લખાણ પર જાઓ

ઓણમ

વિકિપીડિયામાંથી
ઓણમ, તિરૂવોણમ
ઉજવવામાં આવે છેકેરળના લોકો
પ્રકારલાગણીનો તહેવાર
ધાર્મિક ઉજવણીઓ
 • સદ્યા
 • તિરૂવાતીરકાળી
 • પુલી-ક્કલી
 • પુક્કલમ
 • ઓણાતલ્લુ
 • ત્રીક્કાક્કરાયપ્પન
 • ઓણાતપ્પન
 • વટમવલ્લી
 • તુમ્પી-તુલ્લાલ
 • ઓણવીલ
 • કાળચક્કુલા
 • અત્તાચમયમ
 • વલ્લમકલી
શરૂઆત'ચિંગમ' માસ , તિરૂવોણમ નક્ષત્ર
અંત'ચિંગમ' માસ , તિરૂવોણમ નક્ષત્ર
તારીખબહુ-દિવસ
આવૃત્તિવાર્ષિક

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગષ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે. આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. આ તહેવાર માટે, લોકો નવા કપડા પહેરે છે: પુરૂષો શર્ટ અને મુન્ડ (ઓફ-વ્હાઇટ રંગની લાંબી લુંગી), સ્ત્રીઓ મુન્ડુ, નરિયાતું તરીકે ઓળખાતી ગોલ્ડ પટ્ટી વાળી પોષાક. છોકરીઓ પાવડા તરીકે ઓળખાતું સ્કર્ટ, અને કબ્જો પહેરે છે. ઓણમ એ કેરળમાં કાપણીનો તહેવાર છે.

મહત્વ[ફેરફાર કરો]

ઓણમ એ ખૂબ પ્રાચિન તહેવાર છે. હજુ આજના આધુનિક સમયમાં પણ તે ઉજવાય છે. કેરળનો ચોખાની લણણીનો તહેવાર અને મલયાલમ મહિના ચિંગમમાં આવતા વરસાદી ફૂલના તહેવારને રાજા માવેલિની પાથાલમની વાર્ષિક મુલાકાત તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચિન સમયથી રાજા માવેલિને કેરળના લોકો દ્વારા આદરભાવ આપવામાં આવે છે ત્યારથી ઓણમ એક અનોખો તહેવાર છે.

દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સૂવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. આ બધા જ ગુણો ઉપરાંત, મહાબલિ ફક્ત એક દુર્ગુણ ધરાવતો હતો. તે અહંકારી હતો. આમ છતાં, મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે, ભગવાને તેને એક વરદાન આપ્યું હતું કે જેથી તે તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હતો. આ મહાબલિની તે મુલાકાત છે જેને પ્રત્યેક વર્ષે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે અને તેમના માનીતા રાજાને સંદેશો આપે છે કે તેઓ ખુશ છે અને તેઓ શુભેચ્છા પણ પાઠવે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે. તીરૂઓણમને દિવસે તૈયાર કરવામાં આવતી ઓનાસાડ્યા નામની મહાભોજનની મિઠાઇ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. તે ભોજનમાં નવ અલગ પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં ૧૧ થી ૧૩ જરૂરી થાળીનો સમાવેશ થાય છે. ઓનાસાડ્યાને કેળના પાન ઉપર પિરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે.

ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકલ્લી છે, જે પંબા નદી પર યોજાય છે. એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દ્રશ્ય ખૂબ જ આહલાદક છે. ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાનો પણ રિવાજ છે, જેને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષો તલપ્પાન્તુકાલી(દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ અને કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઇ સ્પર્ધા જેવી ભારે રમતો રમે છે. મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેઓ રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે બનાવવામાં આવેલી ફુલોની સાદડી, પૂકાલમ બનાવે છે. ઓણમના દિવસે મહિલાઓ કઇકોટ્ટિ કાલિ અને તુમ્પી તુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરે છે. કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પરનું નૃત્ય ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે.

મહાબલિનો શાસનકાળ કેરળ માટે સૂવર્ણયુગ ગણાય છે.

દંતકથા[ફેરફાર કરો]

મહાબલિ એ પ્રહલાદનો (હિરણ્યકશ્યપનો પુત્ર કે જેને વિષ્ણુએ નરસિંહ અવતારમાં વધ કર્યો હતો) પૌત્ર હતો. પ્રહલાદ અસુર હોવા છતાં વિષ્ણુમાં ખૂબ શ્રદ્ધ ધરાવતો હતો. મહાબલિએ એક બાળક તરીકે નાનપણથી જ પ્રહલાદ પાસેથી વિષ્ણુ પ્રત્યેના પ્રેમ અને ભક્તિની શીખ મેળવી હતી.

મહાબલિએ ત્રણ લોક પર જીત મેળવી[ફેરફાર કરો]

કશ્યપ ને બે પત્નીઓ હતી, દિતી અને અદિતી, જેઓ અનુક્રમે રાક્ષસો અને દેવો (અસુર અને દેવો)ના માતાપિતા હતા. તપસ્યા કરીને હિમાલય પરથી પરત આવેલા કશ્યપે અદિતી રાણીને રડતી જોઇ. દૈવિક શક્તિને કારણે, કશ્યપ તરત જ તેણીના દુ:ખનું કારણ સમજી ગયા. તેમણે રાણીને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા જણાવ્યું કે દેવી સંકેત વિના જગતમાં કંઈ જ થતું નથી અને લોકોએ તેમની ફરજ નિભાવતા રહેવું જોઇએ. તેમણે રાણીને વિષ્ણુની આરાધના કરવા જણાવ્યું અને પાયોવ્રતા વિષે જ્ઞાન આપ્યું, જે ધાર્મિક વિધી કારતક મહિનાના સુદ પક્ષના ૧૨મા દિવસ (શુક્લ-પક્ષ દ્વાદસી)થી અનુસરવામાં આવે છે. અદિતીએ પવિત્ર હૃદય સાથે વ્રત પૂર્ણ કર્યુ હોવાથી વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે તેણીને એવી માહિતી આપી કે તેઓ ઇન્દ્રને મદદ કરશે.

સાથેસાથે, મહાબલિ દેવોને હરાવીને ત્રણ લોકનો વિજેતા બની જતા દેવો ખૂબ જ ત્રાસી ગયા હતા. દેવો પર હિંસા પણ કરવામાં આવતી હતી.[૧] દેવોએ વિષ્ણુનો સંપર્ક કરીને તેમની પાસેથી મદદની માગ કરી. વિષ્ણુએ દેવોને જણાવ્યું કે મહાબલિ એ તેના પ્રમાણે સારા કાર્યો કરી રહ્યો છે અને તે સુર (દેવો) બનવા માટે લાયક છે. તમારે દેવોએ તે અંગે ઇર્ષા કરવાની જરૂર નથી. ઇર્ષા કરવાથી તમે અસુર બની જશો. વિષ્ણુએ મહાબલિની પરિક્ષા લેવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, મહાબલિ નર્મદા નદીને કિનારે વિશ્વજીત યાગમ અથવા અશ્વમેઘ યાગમ[૨]ની યજ્ઞબલિની ધાર્મિક વિધી કરી રહ્યો હતો. તેણે એવી જાહેરાત પણ કરી હતી કે યાગમ દરમિયાન તે કોઇ પણ વ્યક્તિને કઇ પણ વસ્તુ દાનમાં આપી દેશે.

વામનની મહાબલિ સાથેની મુલાકાત[ફેરફાર કરો]

રાજા બલિના દરબારમાં (મહાબલિ, જમણી તરફ બેઠેલા) ભીક્ષા માંગી રહેલા વામન (વાદળી મોઢાવાળો નીચો વ્યક્તિ)

યાગમ અને મહાબલિની જાહેરાતનો લાભ લઇને, વામન (બ્રાહ્મણના રૂપમાં મહાવિષ્ણુ) યજ્ઞ-શાળામાં ગયા. વામને તેમનો સંપર્ક કરતા, મુનિઓ આ તેજસ્વી યુવાન છોકરાની આભા જોવા માટે એકઠા થઇ ગયા. મહાબલિ આ યુવાન બ્રાહ્મણને પરંપરાગત આદરસન્માન સાથે આવકારવા ગયા અને પવિત્ર પુરૂષને છાજે તેવું સર્વોપરી આસન આપ્યું. મદદ માટે આવતા લોકોને આપવામાં સૌજન્યના ભાગરૂપે, મહાબલિએ તેમને જણાવ્યું કે તેમને હાજરી આપીને જે માન આપ્યું છે તે માટે પોતે ભાગ્યશાળી છે. વામનની જે પણ ઇચ્છા હશે તે મહાબલિ પૂર્ણ કરવા માટે તૈયાર છે. વામને હાસ્ય વેરતા જણાવ્યું: "તમારે મને કોઇ મોટી વસ્તુ આપવાની જરૂર નથી. મારા ત્રણ પગલા થાય તેટલી જમીન તમે આપી શકો તો તે પૂરતું છે. આ વાત સાંભળીને મહાબલિના ગુરૂ, બ્રાહ્મણ શુક્રાચાર્ય (દૈત્યનો પૂજારી) કે જેઓ ભવિષ્યમાં જોવાની દૂરદ્રષ્ટિ ધરાવતા હતા, તેમણે મહાબલિને કહ્યું કે તેમની પાસે ભિક્ષા માગવા આવેલી વ્યક્તિ કોઇ સાધારણ બ્રાહ્મણ નથી પરંતુ પોતે ભગવાન વિષ્ણુ આ સ્વરૂપમાં આવ્યા છે. તેમણે મહાબલિને આ બ્રાહ્મણને કોઇ વચન ન આપવાની સલાહ આપી. પરંતુ મહાબલિ માટે પોતાના શબ્દો પાછા ખેંચવા એ પાપ બરાબર હતું. શુક્રાચાર્યે ભારપૂર્વક જણાવ્યું કે તેણે વામનની માંગ પૂરી કરવી જોઇએ નહીં કેમકે તે બધુ જ લઈ લેશે.

ઓનાપ્પોટ્ટમ, પરંપરાગત વસ્ત્રોમાં એ કેરળના ઉત્તર ભાગનો રિવાજ છે.ઓનાપ્પોટ્ટમ ઓણમ સમયે ઘરોની મુલાકાત લે છે અને આશીર્વાદ આપે છે.પાછળથી ઓનાપ્પોટ્ટમ ભાગ્યે જ જોવા મળે છે, તે ફક્ત ગામ સુધી મર્યાદિત છે.

મહાબલિ વામનને આપેલા શબ્દો પાળવા માટે મક્કમ રહ્યો અને તેણે ગુરૂની આજ્ઞા ન માનવા બદલ માફી પણ માંગી. અગાઉ, જ્યારે મહાબલિ ઇન્દ્ર સાથે યુદ્ધ કરી રહ્યો હતો, ત્યારે તેણે તેના ગુરૂ શુક્રાચાર્યનું શરણ લીધું હતું અને તેમની સલાહથી તેણે વિશ્વજીત યાગમની શરૂઆત કરી હતી, જેને પગલે તે કેટલાક શક્તિશાળી શસ્ત્રોનો સ્વામી બની ગયો હતો. ફક્ત શુક્રાચાર્યની મદદને કારણે જ તે ઇન્દ્ર સામે જીત મેળવવામાં સફળ થયો હતો. મહાબલિએ તેમનો આદેશ માનવાની ના કહેતા શુક્રાચાર્ય ગુસ્સે ભરાયા હતા. તેમણે મહાબલિને શાપ આપતા જણાવ્યું: 'તે તારા ગુરૂના શબ્દોની ઉપેક્ષા કરી હોવાથી તું ભસ્મિભૂત થઇ જઇશ'. મહાબલિ મક્કમ હતો અને તેણે જવાબ આપ્યો: 'હું કોઇ પરિણામનો સામનો કરવા માટે તૈયાર છું પરંતુ હું મારા શબ્દો પાછા નહીં ખેંચુ'.

મહાબલિના શાસનનો અંત[ફેરફાર કરો]

આમ કહેતા, તેણે વામનને ત્રણ પગલા જમીન માપવા જણાવ્યું. મહાબલિને સમજાવવામાં શુક્રાચાર્યના બધા જ પ્રયત્નો નિષ્ફળ પૂરવાર થયા. મહાબલિ તેની પાસે મદદ માટે આવતા પ્રત્યેક લોકોને ભગવાન માનતો અને કઇ પણ ના આપવા માટે તેણે ક્યારેય કોઇને ના પાડી ન હતી. મહાબલિએ તેના ગુરૂને કહ્યુ: "પ્રાણ (જીવન) અને માન (પ્રતિષ્ઠા) એક વ્યક્તિની બે આંખો સમાન છે. જીવનના કોઈ પણ ભોગે પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું જોઇએ. મારા દ્વારા આવેલી વ્યક્તિ ખુદ ભગવાન છે તેવું હું જાણતો હોઉ, તો હું ખૂબ ભાગ્યશાળી છું કે જે માનવજાતને બધુ જ આપે છે તે શક્તિ આજે મારી પાસે કઇંક માગવા માટે આવી છે. " મહાબલિએ આત્મસ્તુતિ કરતા જણાવ્યું કે જો ખુદ વિષ્ણુએ પણ આવીને કંઈ માગ્યું હોત તો તે જરૂર વચન પૂરુ કરેત.[૩]

ત્રી-વિક્રમ (ત્રણેય લોક પર વિજય હાંસલ કરનાર) બલિ પર વિજય મેળવનાર વામન

વામને પોતાનું કદ દેવલોક સુધી વિસ્તાર્યું. એક પગલાથી, તેણે પૃથ્વીને સર કરી લીધી. બીજા પગલામાં, તેણે આખું દેવલોક લઇ લીધું. મહબલિએ તેને આપેલા વચન પ્રમાણે હજુ એક પગલું જમીન લેવાની બાકી હતી. મહાબલિ પાસે હવે કઇં બાકી રહ્યું ન હોવાથી તેણે વામનને અંતિમ પગલું પોતાના મસ્તક પર મુકવા જણાવ્યું. વામને તેમ કર્યુ અને તેને (પૃથ્વી નીચે રહેલા સામ્રાજ્ય) પાતાળલોકમાં ધકેલી દીધો.

વિષ્ણુના વરદાન[ફેરફાર કરો]

આ દૈત્ય મહાબલિની ભક્તિથી ખુશ થઇને, ભગવાન વિષ્ણુએ (વામન) તેને પાતાળલોકનું રાજ્ય આપી દીધું આ ઉપરાંત તેને એક માનવાંતર સુધી ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવાનું પણ વરદાન આપ્યું, આમ કરીને તેમણે તેમના ભક્તની ઇચ્છા પૂર્ણ કરી (ઇન્દ્રની સભામાં સ્થાનમાં દર માનવાંતરમાં ફેરફાર થાય છે). અંતિમ વરદાન રૂપે, મહાબલિને વર્ષમાં એક વાર પોતાના સ્વજનોની મુલાકાત લેવાની મંજુરી આપી. આથી, કેરળવાસીઓ મહાન રાજા મહાબલિની યાદમાં ઓણમના તહેવાની ઉજવણી કરે છે, જે મુલાકાત લેવાનું પોતાનું વચન પાળે છે. મહાબલિની ગણના "સત્ય" માટે આત્મબલિદાન કરનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે. "મહાબલિ" નામનો અર્થ જ મોટું બલિદાન આપવું થાય છે. ઓણમ દરમિયાન, મિઠાઇ અને લોકોમાં આનંદનું વાતાવરણ, સૌથી સારા વસ્ત્રપરિધાન, એ મહાબલિના પૂર્ણ શાસનકાળ દરમિયાન સમૃદ્ધિ અને આનંદભર્યા જીવનનું સંસ્મરણ કરાવે છે. લોકો ઓણમ દરમિયાન નવા વસ્ત્રો પહેરે છે. 'વસ્ત્ર'નો એક અર્થ હદય પણ થાય છે. આથી નવા કપડા પહેરવા પાછળનું મહાત્મ્ય એ છે કે બધા જ ખરાબ વિચારો અને લાગણીઓને ત્યજી દઇને હૃદયને પણ નવું બનાવવું. લોકો પોતાના સાંપ્રદાયિક વિચારોને ભૂલી જઇ, પવિત્ર 'તીરૂવોણમ' દિવસને આવકારે છે.

નૈતિક પ્રશ્નો[ફેરફાર કરો]

ભગવાન વિષ્ણુએ મહાબલિને શિક્ષા કરી તે અનૈતિક લાગશે, જેના દાદાજી (પ્રહલાદ) ભગવાન વિષ્ણુના સૌથી મહાન ભક્ત માનવામાં આવે છે. આમ છતાં, મહાબલિને વિષ્ણુએ કોઇ દંડ કર્યો છે તેમ મનાતું નથી, કેમકે તેને વિષ્ણુના વરદાન પ્રાપ્ત થયા હતા અને ઓણમના રૂપે તેની યાદગીરી શાશ્વત કાળ સુધી રહેવાની છે. તેણે પોતાનું મસ્તક ભગવાન વિષ્ણુના પવિત્ર ચરણ નીચે રાખવાની પણ તક મળી હતી, આથી તેના બધા જ પાપ ધોવાઇ ગયા હતા. આ ઉપરાંત વિષ્ણુના વરદાનથી, મહાબલિ આઠમા મનુ, (સવર્ણી મનુ)ના સમય દરમિયાન આગામી (આઠમા) ઇન્દ્ર બનશે. પુરંધરા પ્રવર્તમાન ઇન્દ્ર છે[૪]. મહાબલિ પોતાનું સમગ્ર સામ્રાજ્ય સમર્પિત કરીને ભગવાના વિષ્ણુનો પૃથ્વી પરના સૌથી મહાન ભક્ત બની ગયો હતો તેમ મનાય છે. સુર એટલે સારા માણસો અને અસુર એટલે ખરાબ લોકો. હિન્દુવાદ પ્રમાણે, સુર તેમના ખરાબ કાર્યોથી અસુર થઇ શકે છે અને અસુર પવિત્ર કામો કરીને સુર બની શકે છે. મહાબલિ અસુરમાંથી સુર બનવા માગતા હતા. આથી, તેમણે લોકો માટે હંમેશા સારા કામો કર્યા હતા. મહાબલિની પરમાર્થવૃત્તિ અને નિ:સ્વાર્થપણાની પરિક્ષા કરવા માટે, મહાવિષ્ણુએ વામનનો અવતાર લીધો હતો અને તેને પાતાળમાં મોકલી આપ્યો હતો, જે નિર્ણયને મહાબલિએ વિના સંકોચે સ્વીકાર્યો હતો. આમ, મહાબલિ સુર અથવા દેવ બની ગયો, અને ઓણમ હિન્દુવાદના અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિક છે.

દસ દિવસની ઉજવણી[ફેરફાર કરો]

ઓણમ પૂક્કાલમ

ઓણમની ઉજવણી અથમ દિવસની શરૂ થાય છે, જે ઓણમના ૧૦ દિવસ પહેલા આવે છે. મહાબલિ અને વામન (વિષ્ણુનો અવતાર)ને દર્શાવતા માટીના ઢગલા કે જે આકારમાં ચોરસ પિરામીડ જેવા દેખાય છે તેને ઘરની સામે છાણથી લીપવામાં આવેલા આંગણામાં મુકવામાં આવે છે અને તેને ફુલોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. એકઠા કરેલા ફુલો સાથે એક કે બે જાતના પાંદડાઓને ચૂંટીને સુશોભનના માધ્યમથી એક કાર્પેટ બનાવવામાં આવે છે જે 'ઓનાપૂક્કાલમ' તરીકે ઓળખવામાં તે કલાના પ્રાવિણ્યનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે અને તેના ઉચ્ચ પ્રકારની કારિગરી અને કૌશલ્યની જરૂર પડે છે. (આ જ રીતે ઉત્તર ભારતીયો તેની જેમ "રંગોળી" બનાવે છે જેમાં વિવિધ રંગના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.) આ પૂર્ણ થયા બાદ નાના તોરણ સાથેનો પંડાલ બનાવવામાં આવે છે. આ તહેવારના મહત્વના ભાગની શરૂઆત કેટલાસ સ્થાનો પર તીરૂઓણમના દિવસે અને અન્ય સ્થાનો પર ઉતરદમ તરીકે ઓળખાતા આગલા દિવસે થાય છે. રાજા મહાબલિ તીરૂઓણમના દિવસે પ્રત્યેક મલયાલીના ઘરે જઇને લોકોને મળે છે તેમ મનાય છે. ઘરોને સ્વચ્છ રાખી ફુલો તથા પરંપરાગત દિવડાઓથી તેને શણગારવામાં આવે છે. ફટાકડાના અદભૂત પ્રદર્શનથી પાટનગર તિરૂવનંતપુરમ સાક્ષાત પરિલોકમાં ફેરવાઇ જાય છે. પ્રત્યેક ઘરોમાં ભપકાદાર મિઠાઇઓ બનાવવામાં આવે છે. દરેક કુટુંબનો વડીલ સભ્ય કુટુંબના પ્રત્યેક સભ્યને વસ્ત્રોની ભેટ આપે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ રાષ્ટ્રીય તહેવારને તેની પરિસ્થિતી પ્રમાણે ઉજવે છે.

ઓણમ "ચિંગમ" મહિનામાં આવે છે જે મલયાલમ કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો છે. રાજા મહાબલિને આવકારવા માટે લોકો તેમના ઘરોની આગળ ફુલોની ચાદર પાથરે છે. ફુલોની પથારીના સુશોભન માટે સ્પર્ધા થાય છે. સમગ્ર વિશ્વના કેરળીયનો આ દસ દિવસને ભવ્યતા અને ઉલ્લાસથી ઉજવે છે. તેઓ નવા વસ્ત્રો પહેરે છે, શક્ય તેટલા મંદિરે દર્શન કરવા જાય છે, તીરૂવધીરા કાલિ તુમ્બી તુલ્લાલ વગેરે જેવા નૃત્યો પણ કરે છે. તીરૂઓણમનાં દિવસે ભવ્ય ભોજન એ સૌથી મહત્વની બાબત છે, જેને બીજી ઓણમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોઇ પણ ભોગે ભવ્ય ભોજન (સાદયા )ના કાર્યક્રમને ચૂકશે નહીં. મલયાલમમાં એક કહેવત છે કે "કાણમ વિટ્ટુમ ઓણમ ઉણ્ણૂન્ના" એટલે કે "આપણે બધી જ સંપત્તિ વેચી દેવી પડે તો પણ તીરૂઓણમ ભોજન ચૂકવું જોઇએ નહીં" જે તીરૂઓણમના દિવસે ભવ્ય ભોજનનું મહત્વ દર્શાવે છે. ઓણમની ઉજવણી વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક વિચારધારાઓને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. અતચમાયમ - ચિંગમ ના અંતમ દિવસે એર્ણાકુલમ- કોચી નજીક ત્રિપ્પુનીતુરાના વૈભવી નગરમાં એક સાંસ્કૃતિક રેલી નીકળે છે, જે ઓણમની ઉજવણીની શરૂઆત પણ ગણાય છે. ત્રિક્કારામાં આવેલા વામનામૂર્તિ મંદિરનો વાર્ષિક સમારોહ ઓણમની સાથે જ હોય છે. આ મંદિર ભગાવન વામનને અર્પણ કરવામાં આવ્યું છે અને તે ઓણમના પૌરાણિક મહાત્મ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓણમ પૂક્કાલમને ધર્મનિરપેક્ષતાનું પ્રતિક મનાય છે. વિવિધ પ્રકારના ફુલો એકસાથે અદભૂત દેખાતા પૂક્કાલમની રચના કરે છે. કે જેથી તે રાજા મહાબલિના શાસનકાળ સમયના સારા દિવસોનું પ્રતિબિંબ પાડી શકે. કેરળના લોકો માટે અથમથી તિરૂવોણમ સુધી વિશેષરૂપે બાળકો માટે પૂક્કાલમ બનાવવા એ ખૂબ આનંદની વાત છે.

મલયાલમના નવા વર્ષના પખવાડિયા દરમિયાન જ ઉજવણીની શરૂઆત થઇ જાય છે અને તે દસ દિવસ સુધી ચાલે છે. તીરૂઓણમ તરીકે ઓળખાતો અંતિમ દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. સમગ્ર રાજ્યમાં, આ લણણીના ઉત્સવને ઉજવવા માટે રિવાજો સાથે નવા વસ્ત્રો, પારંપારિક ભોજન, નૃત્ય અને સંગીત પણ હોય છે. વલ્લુવાનદ (મુખ્યત્વે ઓટ્ટાપાલમ, શોર્નુર ક્ષેત્રોમાં) ખાતે, કથકલિ નૃત્યકારો સુંદર વસ્ત્રોમાં ભાગ ભજવે છે. તૃશ્શૂર ખાતે શણગારેલા હાથીઓની ખૂબ જ આકર્ષક સરઘસ કાઢવામાં આવે છે, જ્યાં મુખવટા પહેરેલા નૃત્યકારો ઘેર ઘેર જઇને કુમ્મટ્ટિકાલિ નૃત્ય ભજવે છે. ચેરૂતુરૂતી ખાતે, લોકો મહાકાવ્યો અને લોકગીતોના દ્રશ્યો પર પ્રસ્તુત થતા કથકલિ નૃત્ય જોવા માટે એકઠા થાય છે. પુલિકાલી કે જે કડુવકલિ તરીકે પણ જાણીતી છે તે ઓણમની ઋતુમાં જોવા મળતી સામાન્ય બાબત છે. તેજસ્વી પીળા અને લાલ તથા કાળા રંગમાં વાઘની જેમ રંગાયેલા લોકો ઉડુક્કુ અને તાકિલ જેવા સાધનોની ધૂન પર નૃત્ય કરે છે. ઓણમના દિવસો દરમિયાન, અરણમુલા ખાતે પ્રખ્યાત અરણમુલા વલ્લમકલી યોજાય છે. હિંચકો એ વિશેષરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં ઓણમનું અભિન્ન અંગ છે. શ્રેષ્ઠ શણગારમાં રહેલા યુવાન પુરૂષો અને સ્ત્રીઓ ઓનાપ્પાટ્ટ અથવા ઓણમ ગીતો ગાય છે, અને ઉંચી ડાળીઓ પરથી એકબીજાનો હિંચકાવે છે.

ઓણમની પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

લાક્ષણિક ઓણમ સાદયા

ઓણમની ખૂબ મહત્ત્વાની બાબતોમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે, ઓનાક્કોડિ , આ દિવસે પહેરવામાં આવતા નવા વસ્ત્રો અને ઓણમ સાદયા , જે આ દિવસે ખાવામાં આવતી મિઠાઇ છે. સામાન્ય રીતે મિઠાઇને કેળના પાન પર ભાતની સાથે પીરસવામાં આવે છે અને તેને ૪ વસ્તુઓની શણગારવામાં પણ આવે છે. પરંપરાગત અથાણા અને પાપડ પણ પીરસવામાં આવે છે. મધુર વાનગીમાં મોટે ભાગે 'પાયસમ'(ખીર) હોય છે, જે દૂધ, ખાંડ અને અન્ય ભારતીય પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. ઓણમ દરમિયાન, લોકો વિવિધ રંગના ફુલોથી તેમના ઘરની સામે સુશોભન કરે છે, જેને પૂક્કાલમ કહેવામાં આવે છે. યુવાન બાળકો અને વિશેષરૂપે છોકરીઓને ફૂલોને એકઠા કરવાની અને તેને સરસ રીતે ગોઠવવાની કામગીરી સોંપવામાં આવે છે. ફૂલોની આ રચના બનાવવાની સ્પર્ધા પણ ઓણમના દિવસે યોજવામાં આવે છે. તે સામાન્ય રીતે ગોળાકારમાં ૧.૫ મિટરનો ઘેરાવો ધરાવતી હોય છે. ડિઝાઇનના ભાગરૂપે દિવડો પણ મુકવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, ફૂલોની ડિઝાઇનમાં કેરળના જીવનના સાંસ્કૃતિક અને સામાજિક પાસાઓને પણ દર્શાવતી પારંપરિક ગોળાકાર રચનાનો સમાવેશ કરવામાં આવે છે.

વલ્લમકલી (સર્પાકાર હોડીની સ્પર્ધા) પણ ઓણમનું એક અભિન્ન અંગ છે. જાણીતી સ્પર્ધાઓમાં અરણમુલા બોટ રેસ અને નેહરૂ ટ્રોફિ બોટ રેસનો સમાવેશ થાય છે. આશરે ૧૦૦ હલેસા મારનારા વિશાળ અને સુશોભિત સર્પાકાર હોડીઓનો ચલાવે છે અને નજીક તેમજ દૂરના વિસ્તારોમાંથી પુરૂષો અને સ્ત્રીઓ પાણીમાં સરકતી હોડીઓનો નિહાળવા આવે છે. જેમ હિન્દુઓ ગણેશ ચતુર્થીની ઉજવણી સમયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે તેવી જ રીતે ઓણમ દરમિયાન કેરળવાસી હિન્દુઓ ત્રીક્કાક્કરાયપ્પન (વામનના સ્વરૂપમાં વિષ્ણુ)ની ઘરમાં સ્થાપના કરે છે. આ તહેવાર કેરળના બધા જ સમુદાયોમાં લોકપ્રિય હોવાથી પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઓણમનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલો હોવા છતાં, આજે કેરળમાં હિન્દુઓ, મુસ્લીમો, અને ખ્રિસ્તીઓ દ્વારા એકસમાન ભાવનાથી ઉજવવામાં આવે છે. ઉજવણી દરમિયાન, કેરળના હિન્દુ મંદિરોમાં ઘણા દિવડાઓ પ્રગટાવવામાં આવે છે.[૫] મંદિરોની સામે તાડનું વૃક્ષ ઉભું કરવામાં આવે છે અને જેની આસપાસ લાકડાની થાંભલીઓ કરીને તેને સૂકા તાડના પાંદડાઓથી ઢાંકવામાં આવે છે.[૫] મહાબલિ બલિદાન આપીને નર્કમાં ગયા તે દર્શાવવા માટે તેને મશાલથી બાળી નાખવામાં આવે છે.[૫]

ઓણમની ઉજવણી બહારના દેશોમાં[ફેરફાર કરો]

ઓણમની ઉજવણી ભારતની સાથે બહારના દેશોમાં પણ થાય છે. જેમકે સંયુક્ત આરબ અમીરાત, સિંગાપુર, યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ (ખાસકરીને પેરિસ અને મર્સેલી).

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • મહાબલિ
 • કેરળ
 • સાદયા
 • પુલિકલી
 • બલિપ્રતિપદા
 • લણણીના ઉત્સવોની યાદી

સંદર્ભો[ફેરફાર કરો]

 1. પાનુ. ૧૬૧ મેની રામાયણાઝ: ધી ડાઇવર્સિટી ઓફ એ નેરેટિવ ટ્રેડિશન ઇન સાઉથ એશિયા પૌલા રિચમેન દ્વારા
 2. પાનુ. ૩૬૮ Śrīmadbhāgavatam =: શ્રીમદ્ ભાગવત, ધી હોલી બુક ઓફ ગોડ તપસ્યાનંદ દ્વારા
 3. પાનુ. 66 પાથ ટુ ધી સાઉલ અશોક બેદી દ્વારા
 4. પાનુ. 30 નો ધી પુરાન્સ પુસ્તક મહલ દ્વારા
 5. ૫.૦ ૫.૧ ૫.૨ પાનુ. ૧૭૯ જિનીયાલોજી ઓફ ધી સાઉથ ઇન્ડિયન ડાયેટીઝ બાર્થોલોમસ ઝીગનબાગ, ડેનિયલ જયરાજ દ્વારા