આર બી રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કુલ
આર. બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કુલ એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માં આવેલી એક કન્યા શાળા છે. આ શાળા દેશની સૌથી જૂની કન્યા શાળા (ગર્લ્સ સ્કૂલ)માંની એક છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૮૯૨ માં કરવામાં આવી હતી.[૨] તેનું નામ મુખ્ય દાતા, ગુજરાતના કાપડ મિલના અગ્રણી, રાવ બહાદુર શેઠ રણછોડલાલ છોટાલાલના નામ પરથી આર બી (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇ સ્કૂલ તરીકે રાખવામાં આવ્યું હતું.[૧] [૩] તે માત્ર શહેરની જ નહીં પણ ગુજરાતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.[૪] [૫] ૨૦મી સદીના પ્રથમ ભાગમાં વિખ્યાત મહિલા કાર્યકર વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા શાળાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.[૬]
વર્તમાન સ્થિતિ
[ફેરફાર કરો]જૂના અમદાવાદના ખાડિયા ખાતે આવેલી આ શાળા આજે પણ યુવતીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.[૪] [૩] આ શાળાના શિક્ષકને ૧૯૮૮ માં ભારત સરકારનો પ્રતિષ્ઠિત - સીસીઆરટી શિક્ષકોનો એવોર્ડ મળ્યો હતો.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ General, India Office of the Registrar (1967). Census of India, 1961: Gujarat (અંગ્રેજીમાં). Manager of Publications. પૃષ્ઠ 187. મેળવેલ 4 June 2017.
- ↑ University of Bombay (1922). The Bombay University Calendar. University of Bombay. પૃષ્ઠ 348. મેળવેલ 4 June 2017.
- ↑ ૩.૦ ૩.૧ Mehta, Kapilray M. (1959). Ahmedabad, 1958 (અંગ્રેજીમાં). Gujarat Publishers. પૃષ્ઠ 228. મેળવેલ 4 June 2017.
- ↑ ૪.૦ ૪.૧ Ahmedabad Art weekly
- ↑ "Citizens come to rescue of 125-year-old Kanya Shala - Times of India". The Times of India. 7 June 2017. મેળવેલ 16 June 2017.
- ↑ Roshni - Vidyagauri Neelkanth[હંમેશ માટે મૃત કડી] pp:17
- ↑ "Centre for Cultural Resources and Training (CCRT)". ccrtindia.gov.in. મેળવેલ 4 June 2017.