ઇલાયચી

વિકિપીડિયામાંથી

ઇલાયચી, એલચી
ઇલાયચી (ઇલેટેરિયા કાર્ડેમોમમ)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પી
(unranked): એકદળી
(unranked): કોમ્મેલિનિડ્સ
Order: ઝિંજીબરેલ્સ
Family: ઝિંજીબરેસી
Genera
 • એમોમમ
 • ઇલેટેરિયા

ઇલાયચી અથવા એલચી (અંગ્રેજી: Cardamon) એ આદુના કુળની ઇલેટેરિયા અને એમોમમ પ્રજાતિની વનસ્પતિ છે. આ બે પ્રજાતિ ભારત, નેપાળ અને ભૂતાનની વતની છે અને તેમને તેના નાનકડા પોપટાથી ઓળખવામાં આવે છે. આ પોપટાનો આડછેદ ત્રિકોણાકાર હોય છે અને તે લંબગોળ આકારની હોય છે. તેની છાલ પાતળી કાગળ જેવી હોય છે અને પોપટાની અંદર કાળા દાણા હોય છે. ગ્વાટેમાલા વિશ્વમાં ઇલાયચીનો પ્રમુખ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે, બીજે સ્થાને ભારત આવે છે. શ્રીલંકા જેવા અમુક અન્ય દેશોએ પણ ઇલાયચીનું ઉત્પાદન શરૂ કર્યું છે. ઇલેટેરિયા પ્રજાતિના બીજપુંજ આછા લીલા રંગના હોય છે જ્યારે અમોમમનાં બીજપુંજ મોટા અને ઘેરા બદામી રંગના હોય છે.

વજનની દ્રષ્ટિએ આ કેસર અને વેનિલા પછી ત્રીજો સૌથી મોંઘો તેજાનો છે.

વ્યૂત્પત્તિ[ફેરફાર કરો]

ઇલાયચીનું શાસ્ત્રીય નામ ઇલેટેરિયા એ દક્ષિણએશિયાની બોલીઓ પરથી ઉતરી આવ્યું છે. લીલી ઇલાયચી માટે હિંદી શબ્દ ઇલાયચી (इलायची) અને પંજાબી શબ્દ ઇલાચી (ਇਲੈਚੀ), મરાઠી શબ્દ વેલચી (वेलची) છે. આ શબ્દો સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યા છે, સંસ્કૃતમાં ઇલાયચીની એલા (एला) કે એલ્લકા (एल्ल्का) કહે છે. કન્નડમાં એલક્કી [ಏಲಕ್ಕಿ], તેલુગુમાં યેલકુલુ [యేలకులు], મલયાલમમાં એલક્કાય [ഏലക്കായ്] અને તમિલમાં એલક્કી [ஏலக்காய்] નામો વડે તે ઓળખાય છે.

ઇલાયચી માટેનો અંગ્રેજી શબ્દ કાર્ડેમમ (Cardamom) લેટિન ભાષાના શબ્દ કાર્ડેમોમમ (cardamomum) પરથી ઉતરી આવ્યો છે. [૧] તે શબ્દ એ ગ્રીક શબ્દ કાર્ડામોમોનનું લેટિનીકરણ છે.[૨] ગ્રીકમાં આ શબ્દ એક સંયુક્ત શબ્દ હતો, ક્રેસ [૩] + એમોન, જે એક પ્રકારના ભારતીય તેજાના માટે ઓળખાતો શબ્દ હતો. [૪]

ખ્રિસ્તીઓનો "નવો કરાર" કે જે મોટે ભાગે ગ્રીક ભાષામાં લખાયો છે તેમાં એમોમોન શબ્દનો પ્રયોગ સુગંધી છોડવાના સંદર્ભમાં કરાયો છે. અમુક પુસ્તક અનુસર આ શબ્દ એમોમોસ નામના ગ્રીક વિશેષણ પરથી ઉતરી આવ્યો હોવો જોઈએ જેનો અર્થ દોષરહિત, નિંદારહિત એવો થાય છે.

પ્રકારો અને વહેંચણી[ફેરફાર કરો]

લીલી અને કાળી ઇલાયચી

આદુ કુળની વનસ્પતિ એવી ઇલાયચીનાં બે રૂપો છે

 • ઇલેટારીયા (સામાન્ય ઇલાયચી, લીલી ઇલાયચી) જે ભારતથી મલેશિયા સુધીના વિસ્તારમાં પાકે છે.
 • એમોમમ (કાળી ઇલાયચી, ક્રેવન, જાવા ઇલાયચી, બંગાળી ઇલાયચી, સિયામિઝ ઇલાયચી, સફેદ ઇલાયચી કે રાતી ઇલાયચી) આ ઇલાયચી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પાકે છે.

વનસ્પતિશાસ્ત્રના પિતા ગણાતા થિયોફ્રેસ્ટસએ ઇલાયચીના બે પ્રકારો ઈ. પૂ. ચોથી શતાબ્દીમાં વર્ણવ્યા હતા. તેને માહિતી આપનારા અમુક લોકોએ તેને કહ્યું હતું કે તે વનસ્પતિ ઉત્તર પર્શિયાની મીડાસનીએ ભૂમિથી આવી હતી જ્યારે અન્ય લોકોએ કહ્યું હતું કે તે ભારતથી આવી હતી. [૫]

પર્યાવરણ[ફેરફાર કરો]

ઇલેટેરિયા ઇલાયચી એ એન્ડોક્લિટા હોસેઈ નામના ફૂદાંની ઈયળનું યજમાન વૃક્ષ હોય છે.[સંદર્ભ આપો]

વિવિધ જાતિઓ[ફેરફાર કરો]

ઇલાયચીનો છોડ

શરૂઆતમાં ઇલાયચીની મુખ્ય ત્રણ જાતો હતી

 • મલબાર ઇલાયચી: આ ઇલાયચી કેરળની વતની છે. આના છોડનો પુષ્પવિન્યાસ જમીન પર આડો વધે છે.
 • મૈસૂર ઇલાયચી : આ ઇલાયચી કર્ણાટકની વતની છે. આના છોડનો પુષ્પવિન્યાસ સીધો ઉપરની દિશામાં ઉગે છે. જોકે છેલ્લા અમુક વર્ષોમાં તેના કરતાં વધારે "ફ્રીન ગોલ્ડ" નામની વધુ શસક્ત અને વધુ ઉપજાઉ જાત આવતા મૈસુર ઇલાયચીનું પ્રમાણ ઘટ્યું છે. હવે આ નવી જાતનું જ વધુ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.
 • વઝુકાએ પ્રાકૃતિક રીતે મૈસુર અને મલબાર જાતિ વચ્ચે સંકર થયેલી ઇલાયચી છે. આના પુષ્પવિન્યાસ ન તો સીધા ઊભા ઉગે છે કે ન તો આડા ઉગે છે, તે વચ્ચેના કોણ પર ઉગે છે.

હાલમાં નવા વાવેતર કરનારાઓએ વધુ ઉત્પાદન આપતા છોડવાને અલગ તારવી તેમનો વધુ વિકાસ કરાવ્યો છે. સૌથી પ્રખ્યાત અને વધુ ઉત્પાદક પ્રજાતિ છે ઞલ્લાની. આ પ્રજાતિને રૂપ્રીત પણ કહે છે. આ જાતિને ભારતીય ખેડૂત સેબાસ્ટીયન જૉસેફે કેરળમાં વિકસાવી હતી. [૬][૭][૮][૯] ઈડુક્કી જિલ્લાના ખેડૂત કે. જે. બેબીએ સફેદ ફૂલો ધરાવતી ચઝુકા પ્રજાતિની એક જાત વિકસાવી છે જે ઞલ્લાની કરતાં પણ વધુ ઉત્પાદન આપે છે. આ પ્રજાતિનો તડકા-છાંયા સહન કરવાનો ગાળો વધુ મોટો હોય છે અને તેને પાણીના ભરાવવાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે.[૧૦]

વપરાશ[ફેરફાર કરો]

બંને પ્રકારની ઇલાયચી ખોરાક અને પીણામાં સુગંધ લાવવા, મસાલા તરીકે અને ઔષધ તરીકે વપરાય છે. ઇલાયચીને મસાલા તરીકે, મુખવાસ તરીકે ખવાય છે અને ક્યારેક તેનો ધુમાડો પણ લેવાય છે.

ખોરાક અને પીણાં[ફેરફાર કરો]

શ્રીલંકાના કૅંડી શહેરમાં મસાલાની એક દુકાન

ઇલાયચી એક તેજ, સુગંધી અને અનેરો સ્વાદ ધરાવતો તેજાનો છે. કાળી ઇલાયચીની સુગંધ કાંઈ ધુમ્રપડતી હોય છે પણ તે કડવી હોતી નથી. તેમાં મિન્ટ જેવી એક પ્રકરની ઠંડક હોય છે.

લીલી ઇલાયચી સૌથી મોંઘા તેજાનામાંની એક છે પણ તે તીવ્ર હોતા સોડમ અને સ્વાદ માટે ઘણી અલ્પ માત્રામાં જોઈએ છે. તેની સુગંધ અને સ્વાદ જાળવી રાખવા તેના દાણાને પુંજની અંદર જ રહેવા દેવાય છે અને તે છોડાની અંદર જ તેનો સંગ્રહ કરાય છે. જોકે બજારમાં ખાંડેલી ઇલાયચી તૈયાર (સસ્તામાં) મળે છે. આવા મસાલામાં ઇલાયચીના દાણા અને છોતરાને સાથે ખાંડી નંખાતા હોવાથી તે ભૂકાની કિંમત અને ગુણવત્તા બંને ઓછી હોય છે. રસોઈના માપનમાં આખી દસ ઇલાયચી દોઢ નાની ચમચી (ટી સ્પુન) ખાંડેલી ઇલાયચી જેટલી થાય છે.

ભારતીય રસોઈમાં ઇલાયચી પ્રચલિત મસાલો છે. તે સિવાય નોર્ડિક દેશોમાં ઇલાયચી બેકિંગમાં વપરાય છે, દા.ત. પુલ્લા નામના ફીનીશ ગળ્યા બ્રેડ અથવા જુલેકાકે નામના સ્કેન્ડીનેવીયન બ્રેડ. મધ્યપૂર્વ ક્ષેત્રમાં લીલી ઇલાયચીનો ભૂકો મીઠાઈના મસાલા તરીકે વાપરવામાં આવે છે. આ સિવાય ચા અને કૉફીમાં પણ તે વપરાય છે. આખી ઇલાયચીને કૉફીના દાણાની સાથે દળીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, આ મિશ્રણને ઉકળતા પાણીમાં નાખીને કૉફી બનાવવામાં આવે છે. અમુક અંશે ઇલાયચી ફરસાણ કે અન્ય ખારી વાનગીઓમાં પણ વપરાય છે.

દક્ષિણ એશિયામાં પારંપારિક રીતે ઇલાયચીને ભારતીય મીઠાઈઓ અને મસાલા ચામાં વાપરવામાં આવે છે. ગરમ માસલાની બનાવટમાં ક્યારેક કાળી ઇલાયચી પણ વપરાય છે. બાસમાતી ચોખા અને અન્ય વાનગીઓની સજાવટ માટે પણ ઇલાયચી વપરાય છે. ઇલાયચીના દાણા ભોજન પછી મુખશુદ્ધિ કે મુખવાસ તરીકે વપરાય છે.

પીપર-ચોકલેટના વિશ્વ પ્રસિદ્ધ ઉત્પાદક "રીગલી" પણ પોતાના ઉત્પાદનમાં ઇલાયચી વાપરે છે. તેમની 'એક્લીપ્સ બ્રીઝ મીન્ટ"ના આવરણ પર લેખેલું હોય છે કે "મુખની પ્રબળ દુર્ગંધને નામશેષ કરવા માટે ઇલાયચી". જીન અને ટીસેનની બનાવટમાં પણ ઇલાયચી વપરાય છે.

પારંપારિક વૈદક[ફેરફાર કરો]

સાફ કાચની બાટલીમાં ઇલાયચીનું સુગંધી તેલ

દક્ષીણ એશિયામાં ઇલાયચીનો ઉપયોગ દાંત અને પેઢાના વિકારો, ગળાની તકલીફો, ફેંફસાનો ભરાવો અને ક્ષય, આંખોની બળતરા, પાચન દોષ જેવી તકલીફોના ઈલાજ માટે થાય છે. મૂત્રપિંડ અને gall ની પથરી તથા સાપ અને વીંછીના ઝેર પ્રતિકારક તરીકે પણ ઇલાયચી વપરાય છે. એમોમમ ઇલાયચી ચીન , ભારત, પાકિસ્તાન, કોરિયા, જાપાન અને વિયેટનામમાં ઇલાયચી પારંપારિક વૈદકમાં વપરાય છે. ચીની વૈદકમાં તે કબજિયાત, મરડો અને અન્ય પાચનતંત્રની તકલીફો પર વપરાય છે. ચીન ના યુનાનમાં ત્સાઓકો કે એમોમમ ત્સાઓકો નામની ઇલાયચી ઉગાડાય છે તે મસાલા અને વૈદિક રીતે ઉપયોગિ છે

મુખ્ય ઘટકો:

ઇલાયચીમાં સુગંધી તેલનું પ્રમાણ તેને સાચવવાની પદ્ધતિ પર આધાર રાખે છે, તે વધુમાં વધુ ૮% જેટલું હોઈ શકે છે. ઇલાયચીના સુગંધી તેલમાં આલ્ફા-ટર્પિનિઓલ ૪૫%, માયર્સીન ૨૭%, લીમોનીની ૮% , મેન્થોન ૬%, બીટા-ફેલેન્ડ્રીન ૩%, ૧,૮-સીનીઓલ ૨%, સેબીનીની ૨% અને હેપ્ટેન ૨% હોય છે(Phytochemistry, 26, 207, 1987). અન્ય સ્ત્રોત મુજબ ૧,૮-સીનીઓલ (૨૦ થી ૫૦%), આલ્ફા-ટર્પિનિઓલ ૩૦% સેબીનીની, લીમોનીની (૨ થી ૧૪%) અને બોર્નીઓલ.

જાવાની ગોળાકાર ઇલાયચીઓમાં સુગાંધી તેલનું પ્રમણ ૨ થી ૪% જેટલું હોય છે. તેમાં મુખ્યત્વે ૧,૮-સીનીઓલ (૭૦% સુધી) બીટા-પીનીની ૧૬% હોય છે તે સિવાય આલ્ફા-ટર્પિનિઓલ, આલ્ફા-પીનીની અને હ્યુમીલીની જેવા સંયોજનો હોય છે.

વૈશ્વિક ઉત્પાદન[ફેરફાર કરો]

ગ્વાટેમાલા વિશ્વમાં ઇલાયચીનો પ્રમુખ ઉત્પાદક છે જેની ઉઅપ્જ ૨૬૦૦૦થી ૨૯૦૦૦ મેટ્રિક ટન જેટલી છે. અમુક સમય પહેલાં ભારત ઇલાયચીનું પ્રમુખ ઉત્પાદક હતું હવે તે બીજી ક્રમાંકે આવ્યું છે.[૧૧]), ભારતની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૫,૦૦૦ મેટ્રિક ટન જેટલી છે. [૧૨] Cardamom was first introduced to Guatemala in 1914.[૧૧]

૧૯૮૦થી બંને પ્રકારની ઇલાયચીની માંગ ખૂબ વધી છે (ખાસ કરીને ચીનમાંથી), આને કારાણે ઉંચાઈ પર રહેતાં ગરીબ ચીન, લાઓસ અને વિયેટનામના કિસાનોને આવકનો એક સારો સ્ત્રોત મળ્યો છે. લાંબી ઇલાયચીનાં ઉત્પાદનમાં પહેલાં નેપાળ એક સમયે અગ્ર સ્થાને હતું. [સંદર્ભ આપો]

ચિત્રમાલા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Lewis, Charlton T.; Short, Charles, "cardamomum", A Latin Dictionary (Perseus Digital Library at Tufts University), http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0059%3Aentry%3Dcardamomum 
 2. Liddell, Henry George; Scott, Robert, "καρδάμωμον" (in Ancient Greek), A Greek-English Lexicon (Perseus Digital Library at Tufts University), http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Dkarda%2Fmwmon 
 3. Liddell, Henry George; Scott, Robert, "κάρδαμον", A Greek-English Lexicon (Perseus Digital Library at Tufts University), http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Dka%2Frdamon 
 4. Liddell, Henry George; Scott, Robert, "ἄμωμον" (in Ancient Greek), A Greek-English Lexicon (Perseus Digital Library at Tufts University), http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Da%29%2Fmwmon 
 5. Theophrastus IX.vii.2
 6. Unsung Hero: Tale of an ingenious farmer, Rediff.com, 30 May 2007.
 7. "New cardamom variety – Njallani", National Innovation Foundation (Idukki, Kerala, India: Department of Science and Technology), archived from the original on 2013-05-27, https://web.archive.org/web/20130527081016/http://www.nif.org.in/new_cardamom, retrieved 2013-09-23 
 8. "Poor rainfall may hit cardamom crop". The Hindu Business Line. 6 July 2007.
 9. "Cardamom: Scientists, Njallani developers fight". CommodityOnline. 8 January 2008.
 10. "White Flowered Cardamom Variety" (PDF), Fourth National Technological Innovations & Traditional Knowledge Awards (India: National Innovation Foundation, Department of Science and Technology), archived from the original on 2013-05-17, https://web.archive.org/web/20130517111735/http://nif.org.in/awards/pdf_file/kj_baby.pdf, retrieved 2013-09-23 
 11. ૧૧.૦ ૧૧.૧ Álvarez, Lorena; Gudiel, Vernick (14 February 2008). "Cardamom prices leads to a re-emergence of the green gold". El Periodico (Spanishમાં). મૂળ માંથી 11 મે 2011 પર સંગ્રહિત. મેળવેલ 23 સપ્ટેમ્બર 2013.CS1 maint: unrecognized language (link)
 12. Batres, Alexis (6 August 2012). "Looking for new markets". El Periodico (Spanishમાં). Guatemala. મૂળ માંથી 19 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 23 સપ્ટેમ્બર 2013.CS1 maint: unrecognized language (link)

સંદર્ભગ્રંથસૂચિ[ફેરફાર કરો]

 1. CardamomHQ: In-depth information on Cardamom સંગ્રહિત ૨૦૧૩-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
 2. Mabberley, D.J. The Plant-book: A Portable Dictionary of the Higher Plants. Cambridge University Press, 1996, ISBN 0-521-34060-8
 3. Gernot Katzer's Spice Pages: Cardamom
 4. Plant Cultures: botany and history of Cardamom સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન
 5. Pham Hoang Ho 1993, Cay Co Vietnam [Plants of Vietnam: in Vietnamese], vols. I, II & III, Montreal.
 6. Buckingham, J.S. & Petheram, R.J. 2004, Cardamom cultivation and forest biodiversity in northwest Vietnam સંગ્રહિત ૨૦૦૬-૧૧-૨૧ ના રોજ વેબેક મશિન, Agricultural Research and Extension Network, Overseas Development Institute, London UK.
 7. Aubertine, C. 2004, Cardamom (Amomum spp.) in Lao PDR: the hazardous future of an agroforest system product, in 'Forest products, livelihoods and conservation: case studies of non-timber forest products systems vol. 1-Asia, Center for International Forestry Research. Bogor, Indonesia.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]