લખાણ પર જાઓ

હરિવંશ

વિકિપીડિયામાંથી

હરિવંશ હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતની પૂર્તિ સમાન છે, જેને ઘણી વખત મહાભારતનો ઉપગ્રંથ પણ માનવામાં આવે છે. ક્યારેક તેને હરિવંશ પુરાણ નામથી પણ ઓળખવામાં આવે છે. હરિવંશના ભવિષ્યપર્વમાં પુરાણ પંચલક્ષણ સર્ગપ્રતિસર્ગના અનુસાર સૃષ્ટિની ઉત્પત્તિ, બ્રહ્મ સ્વરૂપ, અવતાર ગણના અને સાંખ્ય તથા યોગ પર વિચાર થયો છે. સ્મૃતિસામગ્રી તથા સાંપ્રદાયિક વિચારધારાઓ પણ આ પર્વમાં અધિકાંશ રૂપમાં જોવા મળે છે. આ કારણે આ પર્વ હરિવંશપર્વ અને વિષ્ણુપર્વ કરતાં અર્વાચીન માલુમ પડે છે.

વિષ્ણુપર્વમાં નૃત્ય અને અભિનયસંબંધી સામગ્રી પોતાના મૌલિક રૂપમાં મળે છે. આ પર્વ અંતર્ગત બે જગ્યા પર છાલિક્યનો ઉલ્લેખ થયેલો છે. છાલિક્ય વાદ્યસંગીતમય નૃત્ય હોવાનું માલુમ પડે છે. હાવ ભાવોનું પ્રદર્શન આ, નૃત્યમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. છાલિક્ય સંબંધમાં અન્ય પુરાણ કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી મળતો.

વિષ્ણુપર્વ (૯૧ ૨૬-૩૫)માં વાસુદેવે કરેલા અશ્વમેઘ યજ્ઞના અવસર પર ભદ્ર નામક નટ દ્વારા અભિનય કરી ઋષિઓને સંતુષ્ટ કર્યાનું વર્ણન આવે છે. આ નટની સાથે પ્રદ્યુમ્ન, સાંબ વગેરે વજ્રનાભપુર ખાતે જઇને કુશળ અભિનય દ્વારા ત્યાં રહેતા દૈત્યોનું મનોરંજન કરે છે. અહિંયા "રામાયણ" નામક ઉદ્દેશ્ય અને "કૌબેર રંભાભિસાર" નામક પ્રકરણમાં અભિનયનું વિશદ વર્ણન કરવામાં આવેલું છે.

હાપકિંસ દ્વારા હરિવંશને મહાભારતનું અર્વાચીનતમ પર્વ માનવામાં આવ્યું છે. હાજરા દ્વારા રાસના આધાર પર હરિવંશને ચતુર્થ શતાબ્દીના સમયનું પુરાણ દર્શાવવામાં આવ્યું છે. વિષ્ણુ અને ભાગવત પુરાણને કાલ હાજરા દ્વારા ક્રમશ: પાંચમી શતાબ્દી તથા છઠી શતાબ્દીની આસપાસ નિશ્ચિત કરવામાં આવ્યો છે. શ્રી દીક્ષિતના માનવા અનુસાર મત્સ્યપુરાણનો સમયકાળ તૃતીય શતાબ્દી છે. કૃષ્ણચરિત્ર, રજિ કા વૃત્તાંત તથા અન્ય વૃત્તાંતો સાથે તુલના કરતાં પણ હરિવંશ આ પુરાણો કરતાં પૂર્વવર્તી નિશ્ચિત કરવામાં આવે છે. ઉપરોક્ત બાબતો જોતાં હરિવંશ વિષ્ણુપર્વ તથા ભવિષ્યપર્વને તૃતીય શતાબ્દીનું માનવું જોઇએ.

હરિવંશ અંતર્ગત હરિવંશપર્વ શૈલી તથા વૃત્તાંતોની દૃષ્ટિએ વિષ્ણુપર્વ અને ભવિષ્યપર્વ કરતાં પ્રાચીન જ્ઞાત થાય છે. અશ્વઘોષકૃત વજ્રસૂચીમાં હરિવંશ સાથે અક્ષરશ: સમાનતા વાળા કેટલાક શ્લોક જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાન વૈબર દ્વારા વજ્રસૂચીને હરિવંશનું ઋણી માનવામાં આવ્યું છે અને રે ચૌધરી દ્વારા એમના મતને સમર્થન કરવામાં આવેલ છે. અશ્વઘોષનો સમયકાળ લગભગ દ્વિતીય શતાબ્દી નિશ્ચિત છે. જો અશ્વઘોષનો સમયકાળ દ્વિતીય શતાબ્દી હોય તો હરિવંશપર્વનો સમયકાળ પ્રક્ષિપ્ત સ્થાનોને છોડીને દ્વિતીય શતાબ્દી કરતાં થોડા સમય પહેલાંનો સમજાય તેમ લાગે છે.

હરિવંશમાં કાવ્યતત્વ અન્ય પ્રાચીન પુરાણોની જેમ પોતાની વિશેષતા ધરાવે છે. રસપરિપાક તથા ભાવોની સમુચિત અભિવ્યક્તિમાં આ પુરાણ ક્યારેક ક્યારેક ઉત્કૃષ્ટ કાવ્યો થકી સમાનતા રાખતું જોવા મળે છે. વ્યંજનાપૂર્ણ પ્રસંગ પૌરાણિક કવિની પ્રતિભા અને કલ્પનાશક્તિનો પરિચય આપે છે. હરિવંશમાં ઉપમા, રૂપક, સમાસોક્તિ, અતિશયોક્તિ, વ્યતિરેક, યમક તથા અનુપ્રાસ પણ પ્રાય: જોવા મળે છે. આ બધા અલંકાર પૌરાણિક કવિ દ્વારા પ્રયાસપૂર્વક લાવવામાં આવ્યા હોય એમ પ્રતીત થતું નથી.

કાવ્યતત્વની દૃષ્ટિ થી હરિવંશમાં પ્રારંભિકતા અને મૌલિકતા જોવા મળે છે. હરિવંશ, વિષ્ણ, ભાગવત અને પદ્મ પુરાણોમાં ઋતુવર્ણનોની તુલના કરવાથી પર જ્ઞાત થાય છે કે કેટલાક ભાવો હરિવંશમાં મૌલિક રીતે સુંદર રૂપમાં ચિત્રિત કરવામાં આવ્યા છે. તેમજ આ જ ભાવ ઉપર્યુક્ત પુરાણોમાં ક્રમશ: અથવા સંશ્લિષ્ટ થતા ગયા છે. સામગ્રી અને શૈલી તરફ જોતાં પણ હરિવંશ એક પ્રારંભિક પુરાણ ભાસે છે. સંભવત: આ જ કારણે હરિવંશનો પાઠ અન્ય પુરાણોના પાઠ કરતાં શુદ્ધ જોવા મળે છે. કતિપય પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા હરિવંશને સ્વતંત્ર વૈષ્ણવ પુરાણ અથવા મહાપુરાણની કોટિમાં રાખવાનું સમીચીન છે.

સંક્ષિપ્ત કથા

[ફેરફાર કરો]

આ પુરાણમાં સૌથી પહેલાં વૈવસ્તમનુ અને યમની ઉત્પત્તિ વિશે દર્શાવવામાં આવ્યું છે તથા સાથે સાથે જ ભગવાન વિષ્ણુના અવતારો વિશે પણ દર્શાવવામાં આવ્યું છે. દેવતાઓનું કાલનેમિ સાથેના યુદ્ધનું વર્ણન આવે છે જેમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને સાંત્વના આપી તથા પોતાના અવતારોની બાબત નિશ્ચિત કરી દેવતાઓને પોતપોતાના સ્થાન પર મોકલી દિધાનું વર્ણન છે. ત્યાર બાદ નારદ અને કંસ વચ્ચેના સંવાદ આવે છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુનો કૃષ્ણ રૂપમાં જન્મ દર્શાવવામાં આવ્યો છે તથા એમાં કંસ વિશે દેવકીના પુત્રોના વધ વિષયથી લઇને કૃષ્ણના જન્મ લેવા સુધીની કથા આવે છે. આ પછી ભગવાન કૃષ્ણની વ્રજ યાત્રા વિશે વર્ણન આવે છે જેમાં કૃષ્ણની બાળ-લીલાઓનું વર્ણન આવે છે. આમાં ધેનકાસુર વધ, ગોવર્ધન ઉત્સવ જેવા પ્રસંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પછી કંસના મૃત્યુ સાથે ઉગ્રસેનના રાજ્યદાનના પ્રસંગનું વર્ણન છે. આ પછી બાણસુર પ્રસંગમાં બન્ને વિષયમાં દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ દ્વારા શંકરની ઉપાસનાનું વર્ણન છે. હંસ-ડિમ્ભક પ્રસંગનું વર્ણન છે. અંતમાં શ્રીકૃષ્ણ અને નંદ-યશોદા મિલનનું વર્ણન છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]


ઢાંચો:પુરાણ ઢાંચો:વૈદિક સાહિત્ય

ઢાંચો:હિન્દુ ધર્મ