કનરો ડુંગર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કનરો ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ગીર જંગલ વિસ્તાર નજીક આવેલો એક ડુંગર છે.

કનરો ડુંગર પદ આરોહણ (ટ્રેકિંગ) માટેનું એક આદર્શ સ્થળ છે, પરંતુ આ કોઈ સત્તાવાર વન કે પ્રવાસન વિસ્તાર નથી. આથી ત્યાં સ્થાનિક લોકોની મદદ વગર જઈ શકાય એમ નથી. અહિંયા કેટલીક જમીન ખાનગી માલિકીની પણ છે. પર્યટનના વિકાસના હેતુ માટે અહીં જંગલ વચ્ચે કેડી કંડારી શકાય એમ છે. સિંહોનો અહીં મોટે પાયે રહે છે. ઉત્તમ કક્ષાનાં દ્વિ-ચક્રી વાહન કે એસયુવી વગર ત્યાં જવાનું સરળ નથી.[૧]

કનરો ડુંગર હોથલ પદમણી અને ઓઢા જામ લોકકથાના અમરપ્રેમીઓના પ્રણય અને વિરહનો સાક્ષી ગણાય છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

અહીં વર્ષો[ક્યારે?] પહેલાં મહિયા કોમનાં ૮૪ સ્ત્રી-પુરુષોની નવાબની સેનાએ મારી નાખ્યા હતા, આથી કનરાના ડુંગરની ભૂમિ જાણિતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધી માટેના તીર્થધામને લાયક લાગી હતી.[૨] ઝવેરચંદ મેઘાણીએ તેમની ભ્રમણગાથા "પરકમ્મા"માં એક જગ્યાએ લખ્યું છે: "મહાત્મા ગાંધીજીને માટે કનરો તીર્થનું ધામ થવાને લાયક છે પણ મહાત્માજીને આ ઘટનાથી વાકેફ કોણ કરે?"[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "થોડું જાણવા જેવું | LifeGujarat.com - Part 2". www.lifegujarat.com (અંગ્રેજી માં). Retrieved ૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "કનરો ડુંગર પરનો સત્યાગ્રહ". article.wn.com. Retrieved ૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  3. "મહિયા ઇતિહાસ". mahiyadarbar.blogspot.in. Retrieved ૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)