ઇ-ધરા કેન્દ્ર

વિકિપીડિયામાંથી

ઇ-ધરા કેન્દ્ર ગુજરાત રાજ્યની એક સરકારી કચેરી છે. ઇ-ધરા કેન્દ્ર ગુજરાત રાજ્યના દરેક તાલુકા મથકે હોય છે, જે મામલતદાર કેચરીની એક શાખા છે.[૧] જ્યાં જમીનને લગતાં ગામ નમુના નંબર ૬, ગામ નમુના નંબર ૭ તથા ૧૨ માં થતા ફેરફારોની નોંધ રાખવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સને ૧૯૮૮-૮૯ દરમ્યાન શ્રી કે. ડી. બુદ્ધ, શ્રી ડો. વી. વી. રામ સુબ્બારાવ તથા શ્રી સી. કે. કોષી IAS અધિકારીઓએ ઇ-ધરા પ્રોજેક્ટનો પાયો નાખ્યો. શ્રી શરદ રાવલે તેના કાર્યકાળ ૧૯૮૯-૨૦૦૮ દરમ્યાન તથા તે બાદ વખતો વખત ઇ-ધરા વ્યવસ્થાપનના વહીવટી અને ટેક્નિકલ જેવા પાસો માટે યોગદાન આપ્યું. સને ૧૯૯૬-૯૭ માં મહેસૂલ વિભાગે શ્રી એફ.જી.એચ. એન્ડરસનની મુલ્કી હિસાબોની રેકર્ડ ઓફ રાઇટ્સની સિસ્ટમને ધ્યાનમાં રાખી લેન્ડ રેકર્ડના કોમ્પ્યુટરાઝેશન માટે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ હાથ ધર્યું. ૧૯૯૭થી આ કામગીરીને ગુજરાત સરકારે NIC-GSUના ટેક્નિકલ સહયોગ દ્વારા પ્રોજેક્ટનું રાજ્યવ્યાપી વિસ્તૃતિકરણ હાથ ધરાયું. જાન્યુઆરી-૨૦૦૪ સુધીમાં સઘળા 225 તાલુકાનું કોમ્પ્યુટરાઝેશન હાથ ધરાયું. ૨૦૦૬-૦૭માં મહેસૂલ તપાસણી કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડનું પ્રોમોલગેશન કરાયું. ૨૦૦૮-૧૦માં વેબ ભૂલેખ, સેન્ટ્રલ સર્વર, ઇ-રજીસ્ટ્રેશન, તથા ઇ-જમીન વિ. સિસ્ટમનું ઇ-ધરા વ્યવસ્થાપન કાર્યપ્રલાણી સાથે ઇન્ટીગ્રેશન કરાયું.

ઇ-ધરાના કાર્યો[ફેરફાર કરો]

ઇ-ધરા ખાતે જમીનને લગતા ગામ નમુના નંબર ૬, ૭, ૧૨(પહેલાંનું ૭/૧૨)માં ફેરફારો અહીં નોંધાય છે. ગુજરાત સરકારના જીસ્વાન (GSWAN - Gujarat Sate Wide Area Network)ની કનેક્ટીવીટી દ્વારા ઓનલાઇન ફેરફારો નોંધાય છે, અને બધી માહિતી ગાંધીનગર સ્થિતના સર્વરમાં સંગ્રહિત થાય છે. આ બધી માહિતી યુનિકોડ ટક્ષ્ટ ફોર્મેટમાં સચવાય છે. ઇ-ધરા કેન્દ્ર ખાતે નીચેના ગામ નમુનામાં ફેરફારો નોંધાય છે:[૨]

  • ગામ નમુના નંબર ૬
  • ગામ નમુના નંબર ૮-અ
  • ગામ નમુના નંબર ૭
  • ગામ નમુના નંબર ૧૨

ઇ-ધરાના વિવિધ સોફ્ટવેર્સ[ફેરફાર કરો]

ઇ-ધરામાં જમીનના રેકર્ડના માટે નીચેના સોફ્ટવેરર્સનો ઉપયોગ કરવામાં આવે છે.[૨]

  • WinBhulekh
  • WebBhulekh
  • WinROR
  • LRC-PFP
  • ANYROR

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Land administration goes online[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ e-Dhara – Land records online