ના દિવસે તે એક બ્રિટીશ આશ્રિત રાજ્ય બન્યું અને ૧૮૮૬ થી ૧૫ સપ્ટેમ્બર ૧૯૦૦ દરમિયાન રાજ્યનું સંચાલન બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૧૯ થી ૧૯૨૨ દરમિયાન તે કાઠિયાવાડ એજન્સી નો ભાગ હતો. ઈ. સ. ૧૮૮૮ માં, વિક્રમતજી ખીમોજીરાજના શાસન દરમિયાન, રાજ્યએ પોરબંદર સ્ટેટ રેલ્વે તરીકે ઓળખાતી મીટર-ગેજ રેલ્વે શરૂ કરી, જે આઝાદી પછી સૌરાષ્ટ્ર રેલ્વેમાં ભળી ગઈ.[૩]

૧૯૪૭ માં ભારતની આઝાદી પછી, રાજ્યએ ભારતના શાસનને સ્વીકાર્યું અને યુનાઇટેડ સ્ટેટ કાઠિયાવાડ સાથે વિલિન થયું. આ એકમ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ થી અમલી બન્યું અને આખરે તે હાલના ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા, મહાત્મા ગાંધીના દાદા, ઉત્તમચંદ ગાંધી અને પાછળથી તેમના પિતા - કરમચંદ ગાંધી અને કાકા - તુલસીદાસ ગાંધી, પોરબંદર રાજ્યના રાણાના દીવાન તરીકે સેવા આપતા હતા.[૪] [૫]

શાસકો[ફેરફાર કરો]

પોરબંદર રાજ્ય પર રાજપૂત જેઠવા રાજવંશ શાસન કરતું હતું [૬] ૧૯૪૭ સુધીમાં, શાસકોએ "હાઇનેસ" ની શૈલી અને "મહારાજ રાણા સાહેબ" નું બિરુદ ધારણ કર્યું હતું. તેઓ ૧૩ બંદૂકોની સલામી મેળવવાના હકદાર હતા.

 • ૧૬૯૯ - ૧૭૦૯ ભાણજી સરતાનજી (તા. ૧૭૦૯)
 • ૧૭૦૯ - ૧૭૨૮ ખીમોજી (ત્રીજા) (તા. ૧૭૨૮)
 • ૧૭૨૮ - ૧૭૫૭ વિકમતજી (ત્રીજા) ખીમોજી (અવસાન. ૧૭૫૭)
 • ૧૭૫૭ - ૨૨ એપ્રિલ ૧૮૧૩ સરતાનજી (દ્વીતીય) વિકમતજી (અવસાન. ૧૮૧૩)
 • ૧૮૦૪ - ૧૮૧૨ હાલોજી સુલતાનજી - કાર્યવાહક કારભારી (અવસાન. ૧૮૧૨)
 • ૨૨ એપ્રિલ ૧૮૧૩ - ૨૦ જૂન ૧૮૩૧ ખિમોજીરાજ હાલોજી (અવસાન. ૧૮૩૧)
 • ૨૦ જૂન ૧૮૩૧ - ૨૧ એપ્રિલ ૧૯૦૦ વિક્રમતજી ખીમોજીરાજ (જન્મ ૧૮૧૯ - અવસાન. ૧૯૦૦)
 • ૨૦ જૂન ૧૮૩૧ - ૧૮૪૧ રાણી રૂપાલીબા કુંવરબા - વાલી (અવસાન ૧૮૪૧)
 • ૨૧ એપ્રિલ ૧૯૦૦ - ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ ભાવસિંહજી માધવસિંહજી ( જન્મ ૧૮૬૭ - અવસાન ૧૯૦૮)
 • ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ - ૧ જાન્યુઆરી ૧૯૧૮ નટવરસિંહજી ભાવસિંહજી (જન્મ ૧૯૦૧ - અવસાન૧૯૭૯)
 • ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ - ૧૯૦૯ કાર્યવાહક કારભારી
  • - જે કે કૉનડન (૧૯૦૯ થી)
  • - રાવ બહાદુર એ.એસ. ટેમ્બે (૧૯૦૯–૧૯૧૦)
  • - વાલા વાજસુર વલેરા (૧૯૦૯–૧૯૧૩) (જન્મ ૧૮૭૩ - અવસાન ૧૯..)
  • - એફ. ડી બી. હેનકોક (૧૯૧૩–૧૯૧૬) (અવસાન ૧૯૧૬)
  • - એડવર્ડ ઓ બ્રાયન (૧૯૧૬ એપ્રિલ - ૧૯૧૮) (જન્મ ૧૮૭૨ - અવસાન ૧૯૬૫)

મહારાજા રાણા સાહેબ શ્રી[ફેરફાર કરો]

 • ૧ જાન્યુઆરી ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નટવરસિંહજી ભાવસિંહજી (સા) (૩ જૂન ૧૯૨૯ થી, સર નટવરસિંહજી ભાવસિંહજી)
  • ૧ જાન્યુઆરી ૧૯૧૮ - ૨૬ જાન્યુઆરી ૧૯૨૦ એડવર્ડ ઓ બ્રાયન -રેજન્ટ (સા )

સંચાલકો[ફેરફાર કરો]

 • ૧૮૮૬ - ૧૮૯૦ ફ્રેડરિક સ્ટાઇલ ફિલપિન લેલી (બી. ૧૮૪૬ - ડી. ૧૯૩૪)
 • ૧૮૯૦ - ૧૮૯૪ શંકર પાંડુરંગ પંડિત
 • ૧૮૯૪ માર્ચ - ૧૮૯૬ વિલિયમ થોમસન મોરિસન
 • નવે ૧૮૯૭ - ૧૯૦૦ ફ્રાન્સિસ વિલિયમ સ્નેલ

પ્રતીકો[ફેરફાર કરો]

ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ એ જાંબુડિયા વૈવિધ્યસભર ધારવાળા હળવા નારંગી રંગનો વિસ્તૃત ત્રિકોણ છે; દંડની નજીક, તેના બે ત્રિકોણાકાર લાલ ધ્વજ સાથે લાલ ત્રિકોણ છે અને લાલ રંગમાં લખેલો લેખ છે.

રાજચિહ્ન[ફેરફાર કરો]

રજ ચિન્હમાં હનુમાનનો સમાવેશ છે. ઉપરના ભાગમાં આખલો છે, અને તેને ટેકો દેનાર બે જંગલી બળદો છે તેનું સૂત્ર: "શ્રી વસુભ દ્વજ યા નમહ" (હું તેને પ્રણામ કરું છું જેની નિશાની તે આખલો છે)

સંદર્ભ[ફેરફાર કરો]

 1. [૧] Gazetteer of the Bombay Presidency, Volume 8, 1884
 2. "Porbandar (Princely State)". www.maheronline.org. મેળવેલ 10 December 2012.
 3. "Porbandar railway".
 4. [૨] Encyclopaedia of Eminent Thinkers: The political thought of Mahatma Gandhi By K. S. Bharathi
 5. "Porbandar". www.britannica.com. મેળવેલ 10 December 2012.
 6. Rajput Provinces of India – Porbandar State (Princely State)
 • Porbandar State સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર

Coordinates: 21°37′48″N 69°36′00″E / 21.63000°N 69.60000°E / 21.63000; 69.60000