એકાનંશા
એકાનંશા (સંસ્કૃત: एकानंशा, Ekānaṁśā) એક હિન્દૂ દેવી છે, આર્ય છે. સંસ્કૃત ભાષામાં એકાનંશાનો અર્થ "અદ્વિતીય, પક્ષપાત રહિત " એવો થાય છે અને તે નામ નવા ચંદ્ર નું પણ છે.[૧] ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર, હરિવંશમાં એકાનંશા ને વિષ્ણુ ની શક્તિ ના રુપમાં દર્શાવવામાં આવી છે, તે નંદ ની પુત્રી તરીકે બાળ કૃષ્ણને કંસથી સુરક્ષિત કરવા માટે ઉતરી હોવાનું કહેવાય છે.[૨] હરિવંશ માં તે ઈન્દ્ર ની બહેન પણ કહેવાય છે, જેના કારણે તેમણે કૌશિકી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિવંશ(II.4.37-41) અનુસાર, વૃષ્ણીઓ દ્વારા તેમની પુજા-ઉપાસના કરાતી હતી.[૩] વાસુદેવ કૃષ્ણ, બલરામ અને તેમની બહેન એકનંશાને દર્શાવતા ઘણા "સગીરોના ત્રિપુટીઓ" મથુરા પ્રદેશમાં જોવા મળે છે, જે સામાન્ય યુગની શરૂઆતની સદીઓ સુધી શૈલીગત રીતે રજૂ કરવામાં આવ્યા છે.[૪]
વર્તમાન દિવસોમાં પશ્ચિમી ભારતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વૃષ્ણીકુળ ના જાડેજા રાજપૂતો એકાનંશા ની ઉપાસના કરતા જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Hawley, John Stratton and Donna Marie Wolf (1986) (ed.) The Divine Consort: Rādhā and the Goddesses of India, Boston: Beacon Press, ISBN 0-8070-1303-X, p.372
- ↑ Hudson, Dennis (1986) Piņņai, Krishna's Cowherd Wife in John Stratton Hawley and Donna Marie Wolf ed. The Divine Consort: Rādhā and the Goddesses of India, Boston: Beacon Press, ISBN 0-8070-1303-X, p.256
- ↑ Bhattacharji, Sukumari (2000).The Indian Theogony: Brahmā, Viṣṇu and Śiva, New Delhi: Penguin, ISBN 0-14-029570-4, p.173
- ↑ Empty citation (મદદ)