ઉમરેઠ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉમરેઠ
—  નગર  —
ઉમરેઠનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°41′58″N 73°06′49″E / 22.699554°N 73.113613°E / 22.699554; 73.113613
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
વસ્તી ૩૩,૭૬૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
ઉમરેઠ બસ સ્ટેશન

ઉમરેઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ ગામ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વિક્રમ સંવત ૫૫૫ ની સાલમાં લેઉઆ પાટીદાર જૂહા પટેલે ઉમરેઠ ગામ વસાવેલું છે.[સંદર્ભ આપો] માત્ર ૮ કુટુંબના વસવાટથી વસેલું આ ગામ આજે તાલુકાના મુખ્ય ગામ સ્વરૂપે વસેલું છે.

ઉમરેઠને અગાઉ અમરાવતી તરીકે ઓળખવામા આવતુ હતુ, તેમજ છોટા કાશી અને ચરોતરના ઊંબરા તરીકેનું બહુમાન પણ ઉમરેઠને મળ્યું છે.

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ ઐતિહાસીક જાગનાથ મહાદેવ લગભગ ૧૦૫ વર્ષ જુનું છે, જે ગામના ખડાયતા લોકોએ બધાવ્યું હતુ.[સંદર્ભ આપો] ઉમરેઠમા પ્રવેશ કરવા માટે ૬ મુખ્ય દરવાજા આવેલ છે, જૂના સમયમા ચરોતરના વેપારી મથક તરીકે ઉમરેઠની ઓળખ હતી ત્યારના સમયમા ઉમરેઠને લોકો સોનાની પાંખ તરીકે પણ ઓળખતા હતા.[સંદર્ભ આપો]

ભૂગોળ[ફેરફાર કરો]

ઉમરેઠ 22°42′N 73°07′E / 22.7°N 73.12°E / 22.7; 73.12 પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ 47 metres (154 ft) છે.

ગામની ચારેય દિશાઓનાં ચાર ખૂણાઓમાં ચાર સરોવરો આવેલા છે:

  • માલવ સરોવર
  • પીપળીયા સરોવર
  • રામ સરોવર
  • વડુ સરોવર

નગર[ફેરફાર કરો]

નગરની ફરતે કોટ (કિલ્લો), ચારેય દિશામાં દરવાજા, પ્રત્યેક દિશામાં સરોવરો અને વનરાજીથી આવેલી છે. ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

હાલમાં સાડીઓની દુકાનોથી પ્રચલિત થયેલ ઉમરેઠને હવે સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામા આવે છે.[સંદર્ભ આપો] મમરા-પૌંઆની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે. ઉમરેઠના બનેલા મમરા પૌવા દેશમાં તેમજ વિદેશમાં પણ જાય છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં શ્રી મૂળેશ્વર મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે તથા વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે. આ ઉપરાંત ઉમરેઠમાં સંતરામ મંદિર, શ્રી ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે.

‘કેવળપુરી’ નામે એક બાવાજી વિદ્વાન હતા અને કવિ પણ હતા. તેઓ ઉમરેઠમાં રહેતા હતા. સં.૧૮૪૦ ની સાલમાં તેમણે ઉમરેઠમાં આશ્રમની સ્થાપના કરેલી. તેમણે ગુજરાતી તથા હિન્દી માં કેટલાક કાવ્યો લખેલાં છે. સંવત ૧૮૫૫ ના ફાગણ સુદ ૧૧ ના શુભ દિવસે શ્રી નીલકંઠવર્ણી સર્વ પ્રથમ ઉમરેઠ પધારેલા અને જાગનાથ મંદિરમાં રાત્રીવાસ રહ્યા એ સમયે ‘બાજખેડાવાળ‘ જ્ઞાતિના ઋગ્વેદી વિપ્ર નરભેરામ માણેકજી દવે તથા રૂપરામ આદિત્યરામ ઠાકર આ બંને વિપ્રોએ નીલકંઠવર્ણીના દર્શન કર્યા. વર્ણીને ફળાહાર કરાવીને સેવાનો અલભ્ય લાભ લીધેલો. ત્યારપછીના સમયમાં શ્રી સહજાનંદસ્વામી અનેકવાર ઉમરેઠ પધારેલા અને ધર્મોપદેશઆપીને તેમજ ઐશ્વર્ય, ચમત્કારો બતાવીને ઉમરેઠના ઘણા મુમુક્ષોને પોતાના શિષ્યો બનાવ્યા. તે સર્વે શિષ્યો એ સંવત ૧૮૫૫ ના વૈશાખ સુદ ૧૦ ને બુધવાર ઉમરેઠમાં સર્વ પ્રથમ સ્વામિનારાયણ મંદિર બંધાવેલું. શ્રી ગોપાળંનંદ સ્વામીએ પણ ઉમરેઠની મુલાકાત લીધેલી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Umreth Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2018-12-24. Check date values in: |accessdate= (મદદ)
  2. Falling Rain Genomics, Inc - Umreth

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]