કલાપી તીર્થ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લાઠીના રાજવી કવિ કલાપી.

કલાપી તીર્થ[૧] અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે.[૨] કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહી કાળના રાચરચીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે.[૩]

ઇતિહાસ અને પરિચય[ફેરફાર કરો]

કલાપી તીર્થ

આ સ્થળનો ઇતિહાસ કલાપીના જન્મથી મૃત્યુ સુધીના સમય સાથે સંકળાયેલો છે. ગુજરાતની સ્થાપના પૂર્વે લાઠી રજવાડું હતું. રાજ્યોના વિલીનીકરણ પછી કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્યજાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. વર્ષ ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. અમરેલીના કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાને પણ પાયાના પથ્થર ગણવામાં આવે છે.

આ પ્રકલ્પને સાકાર કરવા માટે ઉદ્યોગપતિ મનજીભાઈ આર. ધોળકિયા અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર, અનંતરાય ભાયાણી, ધીરુભાઈ પટેલ, કલાપીના વારસદાર ઠાકોર કીર્તિકુમારસિંહ (હાલ રાજકોટ) અને મહેન્દ્રસિંહજી ગોહિલ (હાલ અમરેલી) વગેરેના સહયોગથી ‘કવિ કલાપી તીર્થ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. જેના અઘ્યક્ષ તરીકે ઘનશ્યામસિંહ રાણા છે. તે સૌએ પંદરેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી કલાપી તીર્થ સંગ્રહાલયની રચના કલાપીના સ્મરણ સાથે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને જાળવવા માટે કરી હતી.

કલાપી તીર્થ સંગ્રહાલયમાં ભોંયતળીયે કવિ કલાપી, ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીને તસવીરો દ્વારા પ્રદર્શિત કરાયેલું છે. વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં કલાપી વિશેનાં ચિત્રો-શિલ્પો-ફોટો, કલાપીના હસ્તાક્ષરમાં પત્રો, કાવ્યો, હસ્તપ્રતો, કલાપી વિશેનાં પુસ્તકો, ઓડિયો કેસેટ્સ, સી.ડી. તેમજ કલાપીનાં પ્રાપ્ત થયાં તે તમામ સ્મૃતિચિહ્નો રજૂ કરવામાં આવ્યાં છે. કલાપી તીર્થ ભવનના ઉપરનાં માળે એક નાનકડું સભાગૃહ પણ બાંધવામાં આવેલું છે. બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ મફત પ્રવેશ અપાય છે. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાની પરવાનગી છે. આ સંગ્રહાલયનું લોકાર્પણ ૨૦૦૫માં થયું હતું.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Kalapi Tirth – Lathi | District Amreli, Government of Gujarat". amreli.nic.in (અંગ્રેજી માં). Retrieved 2018-10-06. Check date values in: |access-date= (મદદ)
  2. "કલાપી તીર્થ". લેખ. કાઠિયાવાડી ખમીર. Retrieved 10 ડિસેમ્બર 2015. Check date values in: |accessdate= (મદદ)
  3. "Verse comes to worst in parched Amreli - Times of India". The Times of India. Retrieved 2018-10-06. Check date values in: |access-date= (મદદ)
  4. "Kalapi Tirth Museum Lathi". gt.intentlabs.com (અંગ્રેજી માં). Retrieved 2018-10-06. Check date values in: |access-date= (મદદ)