લખાણ પર જાઓ

ઊટકામંડ

વિકિપીડિયામાંથી
(ઉદગમંડલમ થી અહીં વાળેલું)
ઊટી
ઊટાકામંડ
ગિરિમથકોની રાણી
—  નગર  —
ઊટકામંડ
ઊટીનું શિખર ઉપરથી દ્રશ્ય
ઊટીનું
તામિલ નાડુ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 11°24′N 76°42′E / 11.4°N 76.7°E / 11.4; 76.7
દેશ ભારત
રાજ્ય તામિલ નાડુ
જિલ્લો નિલગિરી
નગર નિગમ ઉદગમંડલમ નગરપાલિકા
વસ્તી

• ગીચતા

૯૩,૯૨૧[] (૨૦૦૧)

• 300/km2 (777/sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૦૦ /
અધિકૃત ભાષા(ઓ) તમિલ[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

30.36 square kilometres (11.72 sq mi)

• 2,400 metres (7,900 ft)[]

આબોહવા

• વરસાદ
તાપમાન

Tropical wet

     991 mm (39.0 in)
     20 °C (68 °F)

કોડ
  • • પીન કોડ • ૬૪૩ ૦૦x
    • ફોન કોડ • +૦૪૨૩
    વાહન • TN 43
Footnotes
  • Temperature from Batchmates.com[]

ઊટકામંડ (audio speaker iconlisten  (સત્તાવાર રીતે, ઉદગમંડલમ/ઉટકમંડલમ (તામિલ- உதகமண்டலம்)) અમુક સમયે સંક્ષિપ્ત રૂપે ઉધાગાઈ (તમિલ: உதகை અથવા ઊટી audio speaker iconlisten ), એ ભારતનાં તમિલનાડુ રાજ્યમાં આવેલા નિલગિરી જિલ્લાનું જિલ્લામથક છે.

નિલગિરી પહાડીમાં આવેલું આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્ર પર પહેલા તોડા લોકોનો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યું. આજકાલ આ શહેરની અર્થ વ્યવસ્થા પર્યટન અને ખેતી આધારીત છે, આ સાથે દવા અને ફોટો ફિલ્મ બનાવવાનો ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે.

આ શહેર રેલ અને સડક માર્ગે ભારતનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે અને અહીંનાં ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે.

ઉદગમંડલમ નામની ઉત્પત્તિ થોડી વિચિત્ર છે. આ સ્થળનો સૌ પ્રથમ ઉલ્લેખ માર્ચ ૧૮૨૧માં મળે છે જેમા કોઈ અજ્ઞાત પત્રકાર આને મદ્રાસ ગેઝેટમાં 'વોટોકીમંડ' (Wotokymund) તરીકે ઓળખાવે છે.[] શરૂઆતના સમયમાં તેને 'ઉટૈકાલમંડ' કહેવાતું. તામિલ ભાષામાં તોડા લોકોના ગામને 'મંડ' કહે છે અને આગળના શબ્દો નિલગિરીના કેંદ્રવર્તી સપાટ મેદાનનાં સ્થાનિક નામનું અપભ્રંશ હોવું જોઈએ.[] અન્ય એક મત પ્રમાણે ઊટાકા એ સ્થાનિક શબ્દ ઓથા-કલનું અપભ્રંશ છે જેનો અર્થ છે એક પથ્થર. આ તોડા લોકો દ્વારા પૂજનીય મનાતા એક પથ્થરને કારણે હોઈ શકે છે. ઉદગમંડલમ નામને બ્રિટિશ શાસન દરમ્યાન બદલીને ઊટાકામંડ કરવામાં આવ્યું જે ટુંકાવીને ઊટી થયું.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઊટી એ નિલગિરિ પર્વતમાળામાં આવેલું એક ગિરિમથક છે, નિલગિરી અર્થાત ભૂરા પર્વતો. આ નામ નિલગિરીના વૃક્ષો દ્વારા બહાર પડતી ભૂરી આભાને લીધે પડ્યું છે કે દર બાર વર્ષે ખીલતા કુરુંજીના ફૂલ કે જે પહાડીના ઢોળાવને ભૂરા રંગની આભા દે છે તેના પરથી પડ્યું છે તે અનિશ્ચિત છે.[] ભારતનાં અન્ય ક્ષેત્રોમાં તે કોઈ રાજ્ય કે રાજાને હસ્તક હોવાના પુરાવા મળ્યાં છે પણ ઊટી ક્ષેત્ર સંબંધી આવા કોઈ પુરાવા મળ્યા નથી. ટીપુ સુલતાન પોતાની સીમા વિસ્તારી અહીં સંતાવવાની ગુફા જેવું માળખું બનાવનાર પ્રથમ રાજા હતો.[]

આ ક્ષેત્રમાં શરૂઆતમાં તોડા અને અન્ય સમુદાયોનું નિવાસિત હતું. તેઓ અહીં વેપાર કરી સહ અસ્તિત્વ ધરાવતા હતાં. પોતાના પુસ્તક 'ઊટાકામંડ, અ હીસ્ટરી'માં ફ્રેડરીક પ્રાઈસ લખે છે કે જૂના ઊટી તરીકે ઓળખાતા ક્ષેત્રમાં પહેલાં તોડા લોકો વસતાં હતાં. બાદમાં તોડા લોકોએ નગરનો તે ભાગ તે સમયના કોઈમ્બતૂરના ગવર્નર જ્હોન સુલેવાનને આપી દીધો. તેમણે બાદમાં અહીં નગર વિકસાવ્યું અને અહીં ચા, સિંકોના અને સાગ વૃક્ષની ખેતીને પ્રોત્સાહન આપ્યું. જે રીતે સ્થાનીય જનજાતિના લોકોએ મદદ કરી તે જોઈને અન્ય વસવાટ કરનારા અને સુલેવાન પોતે પણ પ્રભાવિત થયાં હતાં અને ખેડુતો તથા સ્થાનિક લોકોના હક્કો વચ્ચે સુમેળ રહે તેવું વિચારવાં લાગ્યાં. ત્યાર બાદના સમયમાં સ્થાનિક લોકોને તેમની જમીનના હક્કો સંબંધી પૂરો ન્યાય મળે તે માટે કાર્યરત રહ્યા. આ માટે બ્રિટિશ સાશને તેમને આર્થિક અને ન્યાયિક રીતે સજા પણ કરી.[]

૧૭૯૯માં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયેલી શ્રીરંગાપટનમની સંધિ અંતર્ગત નિલગિરી ક્ષેત્ર બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીને આધિન આવ્યું. ૧૬૦૩માં રેવ. જેકમ ફોરીકો નામના પાદરી અહીં આવનાર પ્રથમ યુરોપિયન હતા અને તેમણે આ ક્ષેત્ર અને અહીંના લોકો વિષે નોંધ પણ લખી છે. ૧૮૧૨માં સર્વેયર વિલિયા કીઝ અને મેકમોહને આ સપાટ પ્રદેશની મુલાકાત લીધી. ૧૮૧૮માં વીશ અને કીંડર્સલી નામના ઉપ-અધિકારીઓએ અહીંની મુલાકાત લઈને કોઈમ્બતૂરના કલેક્ટર જ્હોન સુલેવાનને પોતાનો અનુભવ અહેવાલ આપ્યો. જાન્યુઆરી ૧૮૧૯માં જ્હોન સુલેવાને અહીંનો પ્રવાસ ખેડી કોટાગિરીની ઉત્તરે આવેલ દીમાભટ્ટી પર મુકામ કર્યો. તેઓ ફરી અહીં ૧૮૧૯ના મે મહિનામાં આવ્યાં અને દીમાબત્તી આગળ પોતાના બંગલાનું બાંધકામ શરૂ કર્યું જે અહીંનું પ્રથમ યુરોપીય ઘર હતું.

જ્હોન સિલેવાને ૧૮૧૯માં (મેટ્ટુપાલયમ પાસે) સીરુમુગાઈ પાસેથી દીમાભત્તી સુધીના રસ્તાનું બાંધકામ કરાવડાવ્યું જે મે ૧૮૨૩માં પુરું થયું હતું. કુન્નુર સુધીનો રસ્તો ૧૮૩૦-૩૨માં બન્યો.[] ઊટી મદ્રાસ પ્રેસીડેંસીની અને બ્રિટિશ રાજ દ્વારા વધુ મુલાકાત લેવાતા નાના રજવાડાની ઉનાળુ રાજધાની હતી, આજે તે પ્રખ્યાત ઉનાળુ અને અઠવાડીક રજા ગાળવાનું સ્થળ બની ગયું છે. સૈનિકોના હવાફેર માટે પણ તેમને અહીં તથા બાજુમાં આવેલાં વેલિંગ્ટનમાં મોકલવામાં આવતા હતા. વેલિંગટન આજે પણ મદ્રાસ રેજિમેંટનું ઘર છે. આ સ્થળની અપ્રતિમ સુંદરતા અને ઊંડી હરિયાળીભરી ખીણોને કારણે એને ગિરિમથકોની રાણી તરીકેનું બિરુદ મળ્યું છે.[]

અહીં ઘુમાવદાર રસ્તા અથવા અટપટી રેલ્વે લાઈન દ્વારા પહોંચી શકાય છે જેને નિલગિરિ પર્વતીય રેલ્વે કહે છે. આ રેલ્વે લાઈન ૧૯૦૮માં બંધાઈ હતી. []

વાતાવરણ

[ફેરફાર કરો]
હવામાન માહિતી ઊટી (ઉદગમંડલમ) ૧૯૮૧–૨૦૧૦, મહત્તમ ૧૯૦૧–૨૦૨૧
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 26.8
(80.2)
27.3
(81.1)
27.5
(81.5)
28.5
(83.3)
28.0
(82.4)
26.1
(79.0)
22.8
(73.0)
23.0
(73.4)
23.3
(73.9)
25.5
(77.9)
25.4
(77.7)
27.4
(81.3)
28.5
(83.3)
સરેરાશ મહત્તમ °C (°F) 21.4
(70.5)
22.1
(71.8)
23.2
(73.8)
23.3
(73.9)
22.9
(73.2)
18.7
(65.7)
17.7
(63.9)
17.7
(63.9)
19.2
(66.6)
19.3
(66.7)
19.5
(67.1)
20.9
(69.6)
20.5
(68.9)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 6.2
(43.2)
7.1
(44.8)
9.3
(48.7)
11.2
(52.2)
11.8
(53.2)
11.4
(52.5)
11.1
(52.0)
11.2
(52.2)
10.7
(51.3)
10.4
(50.7)
9.0
(48.2)
7.1
(44.8)
9.7
(49.5)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) −2.1
(28.2)
0.0
(32.0)
1.1
(34.0)
5.0
(41.0)
4.4
(39.9)
2.2
(36.0)
2.5
(36.5)
4.6
(40.3)
4.4
(39.9)
0.0
(32.0)
−1.1
(30.0)
−1.1
(30.0)
−2.1
(28.2)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 9.7
(0.38)
7.4
(0.29)
20.6
(0.81)
73.1
(2.88)
98.7
(3.89)
124.1
(4.89)
149.4
(5.88)
97.9
(3.85)
132.1
(5.20)
169.6
(6.68)
110.4
(4.35)
47.7
(1.88)
૧,૦૪૦.૯
(40.98)
સરેરાશ વરસાદી દિવસો 1.1 0.6 1.9 5.6 8.7 10.7 11.2 10.0 10.1 11.7 7.6 3.3 82.4
Average relative humidity (%) (at 17:30 ભારતીય માનક સમય) 65 62 59 66 73 84 86 87 84 84 82 72 75
સ્ત્રોત: ભારત હવામાન વિજ્ઞાન વિભાગ[][]
ઊટીનું દ્રશ્ય

૨૦૦૧ની વસ્તીગણતરી અનુસાર અહીંની વસ્તી ૯૩૯૨૧ હતી. પુરુષ સ્ત્રી પ્રમાણ ૫૦% ૫૦% હતું.[૧૦] સાક્ષરતાનો દર ૮૦% હતો પુરુષ સાક્ષરતા ૮૪% અને મહિલા સાક્ષરતા ૭૫% હતી. ૯% વસ્તી ૬ વર્ષની નીચેનાની હતી. તમિલ અહીંની સત્તાવાર ભાષા છે. આ સિવાય નિલગિરીની સ્થાનીય ભાષાઓ પનીયા પણ બોલાય છે. વળી આ સ્થળ ત્રણ રાજ્યોની સીમા વરતી ક્ષેત્ર માં આવેલ છે અને પ્રવાસી મથક છે આથી અંગ્રેજી હિંદી કન્નડ અને મલયાલમ પણ બોલાય અને સમજાય છે.[૧૧]

રાજકારભાર અને રાજનીતિ

[ફેરફાર કરો]

ઊટી નીલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે.[૧૨][૧૩]

અર્થતંત્ર

[ફેરફાર કરો]
નિલગિરી ચાના કાળા પાંદડા

એમ મનાય છે કે અહીંની અર્થ વ્યવસ્થા પર્યટન આધારિત છે પણ તે સત્ય નથી આજે પણ આ શહેર આસપાસના ક્ષેત્રોનું પુરવઠો આપતું ક્ષેત્ર અને બજાર છે. આસ પાસનું ક્ષેત્ર ખેતી આધારિત છે ખાસ કરીને તે અંગ્રેજી શાક અને ફળો જેવાકે બટેટા, ગાજર, કોબી ફ્લાવર પીચ, પ્લમ, પેર, સ્ટ્રોબેરી આદિ ઉગાડે છે.[૧૪] અહીંની નગરપાલિકા માર્કેટમાં આ વસ્તુઓની રોજ દરરોજ નિલામી થાય છે. આ મર્કેટ ભારતની સૌથી મોટી છૂટક માર્કેટ માંની એક છે. અહીં ઘણા સમયથી ડેરી ફાર્મીંગ પણ ચાલુ છે. સહકારી ધોરણે અહીં ચીઝ અને દૂધ પાવદરનું ઉત્પાદન કરાય છે. અહીં ખેતીની સક્રીયતાને કારણે તેને લાગતી અમુક સંશોધન સંસ્થાઓ પણ અહીં શરૂ કરાઈ છે. તેમાં મૃદા સંવર્ધન કેંદ્ર, ઢોર ઉછેર કેંદ્ર અને અને બટેટા સંશોધન કેંદ્ર શામિલ છે. અહીં સ્થાનીય પાકની શૃંખલાના વ્યાપમાં વધારો કરવા ફૂલોની ખેતી (ફ્લોરી કલ્ચર) અને રેશમના કીડા નો ઉછેર (સેરી કલ્ચર) મશરૂમ ઉછેર આદિને પ્રચલિત કરવાના પ્રયત્નો ચાલુ છે. [૧૪]

હિન્દુસ્તાન ફોટો ફીલ્મસ, નામની ફીલ્મ ઉત્પાદક,પણ એક મુખ્ય ઉદ્યોગ છે. આ કારખાનું શહેર બહાર ઈન્દુનગર માં આવેલું છે.[૧૪] માનવ રેબીસની રસી બનાવતી કંપની હ્યુમન બાયોલોજીકલ્સ પણ ઊટીમાં પુડુમંડ નજીક આવેલ છે. અન્ય ઉત્પાદક કંપનીઓ શહેરની બહાર આવેલી છે. આમાંના નોંધનીય છે કેટ્ટી ( સોય ઉત્પાદક); અરુવાનકાડુ (કોર્ડાઈટ નિર્માતા) અને કુન્નુર (રેબીસ રસી નિર્માતા). આ ક્ષેત્રમાં અન્ય ગૃહ ઉદ્યોગ જેમકે ચોકલેટ, અથાણા અને સુથારીકામ પણ પ્રચલિત છે. સ્થાનીય લોકો અને પ્રવાસેઓમાં ગૃહ ઉદ્યોગની ચોકલેટ પ્રચલિત છે.

ભલે સ્થાનીય ક્ષેત્ર ચા ના વાવેતર માટે પ્રસિદ્ધ છે પણ હવે ન તો અહીં ચા ઉગાડાય છે કે ન તો તેના પર પ્રક્રિયા કરાય છે. ઓછી ઊંચાઈ પર ચા વધારે કરકસરથી ઉગાડાય છે માટે કન્નુર અને કોટાગિરીમાં ચા ના વાવેતર અને પ્રક્રિયાના કેંદ્રો આવેલા છે.

છેલ્લાં ત્રીસ વર્ષોમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે, ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ. આને પરિણામે અહીં ઘણું બાંધકામ થયું છે. હવે જો પ્રાકૃતિક સૌંદર્ય માણવું હોય તો શહેરથી થોડું બહાર રોકાવું પડે છે.

વાહનવ્યવહર અને મૂળભૂત સુવિધા

[ફેરફાર કરો]

ઊટી સારી કક્ષાના રસ્તા દ્વારા અન્ય શહેરો સાથે જોડાયેલ છે. તે ચેન્નઈથી ૫૩૫ કિમી (વાયા સેલમ ઈરોડ), કોઈમ્બતૂરથી ૮૬ કિમી, કુન્નુરથીએ ૧૮ કિમી, મૈસૂરથી ૧૫૫ કિમી (વાયા ગુડલૂર),કાલિકટથી ૧૮૭ કિમી, બેંગલોરથી ૨૯૦ કિમી, કોચીથી ૨૮૧ કિમી (વાયા કોઈમ્બતૂર અને પાલાક્કડ), કોડાયકેનલ થી ૨૩૬ કિમી (વાયા કોઈમ્બતૂર અને પલણી). ઊટી એ રાષ્ટ્રીય ધોરી મર્ગ ૬૭ પર આવેલું છે. આ શહેર પાંક મુખ્ય ઘાટ રસ્તાઓ દ્વારા તામિલનાડુ કેરળ અને કર્ણાટકથી જોડાયેલ છે. કોઈમ્બતૂર જિલ્લાના મેટ્ટુપાલયમ સાથે કોટાગિરિ માર્ગે પણ આ શહેર જોડાયેલ છે. આ રસ્તો કુન્નુરથે પસાર નથી થતો.

ઊટી જિલ્લા મથક હોવાથી નજીકના શહેરો જેમકે કુન્નુરૢ કોટાગિરીૢ ગુડલુરમાં આવવા જવા સારી બસ સુવિધા ઉપલબ્ધ છે. આ ત્રણ મુખ્ય નગર દ્વાર આ જિલ્લાના કોઈપણ ગામડામાં જવા પણ બસ સુવિધા ઉપલબ્ધ છે. નજીકના સ્ટેશન મેટ્ટુપાલયમ અને કોઈમ્બતૂર જવા પણ બસ સેવા ઉપલબ્ધ છે.

રેલ્વે

[ફેરફાર કરો]
નિલગિરી પેસેંજર ટ્રેન

ઊટી રાત પ્રવાસની ટ્રેન સેવા દ્વારા જોડાયેલ છે. મેટ્ટુપાલયમ સ્ટેશને બ્રોડગેજ પર ચાલતી નિલગિરી એક્સપ્રેસ અને નેરો ગેજ પર ચાલતી નિલગિરી પેસેંજર ટ્રેનની બદલી કરાય છે. નિલગીરી પર્વતીય રેલ્વે ભારતની સૌથી જૂની પર્વતીય રેલ્વે માંની એક છે જુલાઈ ૨૦૦૫માં આને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાઈ છે. આ રેલ્વે ઊટી અને નિલગિરીની તળેટીમાં આવેલ મેટ્ટુપાલયમને જોડે છે ભારતમાં આવેલ આ એક માત્ર રેક રેલ્વે (દાંતાવાળા પાટા) પ્રણાલી છે.

હવાઇમાર્ગ

[ફેરફાર કરો]

ઊટીમાં નાગરી હવાઈ મથક નથી માટે તે હવાઈ માર્ગે જોડાયેલ નથી. સૌથી નજીકનું હવાઈ મથક કોઈમ્બતૂર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે જે ભારતના મુખ્ય શહેર તથા વિશ્વના અન્ય શહેરો સાથે પણ જોડાયેલ છે.

નજીકના હવાઈ મથકથી ઊટી સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવાના પ્રયત્નો ચાલુ છે. શરુઉઆતમાં આ સેવા પવનહંસ કંપની દ્વારા બેલ ૪૦૭ હેલિકોપ્ટર દ્વારા શરૂ કરવાની યોજના છે.[૧૫]

અભ્યાસ

[ફેરફાર કરો]

બ્રિટિશ રાજ ના સમયથી ઊટી બોર્ડિંગ સ્કુલ માટે જાણીતું છે. તેઓ સ્થાનીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંની સુવિધાઓ અને શિક્ષણ ભારતમાં અવ્વલ દરજ્જનું મનાય છે.[૧૬] અને ભારતના અને આસપાસના દેશોના ધનાઢ્ય લોકો પોતાના બાળકોને ભણવા અહીં મોકલે છે. આમંની અમુક હવે દિવસ શાળા તરીકે પણ સેવા આપે છે.

ઊટી નજીક આવેલ બોર્ડિંગ શાળાઓ છે:[૧૭]

  • લેઈડલો મેમોરિયલ સ્કુલ,કેટ્ટી
  • સેંટ. જ્યુડ્સ પબ્લીક સ્કુલ,કોટાગિરી
  • સેંટ. જોસેફ્સ હાયર સેકેંડરી સ્કુલ,કુન્નુર
  • લોરેંસ સ્કુલ, લવડેલ
  • હરબોન સ્કુલ ઊટી
  • વુડસાઈડ સ્કુલ
  • ગુડ શેફર્ડ ઈંટરનેશનલ સ્કુલ ઊટી

પર્યટન અને ઐતિહાસિક સ્થળો

[ફેરફાર કરો]
ઊટી બોટેનિકલ ગાર્ડન
ફેર્નહીલ્સ પેલેસ
ઊટી લેક
તોડા ઝૂંપડી

પશ્ચિમ ઘાટના ભૂરા પર્વતોની વચ્ચે વસેલ નીલગિરીમાં દર વર્ષે ઘણા પ્રવાસી આવે છે. વિશાળ પર્વતોૢ તલાવો ૢ ગીચ જંગલોૢ માઈલો લાંબા ચા ના બગીચા નીલગિરીના ઝાડ ઊટી આવતા પ્રવાસીઓનું અભિવાદન કરે છે. આ શહેરમાં પણ ઘણા પીકનીક સ્થળો આવેલા છે. શરૂઆતમાં બ્રિટિશરોમાં આ એક પ્રખ્યાત અઠવાડીક રજા ગાળવાનું સ્થળ હતું. પાછળથી એ વહીવટી શહેર પણ બન્યું. આ શહેર સમુદ્ર સપાટીથી ૨૨૮૬મી ની ઊંચાઈ પર આવેલું છે.

રોઝ ગાર્ડન

[ફેરફાર કરો]

સરકારી રોઝ ગાર્ડન (પૂર્વે સેંટેરરી રોઝ ગાર્ડન) એ ઊટી નગરના વિજય નગરમ ક્ષેત્રમાં એલ્ક હીલના ઢોળાવ આવેલું છે. આજે સંપૂર્ણ ભારતમાં આ ઉધ્યાનમાં ગુલાબના ફૂલોની સૌથી વધુ પ્રજાતિઓ છે તેમાં ખાસ છે હાયબ્રીડ ચા ગુલાબૢ મીનીએચર ગુલાબૢ ફ્લોરીબ્યુંડાૢ રેમ્બલર્સૢ અપારંપારિક રંગો જેમ કે કાળા અને લીલા રંગના ગુલાબ વગેરે.આ સિવાય ૧૭૦૦૦ પ્રજાતિના ગુલાબો ઉગાડાયા છે. અહીં ઉગાડાયેલ ગુલાબોને વિવિધ સ્થળોએ થી જમા કરાયા છે. નીલા માદમ નામના સ્થળેથી આખું ઉદ્યાન જોઈ શકાય છે.

ઊટી બોટેનિકલ ગાર્ડન

[ફેરફાર કરો]

૨૨ એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ ઊટી બોટેનીકલ ગાર્ડન ૧૮૪૭માં બનાવવામાં આવ્યું છે અને તામિલનાડુ સરકાર તેનો રખરખાવ કરે છે. આ ઉદ્યાનની સ્થાપના મૂળ તો શૈક્ષણિક અભ્યાસ માટે જ હતો જેમાં નીલગિરી ક્ષેત્રની વનસ્પતિ સંપત્તિનો અભ્યાસ કરવાનો ઉદ્દેશ્ય હતો. હવે તે આમ જનતા માટે ઉદ્યાન તરીકે ખુલ્લું મુકાયું છે. આ ઉદ્યાન એકદમ લીલું છમ્મ છે અને તેનો સારો નિભાવ થયેલ જોવા મળે છે. દર વર્ષે મે માં અહીં ફૂલોનું પ્રદર્શન અને વનસ્પતિની દુર્લભ પ્રજાતિઓનું પ્રદર્શન યોજાય છે. આ ઉદ્યાનમાં ૨ કરોડ વર્ષ જુનું અશ્મિભૂત થયેલ વૃક્ષ છે. આ ઉદ્યાનમં વિરલ વૃક્ષો જેમ કે કોર્ક વૃક્ષૢ પેપરબાર્ક વૃક્ષ અને મંકી પઝલ વૃક્ષ અને વિવિધ ફૂલ છોડવાઓૢ ફર્ન અને ઓર્ચિડ આવેલા છે. તળાવને કાંઠે ઈટાલિઅયન શૈલિનું ઉધ્યાન અન્ય આકર્ષણ છે.

ઊટી તળાવ

[ફેરફાર કરો]

ઊટી તળાવ એ એક કૃત્રિમ તળાવ છે જેને જહોન સુલેવાન દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં તે અત્યારના ૪ ચો કિમી ક્ષેત્રફળ કરતાં ઘણું મોટું હતું તે અત્યારના બસ સ્ટેશન ૢ રેસકોર્સ અને અત્યારની માર્કેટ પર છવાયેલ હતું. આ તળાવમાં નૌકાવિહાર પ્રમુખ આકર્ષણ છે. આ તળવ નીલગિરીના વૃક્ષોથી ઘેરાયેલ છે જે તેની સુંદરતા વધારે છે. તળાવની આસપાસ મનોરંજન પાર્ક સાથે એક ઉદ્યાન છે.

પથ્થર ગૃહ (સ્ટોન હાઉસ)

[ફેરફાર કરો]

સ્ટોન હાઉસ એ પ્રાચીન ઊટીનું સૌથી પ્રથમ ઢબસર બંધાયેલ ઈમારત છે. જેને જહોન સુલેવાન દ્વારા બંધાવાયેલ હતું. તે સરકારી આર્ટ્સ કોલેજેની અંદર છે. હવે તેમાં સરકારી ઓફીસો ખોલી છે.

ટોડા ઝૂંપડી

[ફેરફાર કરો]

બોટેનીકલ ગાર્ડનની ઉપરના ભાગમા6 અમુક તોડા લોકોની ઝૂંપડીઓ આવેલી છે જેમાં હજુ પણ તોડા લોકો નિવાસ કરે છે. આ સિવાય કંડાલ મુંડ અને જૂના ઊટી પાસે પણ તોડા લોકો વસે છે.

ઊટી પર્વતીય રેલ્વે

[ફેરફાર કરો]

આ શહેર નીલગિરી પર્વતીય રેલ્વેનું મથક છે. આ સ્ટેશન વિશ્વ ધરોહર સ્થળનો એક ભાગ છે આ સ્ટેશન બ્રિટિશ રાજમાં નિર્મિત સ્ટેશનની ઝલક આપે છે. નીલગિરી પર્વતીય રેલ્વેએ ભારતની સૌથી જૂની રેલ્વે છે. ૧૮૪૫માં યોજના ઘદાયેલ આ રેલ્વે છેક ૧૯૦૮માં અસ્તિત્વમાં આવી અને શરૂઆતમાં આને મદ્રાસ રેલ્વે કંપની દ્વારા ચલાવાતી હતી. વરાળ એંજીન પર ચાલતી વિશ્વની જૂજ રેલ્વેમાંની આ એક છે.

સેંટ સ્ટીફંસ ચર્ચ

[ફેરફાર કરો]

સેંટ સ્ટીફંસ ચર્ચ એ આ શહેરનું સૌથી જુનું ચર્ચ છે અને સ્થાનીય લેંડમાર્ક છે. આનું વાસ્તુ ફોથિક પરિવર્તન કાળનું જેમાં સ્ટેન ગ્લાસ (રંગીન કાંચ) એક આવશ્યક ભાગ હોય છે. તે સમયના બ્રિટિશ ચર્ચોથી આવે છે. ચર્ચના પ્રાંગણમાં વસાહતીય પથ્થરો આવેલા છે અને આજે પણ ત્યાં પૂજા આદિ થાય છે.

બેક્સ વર્લ્ડ, ઊટી

[ફેરફાર કરો]

અહીં એક ૧૪૨ વર્ષ જૂન બંગલામાં ભારતીય ઐતિહાસિક વ્યક્તિઓના જીવંત આકારના મીણના પૂતળા બનાવી રાખવામાં આવ્યાં છે.

ઊટી ગોલ્ફ લીંક્સ

[ફેરફાર કરો]

આ ઘાસ અને જંગલ ધરાવતું ક્ષેત્ર ઊટી ગોલ્ફ કોર્સનો ભાગ છે.

જનજાતિ સંગ્રહાલય

[ફેરફાર કરો]

ઊટીથી ૧૦ કિમી દૂર મુથોરાઈ પલાડામાં આવેલ જનજાતિ સંશોધન સંસ્થાન માં એક જનજાતિ સંગ્રહાલય આવેલું છે અહીં જનજાતિય કળા કારીગિરીના નમૂનાઓ મુકવામાં આવ્યાં છે આ સાથે તામિલનાડુ અને આંદામન નિકોબાર ની જનજાતિઓના ફોટા આદિ પણ પ્રદર્શિત કરાયા છે. અહીં તોડાૢ કોટાૢ પનિયાૢ કુરુમ્બા અને કાનીકરન જેવી જાતિઓની ઝૂંપડીઓ પણ બતાવેલી છે

ઊટીના પ્રવાસી આકર્ષણો

[ફેરફાર કરો]
દોડ્ડાબેટ્ટા શિખર પરથી દેખાતું દ્રશ્ય
ઊટી નજીકના ચા બગીચા
ઊટી નજીક આવેલું પાયકાર તળાવ
ઊટી નજીક પાયકારા ધોધ
પાયકારા જવાના રસ્તા પર પાઈન ફોરેસ્ટ
ધુમ્મસમાં પાઈન ફોરેસ્ટ
મુડુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથી
નીલમ તળાવ

ઊટી એ નિલગિરી જીવાવરણ ક્ષેત્રમાં આવેલું છે. આ ક્ષેત્રની મોતાભાગનું જંગલ ક્ષેત્ર અને તળાવ ક્ષેત્ર સામાન્ય પ્રવાસની પહોંચ બહાર રખાયું છે કેમક આ પર્યાવરણ ખૂબ નાજુક છે. આ સંવર્ધન ક્ષેત્રના અમુક ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મુકવાનો પ્રસ્તાવ છે. વધુ પડતા વ્યવસાયીકરણને કારણે ઊટીને ઘણું થયું છે.

ઊટીના સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળો આ પ્રમાણે છે:

  • દોડ્ડબેટ્ટા શિખર: તે નિલગિરી પર્વત માળાનું સૌથી ઊંચુ (૨૬૨૩ મી) શિખર છે. અને ઊટીથી ૧૦ કિમી દૂર આવેલું છે. આ સ્થળ પૂર્વ અને પશ્ચિમ ઘાટના સંગમ પર આવેલ છે અને નિલગિરી પર્વતોનું સુંદર દ્રશ્ય બતાવે છે. તેની આસપાસ ગીચ શોલા આવેલા છે. અહીં ટીટીડીસી દ્વારા લગાવેલ ટેલિસ્કોપ ની મદદ વડે દૂરનું નીરીક્ષણ કરી શકાય છે. અહીં એક ટીટીડીસી ઉપહાર ગ્રહ પણ છે.
  • ચા બગીચા: ચાના બગીચા ઓછી ઊંચાઈએ આવેલા છે અને સુંદર દ્રશ્યને કારણે ઘણાં પ્રવાસીઓને આક્ર્ષે છે.
  • કેટ્ટી ખીણ: વર્ષ ભર રહેતા ખુશનુમા વાતાવરણને કારણે આ વેલીને દક્ષિણ ભારતનું સ્વીટ્ઝરલેંડ કહે છે. ઊટી કુન્નુર રોડ પર એક વેલી વ્યુ કરીને સ્થળ છે અહીં સીએસઆઈ કોલેજ નામની એંજીનીયરિંગ કોલેજ આવેલી છે જે આ જિલ્લાની એક માત્ર એંજિનિયરિંગ કોલેજ છે.
  • પાયકર લેક બોટ હાઉસ અને પાયકારા ફોલ્સ: આજુબાજુના સર્વ તળાવમાંથી આ તળાવ સૌથી વધુ સારી રીતે પહોંચી શકાય છે. અહીં તળાવની એક તરફ બોટ હાઉસ અને પિકનીક ક્ષેત્ર બનાવાયું છે. આ તળાવનો મોટો ભાગ આરક્ષિત જંગલમાં છે અને પ્રવાસી ત્યાં જઈ શકતાં નથી.
  • પાઈન ફોરેસ્ટ: ઊટી અને થલકુંડ વચ્ચે આવેલ આ સ્થળ અમુક તાલિલ ફીલ્મોમાં પણ દર્શાવાયું છે. આ એક ટેકરીનો ઢોળાવ છે જેના પર પાઈના વૃક્ષો એક ઢબમાં ઉગાડાયા છે..
  • વેંલોક ડાઉંસ: આ ક્ષેત્ર નિલગિરીના ઘાસભૂમિની મૂળ પ્રારુપ દર્શાવે છે. અહીં હળવા ઢોળવવાળી ટેકરીઓ છે અન અને તેને પ્રાય બ્રિટીશ ભૂમિઓ જેમકે યોર્કશાયર ડેલ આદિ સાથે સરખાવાય છે. આ એક પ્રચલિત ફીલ્મ શૂટીંગ ક્ષેત્ર છે જે ઊટીથી ઊટી મૈસૂર રોડ પર ૬ અને ૯ માઈલ પર આવેલ છે માટે આસ્થળોને સીક્સ્થ અને નાઈંથ માઈલ તરીકે ઓળખાય છે.
  • સામરાજ સાગર લેક: આ તળાવ પાયકારા તળાવ જતા રસ્તા પર છે.
  • મુદુમલૈ રાષ્ટ્રીય ઉદ્યાન: નીચી ઊંચાઈ પર આવેલ આ સ્થળ સરળતાથી પહોંચી શકાય છે, આ ઉદ્યાન કર્ણાટકના બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનને સ્પર્ષે છે. આ વિવિધ પ્રજાતિના પ્રાનીઓ અને વનસ્પતિનું ઘર છે.
  • મુકુર્થી રાષ્ટ્રીય ઉદ્યાન: આ એક મોટો જંગલ ક્ષેત્ર છે જે સામાન્ય પ્રવાસી માટે નથી. આમાં આ જ નામ ધરાવતું તળાવ અને શિખર છે.
  • નીડલ હીલ વ્યુ પોઈંટ આ સ્થળ ગુડલુર અને પાયકારા વચ્ચે આવેલું છે.
  • પાર્સંસ વેલી રીસર્વોયર: આ તલાવ ઊટીનો પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને તે આરક્ષીત જંગલમાં આવેલું છે અને પ્રવાસીઓનો પ્રાવેશ વર્જીત છે.
  • એમરાલ્ડ તલાવ: આ તળાવ આ જ નામના તળાવ પાસે આવેલું છે. બંધ પાસે એક પોઈંટ છે. તે સિવાયનો મોટો ભાગ આરક્ષિત જંગલ છે અને પર્યટકોને પ્રવેશ વર્જીત છે.
  • એવલાંચ લેક: એમરાલ્ડ તળાવની બાજુમાં આવેલ આ તળાવ આરક્ષીત જંગલમાં આવેલું છે અને પ્રવાસીઓનો પ્રાવેશ વર્જીત છે.
  • પોર્થીમંડ લેક: આ તળાવ આરક્ષીત જંગલમાં આવેલું છે અને પ્રવાસીઓનો પ્રાવેશ વર્જીત છે. તામિળ ફીલ્મ રોજાનું શુટીંગ અહીં થયું હતું.
  • અપર ભવાની લેક: આ તળાવ મુકુર્થી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે અને પ્રવાસીઓનો પ્રાવેશ વર્જીત છે.

ઊટીમાં સાહસિક ખેલ

[ફેરફાર કરો]

ઊટીની ભાતિગળ ભુપૃષ્ટને કારણે અહીં હેંગ ગ્લાઈડિંગ જેવા વિવિધ સાહસિક ખેલ ઉપલબ્ધ છે. ઊટીથી ૨૦ કિમી દૂર આવેલ કલહટ્ટીમાં હેંગ ગ્લાઈડિંગ માટે વિશ્વમાં સૌથી સુંદર સ્થળ છે. અહીં એક મોટા પતંગ પર સળીયા મારાફતે લટકવાનું હોય છે. કલહતીમાં લોંચ ક્ષેત્ર છે જ્યાં જીપ દ્વારા પહોંચી શકાય છે. માર્ચથી મે મહીના દરમ્યાન ઊટીમાં આના અભ્યાસ કરાવાય છે.

પર્યાવરણ મૈત્રી

[ફેરફાર કરો]

હાલના વર્ષોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ઘણું કામ કરવામાં આવે છે. અહીં પ્લાસ્ટીકની થેલી વાપરવા પર ઘણાં વર્ષોથી પ્રતિબંધ છે. અહીંના રહેવાસી તથા દુકાનદાર કપડાં કે કાગળની થેલી વાપરવા પર ભાર આપે છે.[૧૮] પરંતુ તેમ છતાં નિલગિરીને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવતાં નથી.[૧૯]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "About Municipality". municipality.tn.gov.in. મૂળ માંથી 2008-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-15.
  2. "Ooty: In the Lap of the Nilgiris". batchmates.com. મેળવેલ 2008-02-15.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "History". ooty.net. મેળવેલ 2008-02-15.
  4. Sir Frederick Price Ootacamund, A History (Madras: Govt. Press) 1908 pp14-15
  5. "Ooty History". ooty.ind.in. મેળવેલ 2008-02-15.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "Ooty History". evoire.com. મૂળ માંથી 2010-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-15.
  7. "Nilgiri Mountain Railways". nrm.indianrailways.gov.in. મેળવેલ 2008-02-15.
  8. "Station: Octacamund Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010 (અંગ્રેજીમાં). ભારત હવામાન વિજ્ઞાન વિભાગ. જાન્યુઆરી ૨૦૧૫. પૃષ્ઠ ૫૭૩–૫૭૪. મૂળ (PDF) માંથી ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૨૦.
  9. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF) (અંગ્રેજીમાં). India Meteorological Department. ડિસેમ્બર ૨૦૧૬. પૃષ્ઠ M207. મૂળ (PDF) માંથી ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૨૦.
  10. "Directorate of Census Operations - Tamil Nadu". census2001.tn.nic.in. મૂળ માંથી 2011-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-15.
  11. "Languages in Ooty". mapsofindia.com. મૂળ માંથી 2008-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-16.
  12. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. મૂળ (PDF) માંથી 2008-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-10.
  13. "Hill Station in Nilgiri Hills". nilgirihills.in. મૂળ માંથી 2011-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-16.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ "Romantic Ooty". groundreport.com. મૂળ માંથી 2011-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-16.
  15. {www.hindu.com/2007/08/02/stories/2007080250530200.htm }
  16. "Modern Indian Education System". મૂળ માંથી 2009-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  17. http://www.ooty.com/schools.htm
  18. "Ban on carry bags". The Hindu. Chennai, India. 2005-02-04. મૂળ માંથી 2005-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  19. "A tourist Spot is orn to Death". મૂળ માંથી 2011-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: