લખાણ પર જાઓ

હુઝૂર મહેલ, પોરબંદર

વિકિપીડિયામાંથી
હુઝૂર મહેલ, પોરબંદર
હુઝૂર મહેલ, પોરબંદર
હુઝૂર મહેલ, પોરબંદર is located in ભારત
હુઝૂર મહેલ, પોરબંદર
ભારતમાં સ્થાન
સામાન્ય માહિતી
નગર અથવા શહેરપોરબંદર
દેશભારત
અક્ષાંશ-રેખાંશ21°37′41″N 69°36′47″E / 21.628°N 69.613°E / 21.628; 69.613
અસીલમહારાજા નટવરસિંહજી ભાવસિંહજી

હુઝુર મહેલ અથવા હુઝૂર પેલેસ []એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પોરબંદરમાં આવેલો એક મહેલ છે. તેનું બાંધકામ પોરબંદરના રજવાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ૨૦ મી સદીની શરૂઆતના વર્ષોમાં આકાર પામેલી આ ઈમારત પર સ્પષ્ટ યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. આ મહેલનો ઉપયોગ હવે લંડનમાં રહેતા મહારાજાના પરિવારના અનુગામીઓ દ્વારા કરવામાં આવે છે.

નવરાત્રીના તહેવાર દરમિયાન નગરના લોકો પોરબંદરના પૂર્વ મહારાજા અને મહારાણીની 'નજર ઉતારવા' અથવા આદર આપવા માટે મહેલના મેદાનમાં લાઈન લગાડે છે. []

આ મહેલ ભારતમાં આવેલ પશ્ચિમ ગુજરાતના એક ક્ષેત્ર કાઠિયાવાડ દ્વીપકલ્પના પોરબંદર શહેરમાં અરબી સમુદ્ર કિનારે મરીન ડ્રાઈવના છેવાડાના ભાગ પર, દરિયાની તરફ, એક હરિયાળી જમીન પર ફેલાયેલો છે. [] [] તે હવાઈ માર્ગ, રેલવે માર્ગ અને સડાકો દ્વારા દેશના પ્રમુખ શહેરો સાથે જોડાયેલો છે. અહીંથી પૂર્વ તરફ 1 kilometre (0.62 mi)ના અંતરે રેલ્વે સ્ટેશન આવેલું છે, જ્યાંથી અમદાવાદ અને મુંબઈ તરફ જનારી ટ્રેનો મળે છે. શહેરનું વિમાનમથક અહીંથી 7 kilometres (4.3 mi) દૂર છે અને અહીંથી મુંબઈ માટે દૈનિક હવાઈ ઉડાણો ઉપલબ્ધ છે. []

ઇતિહાસ

[ફેરફાર કરો]

હુઝુર પેલેસને ૨૦ મી સદીના શરૂઆતમાં રાણા નટવરસિંહજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો, તેઓ પોરબંદરના રજવાડાના છેલ્લા મહારાજા હતા. પ્રવાસીઓને મહેલની મુલાકાત લેવાની મનાઈ છે, [] કારણ કે હવે તેનો ઉપયોગ લંડનમાં રહેતા મહારાજાના પરિવારના અનુગામી વંશજો દ્વારા કરવામાં આવે છે. []

હાલમાં, મહેલ નિર્જન હાલતમાં લાગે છે તેનો દરવાજો કાઢી લેવામાં આવ્યો છે અને તેને સ્થળે ઈંટની દિવાલ ચણી દેવામાં આવી છે. મહેલ મુલાકાતીઓ માટે ખુલ્લો નથી.

વાસ્તુ

[ફેરફાર કરો]

આ મહેલ સ્પષ્ટ યુરોપિયન પ્રભાવ હેઠળ બાંધાવાયેલો દેખાય છે, જેમાં ઘણી પાંખ (વિંગ) અને ઊભી ઢોળાઅવ ધરાવતું છાપરું છે. તેની બારીઓ ખૂબ જ મોટા આકારની છે જે અરબી સમુદ્રનું દર્શન કરાવે છે. મહેલની વિવિધ પાંખો (વિંગ) આગળના અને પાછળના બગીચાઓ ધરાવે છે. તેની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે જેથી તેઓ બગીચાઓ અને ફુવારાઓથી ઘેરાયેલી એક કુદરતી, મનોહર સૃષ્ટિ દર્શન કરાવે છે. રવેશમાં સુશોભન ધરાવતો સ્તંભ વાળો પ્રવેશદ્વાર (પોર્ટીકો) અર્ધગોળ આકારનો છે. આ સ્તંભો નવશાસ્ત્રીય (નિયોક્લાસિકલ) શૈલિ અનુસાર છે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Porbandar". Encyclopædia Britannica. મેળવેલ 5 July 2015.
  2. Gandhi 2014.
  3. ૩.૦ ૩.૧ "Welcome to The Porbandar District Chamber of Commerce and Industries". The Porbandar District Chamber of Commerce & Industries. મૂળ માંથી 28 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2015.
  4. ૪.૦ ૪.૧ Rough 2013.
  5. "Huzoor Palace". Collectorate- District Porbander, Government of Gujarat. મૂળ માંથી 9 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2015.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]