લખાણ પર જાઓ

ઉત્તરકાશી

વિકિપીડિયામાંથી
ઉત્તરકાશી
—  નગર  —
ઉત્તરકાશીનું
ઉત્તરાખંડ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 30°44′N 78°27′E / 30.73°N 78.45°E / 30.73; 78.45
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો ઉત્તરકાશી જિલ્લો
વસ્તી ૧૬,૨૨૦ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,352 metres (4,436 ft)

ઉત્તરકાશી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ઉત્તરકાશી ઉત્તરકાશી જિલ્લા નું મુખ્ય મથક છે. આ નગર ભગીરથી નદીને કિનારે સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે.

ઉત્તરકાશી એ૩૦.૭૩° N ૭૮.૪૫° E.|}} [] અક્ષાંશ રેખાશ પર આવેલું છે. અહીંનું ભુપૃષ્ઠ પર્વતીય છે. આ જિલ્લામાં ઘણી નાની અને મોટી નદીઓ છે. યમુના અને ગંગા તેમાંથી સૌથી મોટી છે. તેમના મૂળ ગંગોત્રી (ગોમુખ) અને યમુનોત્રી છે. અસી ગંગા, જડ ગંગા એ ગંગાની અમુક ઉપનદીઓ છે

૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ઉત્તરકાશીની વસ્તી ૧૬,૨૨૦ હતી. તેમાં ૫૭% પુરુષો અને ૪૩% સ્ત્રીઓ હતી. સરાસરી સાક્ષરતા ૭૮% હતી જે રાષ્ટ્રીય સરાસરી સાક્ષરતા ૫૯.૫% થી વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૩% અને સ્ત્રીઓમાં સાક્ષરતા ૭૧% છે. ૧૧% વસતિ ૬ વર્ષથી નીચેનાની છે. અહીં મુખ્યત્વે ભોતિયા જાધ લોકો રહે છે.

આકર્ષણો

[ફેરફાર કરો]
યમુનોત્રી મંદિર
  • નેહરુ પર્વતારોહણ સંસ્થાન[]
  • મંદાર દેવતા મંદિર
  • વિશ્વનાથ મંદિર
  • ગંગા કિનારો
  • ઉજેલી (સાધુઓનું સંઘઠન)
  • તિલોથ બંધ
  • માનેરી ભલી બંધ
  • તચિકેત તાલ (તળાવ)

ઉત્તરકાશી સાહસિક ખેલ જેવાકે વ્હાઈટ રીવર રાફ્ટીંગ અને પર્વતારોહણ માટે પ્રસિદ્ધ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Uttarkashi
  2. "Nehru Institute of Mountaineering, Uttarkashi". NIM Uttarkashi (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-01.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]